માર્ક 4
4
બી વાવવા વાળા નો દાખલો
(મત્તિ 13:1-9; લુક. 8:4-8)
1ઇસુ ફેંર થી ગલીલ દરજ્યા ની ધેડેં ભાષણ આલવા મંડ્યો: અનેં ઇવી ભીડ હેંનેં કન ભીગી થાએં ગઈ કે, વેયો દરજ્યા મ એક નાવ ઇપેર સડેંનેં બેંહેંજ્યો, અનેં બદ્દ મનખં દરજ્યા નેં ધેડેં ઇબં રિય. 2ઇસુ હેંનનેં દાખલં મ ઘણી બદી વાતેં હિકાડવા મંડ્યો, અનેં એંના ભાષણ મ હેંનનેં કેંદું, 3હામળો! “એક ખેડુત પુંતાના ખેંતર મ કઇક બી વાવવા હારુ નકળ્યો. 4વાવતી વખતેં થુંડુંક બી વાટ નેં મેરં પડ્યુ અનેં આકાશ ન હુંલં આવેંનેં વેંણેં ખાએંજ્ય. 5થુંડુંક બી પાણં વાળી જમી મ પડ્યુ, ઝાં હેંનેં ઉંડી ગાર નેં મળવા થકી જલ્દી ઉગેં આયુ, 6અનેં ઝર વદાર તોપ તઇપો તે વેયુ બળેંજ્યુ, કેંમકે હેંનં મૂળં વદાર ઉંડે નેં જાવા ને લેંદે હુકાએંજ્યુ. 7થુંડુંક બી તે ઝાડજ્ય મ પડ્યુ, અનેં ઝાડજ્યી વદેંનેં હેંનેં દાબેં દેંદું, અનેં વેયુ ધાન નેં પાક્યુ. 8પુંણ થુંડુંક બી તાજી જમી મ પડ્યુ, અનેં ઉગ્યુ અનેં વદેંનેં પાક્યુ, અમુક તરી ગણું, અમુક હાએંટ ગણું, અનેં અમુક હો ગણું ધાન પાક્યુ.” 9ફેંર ઇસુવેં કેંદું, “ઝી મારી વાતેં હામળવા માંગે હે વેય હામળેં લે.”
દાખલં મ વાત કરવા નું મતલબ
(મત્તિ 13:10-17; લુક. 8:9-10)
10બાદ મ ઝર ઇસુ હેંનં બાર સેંલં અનેં અમુક મનખં નેં હાતેં એંખલો હેંતો, તર હેંનવેં હેંનેં પૂસ્યુ, કે દાખલં મ વાત કરવા નું હું મતલબ હે. 11ઇસુવેં હેંનનેં કેંદું, “તમનેં તે પરમેશ્વર ના રાજ ના ભેદ ની હમજ આલીલી હે, પુંણ ઝી મારી ઇપેર વિશ્વાસ નહેં કરતં હેંનં હારુ બદ્દી વાતેં દાખલં મ કીદી હે.” 12એંતરે કે પવિત્ર શાસ્ત્ર નું વેયુ વસન પૂરુ થાએ ઝી લખેંલું હે, કે “વેય ભાળે તે હે પુંણ હેંનનેં કઇ ભાળવા નહેં જડતું, અનેં હામળે તે હે પુંણ વેય કઇ હમજતં નહેં; અગર હેંમ થાતું તે વેય પસ્તાવો કરતં, અનેં હેંનનેં પરમેશ્વર માફ કર દેંતો.”
