YouVersioni logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 2

2
પવિત્ર આત્મા નું ઉતરવું
1યહૂદી મનખં ના પિન્તેકુસ્ત ના તેવાર ને દાડે, વેય બદ્દ એક જગ્યા ભેંગં થાએંલં હેંતં. 2તર અપસુક નું હરગ મહો મુંટા કુંએંણા નેં જેંમ અવાજ આયો, અનેં ઝાં વેય બેંઠં હેંતં વેયુ આખુ ઘેર ગાજેંજ્યુ. 3તર હેંનનેં હામેં ઇવી આગ પરગટ થાઈ ઝેંનો આકાર જીબં નેં જેંમ હેંતો, ઝી અલગ-અલગ થાએંનેં હેંનં મનં દરેક મનખં ઇપેર જાએંનેં રુંકાતી ગઈ. 4તર વેય બદ્દ પવિત્ર આત્મા થી ભરાએંજ્ય, અનેં ઝી વરદાન પવિત્ર આત્માવેં હેંનનેં આલ્યુ, હેંને પરમણે અલગ-અલગ ભાષા મ બુંલવા મંડ્ય.
5હેંના ટાએંમ મ બદ્દ દેશં ન પરમેશ્વર ની બીક રાખવા વાળં યહૂદી મનખં તેવાર મનાવવા હારુ યરુશલેમ સેર મ આવેંનેં રુંકાએંલં હેંતં. 6ઝર આ કુંએંણા નેં જેંમ અવાજ હમળાઈ, તે મનખં ની ભીડ લાગેં ગઈ અનેં બદ્દ ઘબરાએંજ્ય, કેંમકે દરેક જણ પુંત-પુંતાની ભાષા મ સેંલંનેં બુંલતં હામળેં રિય હેંતં. 7વેય બદ્દ ભકનાએં નેં અનેં નવાઈ પામેંનેં એક-બીજા નેં કેંવા મંડ્ય, “ભાળો, ઇય તે ઝી બુંલેં રિય હે બદ્દ ગલીલ પરદેશ ન રેંવા વાળં હે. 8તે ફેંર ઇયુ હું થાએં રિયુ હે? ઝી આપડી મનું દરેક મનખ એંનનેં પુંત-પુંતાની ભાષા મ વાતેં કરતં હામળેં રિયુ હે. 9આપડી મનં અમુક મનખં પારથી ઇલાકા ન હે, અનેં મેદી, એલામી, મેસોપોટામિયા, યહૂદિયા પરદેશ, કપ્પદુકિયા, પુન્તુસ અનેં એશિયા ઇલાકા, 10અનેં ફ્રુગિયા, પંફૂલિયા પરદેશ, મિસ્ર દેશ અનેં લીબિયા દેશ ઝી કુરેને સેર નેં આજુ-બાજુ હે, એંનં બદ્દ દેશં મ રેંવા વાળં અનેં રોમ દેશ ન પરવાસ મ આવેંલં, 11હાં નેં હું યહૂદી, અનેં બીજી જાતિ ન ઝી યહૂદી ધરમ માનવા વાળં, ક્રેતે દ્વીપ ન મનખં અનેં અરબ દેશ ન હુંદં હે, પુંણ પુંત-પુંતાની ભાષા મ હેંનં થી પરમેશ્વર ન મુંટં-મુંટં કામં ના બારા મ હામળજ્યે હે.” 12અનેં વેય બદ્દ વિસાર કરતં થાએંજ્ય અનેં ઘબરાએં નેં એક-બીજા નેં કેંવા લાગ્ય, “આ હું થાએં રિયુ હે?” 13પુંણ અમુક બીજંવેં ઠઠ્ઠો કરેંનેં કેંદું, “ઇય તે હરો પી નેં સાકેંલં થાએંજ્ય હે.”
પતરસ નું ભાષણ
14તર પતરસ હેંનં અગ્યાર સેંલંનેં હાતેં ઇબો થાયો અનેં જુંર થી સિસાએં નેં કેંવા લાગ્યો, “હે યહૂદિયા પરદેશ અનેં યરુશલેમ સેર ન રેંવા વાળં બદ્દ મનખોં, ઇયુ જાણ લો અનેં ધિયાન લગાડેંનેં મારી વાતેં હામળો. 15ઝેંવું તમું તમારા મન મ હમજો હે, ઇય સાકેંલં નહેં, કેંમકે હમણં તે હવેંર ના નો વાગ્યા હે. 16પુંણ આ વેયે વાત હે, ઝી યોએલ ભવિષ્યવક્તા નેં દુવારા પવિત્ર શાસ્ત્ર મ પરમેશ્વરેં કીદી હીતી.
17પરમેશ્વર કે હે કે સેંલ્લં દાડં મ એંવું થાહે કે હૂં મારો આત્મા બદ્દ મનખં નેં આલેં અનેં તમારા સુંરા અનેં તમારી સુરજ્યી ભવિષ્યવાણી કરહે અનેં જુંવન્ય દર્શન ભાળહે અનેં ડુંહં મનખં હામણં ભાળહે.
