માર્ક 3

3
હાથેં લખુવો થાએંલા માણસ નેં હાજો કરવો
(મત્તિ 12:9-14; લુક. 6:6-11)
1ઇસુ ફેંર થી એક બીજા આરમ ને દાડે ગિરજા મ જ્યો, તાં એક માણસ હેંતો ઝેંનેં હાથેં લખુવો થાએંજ્યો હેંતો, 2અનેં ફરિસી ટુંળા ન મનખં ઇસુ ઇપેર દોષ લગાડવા હારુ મુંખો જુંવતં હેંતં, કે વેયો આરમ ને દાડે હાથેં લખુવો થાએંલા માણસ નેં હાજો કરે હે કે નહેં કરતો. 3હેંને હેંના માણસ નેં કેંદું, “બદ્દ મનખં નેં વસ મ ઇબો થાએં જા.” 4અનેં ઇસુવેં હેંનનેં કેંદું; “હું આરમ ને દાડે ભલું કરવું તાજું હે કે ભુંડું કરવું, જીવ નેં બસાવવો કે મારવો?” પુંણ વેયા સપ રિયા. 5ઇસુવેં હેંનં ના મન ની કઠણતા થી દુઃખી થાએંનેં, હેંનનેં ગુસ્સા થી સ્યારેં બાજુ ભાળ્યુ, અનેં હેંના માણસ નેં કેંદું, “પુંતાનો હાથ લાંબો કર. તર હેંને હાથ લાંબો કર્યો, અનેં હેંનો હાથ અસલ થાએંજ્યો.” 6તર ફરિસી ટુંળા ન મનખંવેં બારતં જાએંનેં તરત હેરોદેસ રાજા નેં હાત આલવા વાળં મનખં નેં હાતેં ઇસુ ના વિરુધ મ ગુંઠમણી કરવા મંડ્ય કે કીવી રિતી હેંનેં માર દડજ્યે.
મનખં નો ટુંળો ઇસુ નેં વાહેડ જાએ હે
7-8તર ઇસુ અનેં હેંના સેંલા ગલીલ દરજ્યા મએં જ્યા, અનેં મનખં નો એક મુંટો ટુંળો ઇસુ નેં વાહે થાએંજ્યો. વેય મનખં ગલીલ પરદેશ, યરુશલેમ સેર, યહૂદિયા પરદેશ ન અમુક સેરં થી, અનેં ઇદુમીયા પરદેશ અનેં યરદન નદી ની ઉગમણી જગ્યા, અનેં સોર અનેં સિદોન સેર ની આજુ-બાજુ ની જગ્યા મહં આય હેંતં. ઇય બદ્દ મનખં ઇસુ કનેં એંતરે હારુ આય કે હેંનવેં હેંનં બદ્દ મુંટં કામં ના બારા મ હામળ્યુ હેંતું ઝી વેયો કરેં રિયો હેંતો. 9ભીડ થાવા ને લેંદે, ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “મનેં બેંહવા હારુ એક નાની નાવ લેં આવો એંતરે કે મનખં મનેં ધકુંલેં નેં સકે.” 10હેંને દાડે ઇસુવેં ઘણં બદ્દ મનખં નેં હાજં કર્ય. એંને લેંદે, ઘણં બદ્દ બેંમાર મનખં હેંનેં આજુ-બાજુ ભીડ લગાડેં રિય હેંતં. અનેં હેંનેં અડવા હારુ કોશિશ કરતં હેંતં. 11ઝર બી ભૂતડં ભરાએંલં મનખં ઇસુ નું ઇજત કરવા હારુ, મોડા ભેર હેંનેં હામેં પડેં જાતં અનેં સિસાતં જાએંનેં કેંતં હેંતં, કે “તું પરમેશ્વર નો બેંટો હે.” 12તર ઇસુવેં ભૂતડં નેં સેતવણી આલી કે મનખં નેં નહેં વતાડો કે હૂં કુંણ હે.
