પ્રેરિતોનાં ક્રત્યો 1:10-11
પ્રેરિતોનાં ક્રત્યો 1:10-11 GASNT
હેંને ટાએંમેં ઝર વેયા આકાશ મએં ભાળેં રિયા હેંતા, તર અપસુક ના બે માણસ ધોળં સિસરં પેરેંલા હેંનં કનેં આવેંનેં ઇબા રેં જ્યા, અનેં કેંવા મંડ્યા, “હે ગલીલ પરદેશ ના રેંવા વાળોં માણસોં તમું હુંકા ઇબા થાએંનેં આકાશ મએં ભાળેં રિયા હે? ઇયોસ ઇસુ ઝેંનેં પરમેશ્વરેં ઝીવી રિતી તમારી કનહો હરગ મ ઉઠાવ લેંદો હે, હીવીસ રિતી વેયો પાસો આવહે.”