બી વાવવા વાળા દાખલા નો ખોંલાસો
(મત્તિ 13:18-23; લુક. 8:11-15)
13ફેંર ઇસુવેં હેંનનેં કેંદું, “અગર તમું એંના દાખલા નેં નહેં હમજેં સક્તં, તે હેંનં બદ્દ દાખલં નેં હુંદં કેંકેંમ હમજહો, ઝી હૂં હઝુ વતાડવાનો હે?” 14એંના દાખલા નો અરથ એંમ હે. ઝી પરમેશ્વર નું વસન વાટે હે, વેયુ બી વાવવા વાળા ખેડુત નેં જેંમ હે. 15ઝી બી રસ્તા નેં મેરં પડ્યુ વેયુ એંવં મનખં નેં જેંમ હે ઝી પરમેશ્વર નું વસન તે હામળે હે, પુંણ શેતાન તરત આવે હે અનેં હેંનં ન મન મહું હેંના વસન નેં સુંર લેં જાએ હે, ઝી હેંનવેં હામળ્યુ હેંતું. 16ઝી બી પાણં વાળી જમી ઇપેર પડ્યુ વેયુ એંવં મનખં નેં જેંમ હે, ઝી પરમેશ્વર નું વસન હામળેંનેં તરત આનંદ થી ગરહણ કરેં લે હે. 17પુંણ પરમેશ્વર નું વસન હેંનં ના હડદા મ ઉંડાઈ થી નેં રાખવા ને લેંદે વચન થુંડકેંસ દાડં હારુ રે હે; હેંના પસી વસન ને લેંદે હેંનનેં ઇપેર દુઃખ નેં તે સતાવ થાએ હે, તે વેય તરત પરમેશ્વર ના વસન ઇપેર વિશ્વાસ કરવો સુંડ દે હે. 18ઝી બી ઝાડજ્યી મ પડ્યુ વેયુ એંવં મનખં નેં જેંમ હે, ઝેંનવેં પરમેશ્વર નું વસન હામળ્યુ, 19પુંણ એંના જીવન ના બારા મ સિન્તા અનેં ધનવાન બણવા ની સાહત અનેં બીજી વસ્તુ ની લાલસ હેંનં ન જીવન મ આવે હે, અનેં ઇની વાત ને લેંદે એંવં મનખં પરમેશ્વર ના વસન નેં ભુલેં જાએ હે, અનેં વેય હેંનં કામં નેં નહેં કરતં ઝી પરમેશ્વર હેંનં થી સાહે હે. 20“અનેં ઝી બી તાજી જમી મ પડ્યુ વેયુ એંવં મનખં નેં જેંમ હે, ઝી પરમેશ્વર નું વસન હામળેંનેં ગરહણ કર લે હે, અનેં વેય હેંના વસન ઇપેર વિશ્વાસ કરે હે: તર વેય ઝી પરમેશ્વર સાહે હે વેયુ કામ કરે હે. તે વેય હેંના તાજા ધાન નેં જેંમ હે, ઝી અમુક તરી ગણું, અમુક હાએંટ ગણું અનેં અમુક હો ગણું થાએ હે.”
સમની નો દાખલો
(લુક. 8:16-18)
21ઇસુવેં હેંનનેં એક બીજો દાખલો વતાડ્યો, “કુઇ મનખ સમની બાળેં નેં ટુંપલા કે ખાટલાનેં હેંઠણ નહેં મેંલતું, પુંણ હેંનેં ઉંસાઈ મ મેંલવા મ આવે હે, એંતરે કે હેંનું ઇજવાળું સ્યારેં મેર આવેં સકે.” 22મારું કેંવાનું અરથ હે, પરમેશ્વર દરેક હીની વાતં નેં પરગટ કરહે, ઝેંનેં મનખં હઝુ તક નહેં જાણતં. વેયો દરેક વાતં ની જાણ કરાવ દેંહે ઝી હઝુ તક અજાણી હે. 23ફેંર ઇસુવેં કેંદું, “ઝી મારી વાતેં હામળવા માંગે હે વેય હામળેં લે.”
24ફેંર ઇસુવેં હેંનનેં કેંદું, “ધિયાન રાખો કે તમું હું હામળો હે. ઝેંના માપ થી તમું માપો હે, વેના થીસ તમારી હારુ હુંદું માપવામ આવહે, અનેં તમનેં હઝુ વદાર આલવા મ આવહે.” 25ઝેંનેં કન હમજવા ની અસ્યા હે ઝી હૂં હિક આલું હે પરમેશ્વર હેંનેં વદાર હમજ આલહે. પુંણ ઝી બી ઇયુ હમજવા ની અસ્યા નહેં રાખતું, કે હૂં હું હિકાડું હે, તે હેંનેં કન ઝી કઇ હમજ હે, પરમેશ્વર હેંનેં હુંદો હેંનેં કનહી લેં લેંહે.
