YouVersioni logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 3

3
લંગડા ભિખારી નેં હાજો કરવો
1એક દાડો પતરસ અનેં યૂહન્ના બફોર ના લગ-ભગ તાંણેંક વાગ્યે ઝી હેંનનો પ્રાર્થના કરવા નો ટાએંમ હેંતો એંતરે હારુ મંદિર મ જાએં રિયા હેંતા. 2અનેં મનખં એક જલમ થી લંગડા માણસ નેં લાવેં રિય હેંતં, ઝેંનેં વેય દરરુંજ મંદિર ને હેંનેં બાએંણે ઝી સુંદર ફાટક કેંવાએ હે, બેંહાડ દેંતં હેંતં કે વેયો મંદિર મ જાવા વાળં મનખં કન ભીખ માંગે. 3ઝર હેંને પતરસ અનેં યૂહન્ના નેં મંદિર મ જાતં ભાળ્યા, તે હેંનેં હેંનં કનેં ભીખ માંગી. 4પતરસ અનેં યૂહન્નાવેં હેંનેં ધિયાન થી ભાળ્યો અનેં પતરસેં કેંદું, હમારી મએં ભાળ. 5હેંને લંગડે ભિખાર્જ્યી હેંનં કન કઇક મળહે ઇવી આહ થી હેંનં મએં ટુંગવા મંડ્યો. 6તર પતરસેં કેંદું, સાંદી અનેં હુંનું તે મારી કન નહેં, પુંણ ઝી મારી કન હે વેયુ હૂં તન આલું હે, નાજરત ના રેંનારા ઇસુ મસીહ ના નામ થી ઉઠ અનેં સાલવા મંડ. 7અનેં પતરસેં હેંનો જમણો હાથ હાએંનેં હેંનેં બેંઠો કર્યો, અનેં તરત હેંનં પોગં ન ઢેંસુંણ મ જુંર આવેં જ્યુ. 8અનેં વેયો કુદેંનેં ઇબો થાએંજ્યો, અનેં સાલવા-ફરવા લાગેં જ્યો અનેં ઉલળતો-કુદતો, અનેં પરમેશ્વર ની સ્તુતિ કરતો જાએંનેં હેંનનેં હાતેં મંદિર મ જ્યો. 9બદ્દ મનખંવેં હેંનેં હરતો-ફરતો અનેં પરમેશ્વર ની સ્તુતિ કરતં ભાળ્યો, 10અનેં હેંનેં વળખેં લેંદો કે આ વેયોસ લંગડો ભિખારી હે, ઝી મંદિર ના સુંદર નામ ની ફાટક કન બેંહેંનેં ભીખ માંગતો હેંતો, અનેં ઝી બણાવ હેંનેં હાતેં બણ્યો હેંતો, હેંનેં ભાળેંનેં વેય ભકનાએંજ્ય અનેં હેંનનેં નવાઈ લાગી.
મંદિર મ પતરસ નું ભાષણ
11ઝી લંગડો ભિખારી હાજો થાએંજ્યો વેયો ઝર પતરસ અનેં યૂહન્ના નો હાત સુંડતોસ નેં હેંતો, તર ઘણં બદં મનખં ભકનાએં નેં હેંના ઉંટલા કનેં દોડેંનેં આય ઝી સુલેમાન નો કેંવાએ હે. 12ઇયુ ભાળેંનેં પતરસેં હેંનં મનખં નેં કેંદું, “હે ઇસરાએંલ ન મનખોં, તમું એંના માણસ નેં ભાળેંનેં હુંકા ભકનાએંજ્ય હે, અનેં તમું હમનેં હુંકા એક સિતં ભાળેં રિય હે, કે માન લો હમવેં પુંતાની સામ્રત અનેં ભક્તિ થી હેંનેં હરતો-ફરતો કર દેંદો હે?” 13ઇબ્રાહેંમ, ઇસાગ અનેં યાકૂબ ને પરમેશ્વરેં એંતરે આપડં બાપ-દાદં ને પરમેશ્વરેં પુંતાના સેંવક ઇસુ ની મહિમા કરી, ઝેંનેં તમવેં મરાવ દડવા હારુ હવાડ દેંદો, અનેં ઝર પિલાતુસેં હેંનેં સુંડ દેંવા નો ફેસલો કર્યો, તર તમવેં હેંનેં હામેં ઇસુ નો નકાર કર્યો. 