એક વખત ઝર વેયા બદ્દા ભેંગા હેંતા, તર ઇસુવેં હેંનનેં આજ્ઞા આલી, “ઝર તક પરમેશ્વર બા નો કરેંલો વાએંદો ઝીની સરસા તમેં મારી થી હામળી હીતી, પૂરો નેં થાએ તર તક યરુશલેમ સેર મસ રુંકાવો અનેં હીની વાટ જુંવતા રો. કેંમકે યૂહન્નાવેં તે પાણેં મ બક્તિસ્મ આલ્યુ હે, પુંણ થુંડક દાડં પસી પરમેશ્વર તમનેં પવિત્ર આત્મા થી બક્તિસ્મ આલહે.”