18હેંનં દાડં મ, હૂં મારં સેંવકં, અનેં સેવિકાવં નેં મારો આત્મા આલેં અનેં વેય ભવિષ્યવાણી કરહે.
19અનેં હૂં ઇપેર આકાશ મ ગજબ નું કામ અનેં નિસં ધરતી ઇપેર સમત્કાર એંતરે લુઈ અનેં આગ અનેં ગલુંણા ન વાદળં વતાડેં.
20પ્રભુ નો દાડો આવવા થી પેલ સૂર્યો કાળો પડેં જાહે અનેં સાન લુઈ જીવો થાએં જાહે. વેયો દાડો મહાન અનેં ગજબ નો દાડો વેંહે.
21અનેં ઝી કુઇ પ્રભુ નું નામ લેંહે વેયુસ તારણ મેંળવહે.”
22હે ઇસરાએંલ દેશ ન મનખોં ઇયે વાતેં હામળો, નાજરત ગામ નો ઇસુ એક એંવો માણસ હેંતો, ઝેંનેં પરમેશ્વર દુવારા તમારી હામેં સાબિત કરવા મ આયો હેંતો, હેંનં સામ્રતી અનેં ગજબ ન કામં અનેં સમત્કારી નિશાન્યી ઝી પરમેશ્વરેં તમારા વસ મ હેંનેં દુવારા કર્ય, ઝેંનેં તમું પુંતે જાણો હે કે ઇયુ હાસું હે. 23હેંનાસ ઇસુ નેં પરમેશ્વર ની બણાવેંલી યોજના અનેં પેલા જ્ઞાન નેં પરમણે હેંનેં તમારં હાથં મ હુંપેં દેંવા મ આયો. તમવેં હેંનેં ભુંડં મનખં ની મદદ થી ખિલા ઠુંકેંનેં ક્રૂસ ઇપેર સડાવેંનેં માર દડ્યો. 24તે હુંદો, પરમેશ્વરેં હેંનેં મોત ના બંધણ મહો સુંડવેંનેં મરેંલં મહો પાસો જીવતો કર દેંદો, કેંમકે ઇયુ થાએં નેં સક્તું હેંતું કે ઇસુ મોત ના કબજા મ રેંતો. 25કેંમકે દાઉદ રાજા ઇસુ ના બારા મ કે હે કે, “હૂં પ્રભુ નેં હમેશા મારી હામો ભાળતો રિયો, કેંમકે વેયો મારી જમણી બાજુ હે, એંતરે કે હૂં હેંનં મનખં થી નેં સમકું ઝી મારું નુકસાન કરવા માંગે હે.
26હેંને લેંદેસ હૂં આનંદ થી ભરાએંજ્યો હે, અનેં હૂં આનંદ થી પ્રભુ ની સ્તુતિ કરું હે, અનેં મારું શરીર હુંદું આહ મ બણેંલું રેંહે. 27કેંમકે તું મનેં અધોલોક મ નેં પડેં રેંવા દે. અનેં નેં પુંતાના પવિત્ર જણ ની લાશ નેં હડવા દે.
28તેં મનેં જીવન નો રસ્તો વતાડ્યો હે, તું મનેં તારી હાજરી મ આનંદ થી ભર દેંહેં.”
29“હે ભાજ્યોં અનેં બુંનો, હૂં આપડા બાપ-દાદા દાઉદ રાજા ના બારા મ તમનેં ઉગડતો કું હે કે વેયો મરેંજ્યો અનેં હીની લાશ નેં કબર મ હુદી મેંલવા મ આવી વેયે કબર આજ તક તાંસ હે.” 30વેયો ભવિષ્યવક્તા હેંતો, અનેં વેયો જાણતો હેંતો કે પરમેશ્વરેં હમ ખાએંનેં હેંનેં હાતેં વાએંદો કર્યો, “હૂં તારી પીઢી મહો એક માણસ નેં તારી રાજગદ્દી ઇપેર બેંહાડેં.” 31હેંને ભવિષ્ય મ થાવા વાળી વાતં નેં પેલ થકીસ ભાળેંનેં ઇસુ મસીહ નેં મરેંલં મહો પાસો જીવતો થાવા ના બારા મ ભવિષ્યવાણી કરેંનેં કેંદું, “નેં તે હેંનેં અધોલોક મ પડેં રેંવા દેંદો અનેં નેં હીની લાશ હડવા દીદી.” 32એંનાસ ઇસુ નેં પરમેશ્વરેં મરેંલં મહો જીવાડ્યો, ઝેંના હમું બદ્દા ગવાહ હે. 