14તમવેં પવિત્ર અનેં ધર્મી માણસ નો તે નકાર કર્યો, પુંણ એક હત્યારા નેં સુંડાવવા સાઇહુ. 15અનેં તમવેં ઝી મનખં નેં જીવન આલે હે, હેંનેં માર દડ્યો, પુંણ પરમેશ્વરેં હેંનેં મરેંલં મહો પાસો જીવતો કર્યો, અનેં ઇની વાત ના હમું ગવાહ હે. 16અનેં હેંના ઇસુ મસીહ ના નામ મ વિશ્વાસ કરવા ને લેંદે એંના માણસ નેં તાકત આલવા મ આવી હે, ઝેંનેં તમું હમણં ભાળો હે અનેં તમું એંનેં જાણો હુંદં હે. ઇયો માણસ હેંના વિશ્વાસ ને લેંદે ઝી ઇસુ મસીહ દુવારા આલવા મ આયો તમારી બદ્દનેં હામેં એક-દમ હાજો-તાજો થાએંજ્યો હે.
17અનેં હાવુ હે ભાજ્યોં હૂં જાણું હે કે તમવેં અનેં તમારં અગુવએં ઇસુ નેં જાણ્યા વગર માર દડ્યો. કેંમકે તમનેં ખબર નેં હીતી કે વેયો મસીહ હે. 18પુંણ ઝીની વાતં નેં પરમેશ્વરેં બદ્દ ભવિષ્યવક્તં દુવારા પેલેંસ વતાડ દીદી હીતી, કે મસીહ દુઃખ ઝેંલહે અનેં માર દડવા મ આવહે, હેંને હેંનેં હિવીસ રિતી પૂરુ કર્યુ. 19એંતરે હારુ પાપ કરવા નું બંદ કરો અનેં પરમેશ્વર મએં વળેં આવો કે તમારા પાપ માફ કરવા મ આવે, ઝેંનેં થી પરમેશ્વર ની તરફ થી આત્મિક શાંતિ નો ટાએંમ આવહે. 20અનેં વેયો ઇસુ નેં મુંકલહે, ઝી વેયો મસીહ હે ઝેંનેં તમારી હારુ પેલ થકીસ પસંદ કર્યો હે. 21ઇસુ નેં હરગ મ હેંના ટાએંમ તક રેંવું જરુરી હે, કે ઝર તક પરમેશ્વર હીની બદ્દી વસ્તુવં નેં નવી નેં કર દે ઝી હેંને બણાવી હે, ઝેંના બારા મ પરમેશ્વરેં પવિત્ર ભવિષ્યવક્તં દુવારા કેંદું હે. 22ઝેંવું કે મૂસે કેંદું, “પ્રભુ તમારો પરમેશ્વર તમારં ભાજ્ય મહો તમારી હારુ મારી જીવો એક ભવિષ્યવક્તા મુંકલહે, ઝી કઇ વેયો તમનેં કેંહે હેંનું હામળજો.” 23પુંણ ઝી મનખ હેંના ભવિષ્યવક્તા ની વાત નેં હામળે હેંનેં પરમેશ્વર ન મનખં મહું અલગ કરવા મ આવહે અનેં હેંનેં માર નાખવા મ આવહે. 24અનેં શમૂએલ ભવિષ્યવક્તા થી લેંનેં એંનેં વાહે વાળં તક ઝેંતરા ભવિષ્યવક્તંવેં વાત કરી હેંનં બદ્દવેં એંનં દાડં ના બારા મ કેંદું હે. 25તમું બદ્દ ભવિષ્યવક્તં ન બેંટા-બીટી હે, અનેં હેંના કરાર ન ભાગિદાર હે, ઝી પરમેશ્વરેં તમારં બાપ-દાદં થી કર્યો. એંતરે હારુ પરમેશ્વરેં ઇબ્રાહેંમ નેં કેંદું, “તારા પરિવાર દુવારા બદ્દી જાતિ ન મનખં ઝી ધરતી ઇપેર હે આશિષ મેંળવહે.” 26પરમેશ્વરેં પુંતાના સેંવક નેં મરેંલં મહો પાસો જીવાડેંનેં બદ્દ કરતં પેલ તમારી કન મુંકલ્યો કે તમું મહં દરેક નેં હેંનની ભુંડાઈ મહં સુંડવેંનેં આશિષ આલે.

Tõsta esile

Share

Kopeeri

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in