ઉગવા વાળા બી નો દાખલો
26ફેંર ઇસુવેં કેંદું, “પરમેશ્વર નું રાજ એંવું હે, ઝેંમ કુઇ ખેડુત ખેંતર મ બી વાવે, 27અનેં રાતેં ખેડુત હુએં જાએ હે અનેં દાડે નો કામ કરે, અનેં વેયુ બી ઉગે હે, અનેં વદે હે, પુંણ ખેડુત નહેં જાણતો કે વેયુ કેંકેંમ વદે હે. 28ગાર ઇની મેતેં-મેતેં બી નેં ઉગાડે હે, પેલ ધરહો ઉગે હે, અનેં વદેંનેં ઉમન્યી મ દાણા બણે હે, અનેં ધાન પાકેં જાએ હે. 29ઝર ધાન અસલ રિતી થી પાકેં જાએ હે, તર ખેડુત તરત મજૂરં નેં ધાન વાડવા હારુ મુંકલે હે, કેંમકે હાવુ વાડવા ની વખત આવી ગઈ હે.”
રાઈ ના દાણા નો દાખલો
(મત્તિ 13:31-32,34; લુક. 13:18-19)
30ઇસુવેં ફેંર એક બીજો દાખલો વતાડ્યો, આપું પરમેશ્વર ના રાજ ની બરાબરી કઈ વસ્તુ થી કરજ્યે? એંના દાખલા નેં દુવારા આપું એંનો ઉકેંલ કરેં સકજ્યે. 31ઇયુ રાઈ ના દાણા નેં જેંમ હે: ઝર જમીન મ વેયુ વાવે દેવાએ હે, તે જમી મ બદ્દ બી કરતં નાનું બી હે, 32“પુંણ વવાયા પસી વેયુ ઉગેંનેં બદ્દા સુંડ કરતં મુંટું થાએં જાએ હે. અનેં ઇની ઇવી મુટી ડાળજ્યી નકળે હે, કે આકાશ મ ઉડવા વાળં હુંલં હેંના સાએંલા મ વસવાટ કરે હે.”
33ઇસુ હેંનનેં ઇવી રિત ના ઘણા બદા દાખલા આલેં-આલેંનેં હેંનની હમજ નેં જેંમ વસન હમળાવતો હેંતો. 34વેયો મનખં નેં પરમેશ્વર ના રાજ ના બારા મ વતાડવા હારુ હમેશા દાખલં દુવારા હિક આલતો હેંતો. પુંણ અલગ થી વેયો એંનં સેંલંનેં બદ્દી વાતં નો અરથ હુંદો વતાડતો હેંતો.
ઇસુ વાએંરા નેં ટાડું પાડે હે
(મત્તિ 8:23-27; લુક. 8:22-25)
35હેંનેસ દાડે હાંજ ના ટાએંમેં હેંને પુંતાનં સેંલંનેં કેંદું, “આવો, આપું પેંલે પાર જાજ્યે.” 36સેંલા હુંદા ભીડ નેં સુંડેંનેં હીનીસ નાવ મ ઇસુ નેં હાતેં જાતારિયા ઝીની નાવ મ વેયો બેંઠો હેંતો. અનેં બીજી ઘણી નાવ મ મનખં ઇસુ નેં વાહેડ જ્ય. 37-38ઇસુ નાવ ના વાહલા ભાગ મ ઉસિકા ઇપેર માથું મેંલેંનેં હુતો હેંતો. અપસુક નું જુંર થી વાએંરું આવવા મંડ્યુ અનેં ઉસી-ઉસી ઝાભોળેં વાગવા લાગી, અનેં પાણેં નાવ મ ભરાવા મંડ્યુ. તર સેંલંવેં ઇસુ નેં જગાડ્યો અનેં કેંદું, હમું બદ્દા બુડવા કરજ્યે હે, અનેં તનેં કઇ સિન્તાસ નહેં? 39“તર ઇસુ ઉઠેંનેં વાએંરા નેં વળગ્યો, અનેં દરજ્યા નેં કેંદું, ટાડો રે, અનેં થમેં જા! અનેં વાએંરું થમેં જ્યુ અનેં ઘણી શાંતિ થાઈ ગઈ.” 40તર હેંને સેંલંનેં પૂસ્યુ, “તમું હુંકા સમકો હે? હું તમનેં હઝુ હુંદો વિશ્વાસ નહેં?” 41વેયા ઘણા સમકેં જ્યા અનેં એક બીજા નેં કેંવા મંડ્યા, “આ કુંણ હે કે વાએંરું અનેં પાણેં હુંદું હેંનો હોકમ માને હે?”
S'ha seleccionat:
માર્ક 4: GASNT
Subratllat
Comparteix
Copia

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.