33હાવુ વેયો પરમેશ્વર ની જમણી બાજુ ખાસ માન વાળી જગ્યા બેંઠેંલો હે. અનેં બા પરમેશ્વરેં ઝેંવો ઇસુ હાતેં વાએંદો કર્યો હેંતો, હેંનેં પવિત્ર આત્મા આલ્યો અનેં હેંને પવિત્ર આત્મા હમનેં આલ્યો હે, ઝેંવું કે આજે તમું ભાળો અનેં હામળો હે. 34કેંમકે દાઉદ રાજા તે હરગ મ નહેં સડ્યો, પુંણ વેયો પુંતે કે હે, “પ્રભુ પરમેશ્વરેં મારા પ્રભુ નેં કેંદું, મારી જમણી બાજુ બેંહ.
35ઝર તક કે હૂં તારં વેરજ્ય નેં તારં હાથં મ નેં કર દું.”
36એંતરે હારુ, ઇસરાએંલ દેશ ન બદ્દ મનખોં ઇયુ પાક્કું જાણ લો કે પરમેશ્વરેં હેંનાસ ઇસુ નેં, ઝેંનેં તમવેં ક્રૂસ ઇપેર સડાયો પ્રભુ અનેં મસીહ હુંદો ઠરાયો.
37ઝર બદ્દ મનખંવેં ઇયુ હામળ્યુ તર વેય ઘણં દુઃખી થાય, અનેં વેય પતરસ અનેં બાકી પસંદ કરેંલં સેંલંનેં પૂસવા મંડ્ય, “હે ભાજ્યોં હમું હું કરજ્યે?” 38પતરસેં હેંનનેં કેંદું, “પાપ કરવા નું બંદ કરો અનેં તમં મનું દરેક જણ પુંત-પુંતાના પાપ ની માફી હારુ ઇસુ મસીહ ના નામ થી બક્તિસ્મ લેંહો તે તમું પવિત્ર આત્મા નું વરદાન મેંળવહો.” 39કેંમકે ઇયો વાએંદો તમારી હારુ અનેં તમારા પરિવાર અનેં હેંનં બદ્દ સિટી-સિટી ન મનખં હારુ હુંદો હે, ઝેંનનેં પ્રભુ હમારો પરમેશ્વર પુંતાનેં કન બુંલાવહે. 40પતરસેં ઘણી બદી વાતં દુવારા ગવાહી આલેં-આલેંનેં અનેં એંમ કેંતે જાએંનેં હેંનનેં અરજ કરી કે તમું પુંતે-પુંતાનેં એંનં ભુંડં મનખં થી બસાવો. 41ઝી કઇ પતરસેં કેંદું, હેંનેં ઇપેર ઝેંનવેં વિશ્વાસ કર્યો હેંનવેં બક્તિસ્મ લેંદું, હેંને દાડે વિશ્વાસી મનખં ના ટુંળા મ લગ-ભગ તાંણ હજાર મનખં બીજં જુંડાએંજ્ય. 42અનેં વેય પસંદ કરેંલં સેંલં થી શિક્ષણ મેંળવવા મ, અનેં સંગતિ રાખવા મ અનેં પ્રભુ ભોજ મ અનેં પ્રાર્થના કરવા મ લાગેંલં રિય.
વિશ્વાસી મનખં ની સંગતિ
43પસંદ કરેંલં સેંલં દુવારા ઘણં બદં ગજબ ન કામં અનેં સમત્કાર પરગટ થાતા હેંતા, હેંનેં થી બદ્દ મનખં મ બીક આવેં ગઈ હીતી. 44અનેં બદ્દ વિશ્વાસ કરવા વાળં મનખં હળેં-મળેંનેં રેંતં હેંતં અનેં હેંનની બદ્દી વસ્તુ ઇપેર બદ્દનો એક હરકો અધિકાર હેંતો. 45અનેં વેય પુંત-પુંતાની મિલકત અનેં સામન વેંસેં-વેંસેંનેં ઝેંનેં જરુરત પડતી હીતી, હેંનેં આલ દેંતં હેંતં. 46વેય દર-રુંજ એક મન થાએંનેં મન્દિર મ ભેંગં થાતં હેંતં અનેં ઘેરોં-ઘેર પ્રભુ ભોજ લેંતં જાએંનેં મન મ કપટ રાખ્યા વગર અનેં આનંદ થી ખાવાનું ખાદં કરતં હેંતં. 47અનેં પરમેશ્વર ની સ્તુતિ કરતં હેંતં અનેં બદ્દ મનખં હેંનેં થી ખુશ હેંતં અનેં ઝી મનખં તારણ મેંળવતં હેંતં, હેંનનેં પ્રભુ દર-રુંજ હેંના વિશ્વાસી મનખં ના ટુંળા મ જુંડ દેંતો હેંતો.

Tõsta esile

Share

Kopeeri

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in