બાર સેંલંનેં પસંદ કરવા
(મત્તિ 10:1-4; લુક. 6:12-16)
13એંનેં પસી ઇસુ નજીક ના ડુંગોર ઇપેર જ્યો, અનેં હેંનનેં બુંલાયા ઝેંનનેં વેયો સાહતો હેંતો કે વેયા હેંના પસંદ કરેંલા સેંલા થાવા હારુ હેંનેં હાતેં જુંડાએ, અનેં વેયા ઇસુ કનેં આયા. 14હેંને હેંનં મહા બાર માણસં નેં પુંતાના પસંદ કરેંલા સેંલા થાવા હારુ બુંલાયા, હેંને એંવું એંતરે હારુ કર્યુ કે વેયા હેંનેં હાતેં-હાતેં રે, અનેં હેંનનેં મુંકલે કે વેયા પરસાર કરે. 15અનેં ઇસુવેં હેંનનેં ભૂતડં કાડવાનો હુંદો અધિકાર આલ્યો. 16ઇયા વેહ બાર સેંલા હે ઝેંનનેં ઇસુવેં પસંદ કર્યા હેંતા, શમોન ઝેંનું નામ હેંને પતરસ રાખ્યુ, 17અનેં જબ્દી નો સુંરો યાકૂબ અનેં હેંનો નાનો ભાઈ યૂહન્ના, ઝેંનનં નામં ઇસુવેં બુઅનરગિસ રાખ્યુ, ઝેંનો અરથ હે ગાજવા વાળા નેં જેંમ માણસ. 18અનેં શમોન નો નાનો ભાઈ અન્દ્રિયાસ, અનેં ફિલિપ્પુસ, અનેં બરતુલમૈ, અનેં મત્તિ, અનેં થુંમો, અનેં હલફઈ નો સુંરો યાકૂબ, અનેં તદૈ, અનેં બીજો શમોન, વેયો ઝી રોમી સરકાર ના વિરુધ મ હેંતા હેંના દલ નો માણસ હેંતો, 19અનેં યહૂદા ઈસ્કરિયોતી ઝેંને ઇસુ નેં હવાડ હુંદો દેંદો.
ઇસુ અનેં શેતાન
(મત્તિ 12:22-32; લુક. 11:14-23; 12:10)
20ઇસુ એક ઘેર મ આયો: અનેં ઘણં બદં મનખં ભેંગં થાએંજ્ય. વેયો અનેં હેંના સેંલા રુંટો હુંદો નેં ખાએં સક્યા. 21ઝર એંન પરિવાર વાળેં ઇયુ હામળ્યુ, તે વેય ઇસુ નેં એંન ઘેર લેં જાવા હારુ આય; કેંમકે વેય કેંતં હેંતં કે એંનું મગજ ઠેંકણે નહેં.
22મૂસા નું નિયમ હિકાડવા વાળા હુંદા ઝી યરુશલેમ સેર થી આયા હેંતા, “એંમ કેંતા હેંતા, કે હેંનેં મ શેતાન હે, અનેં વેયો ભૂતડં ના મુખિયા, શેતાન ની મદદ થકી ભૂતડં નેં કાડે હે.”
23ફેંર ઇસુ હેંનનેં ટીકે બુંલાવેંનેં દાખલં મ કેંવા મંડ્યો, “હું શેતાન પુંતાનસ ભૂતડં નેં મનખં મહી બારતં જાવા હારુ મજબૂર કરહે? ના, હેંમ કેંરં યે નેં કરે.” 24અગર એક દેશ અલગ-અલગ ભાગ મ વટાએંલું વેહ અનેં મએં એક-બીજા હાતેં ઝઘડા કરતં રે, તે વેયુ દેશ ટકેં નેં રે. 25અગર એક પરિવાર ન મનખં એક-બીજા મ વળગાતં રે, તે વેયો પરિવાર વખેંરાએં જાહે. 26અનેં અગર શેતાન પુંતે વિરુદી થાએંનેં પુંતાનં ભૂતડં મસ ઝઘડો કરે, તે વેયો ટકેં નેં રે. હેંનો તે પૂરો નાશ થાએં જાહે.
27“કુઇ માણસ કયાક જુંર વાળા ના ઘેર મ ભરાએંનેં હેંનો માલ નહેં લુટેં સક્તો, ઝાં તક કે વેયો પેલ જુંર વાળા નેં બાંદેં નેં લે, અનેં તર હેંના ઘેર નેં લુટેં લેંહે.”
28“હૂં તમનેં હાસ્સું કું હે કે મનખં ના બદ્દા પાપ અનેં નિંદા ઝી વેય પરમેશ્વર નેં વિરુધ મ કરે હે, હેંનેં પરમેશ્વર માફ કરહે,” 29“પુંણ ઝી કુઇ પવિત્ર આત્મા નેં વિરુધ નિંદા કરે, હેંનેં પરમેશ્વર કેંરં યે માફ નેં કરે: પુંણ હેંના મનખ નેં હમેશા હારુ ગુંનેગાર ઠરાવા મ આવહે.” 30ઇસુવેં ઇયુ બદ્દું એંતરે હારુ કેંદું, કેંમકે વેયા એંમ કેંતા હેંતા કે હેંનેં મ ભૂત હે.
ઇસુ ની આઈ અનેં એંના ભાઈ
(મત્તિ 12:46-50; લુક. 8:19-21)
31ફેંર ઇસુ ની આઈ અનેં એંના ભાઈ આયા, અનેં ઘેર નેં બારતં ઇબં રેંનેં કેંનેંક નેં હેંનેં બુંલાવા હારુ મુંકલ્યુ. 32અનેં ઝી મનખં ઇસુ નેં આજુ-બાજુ બેંઠેંલં હેંતં, હેંનવેં હેંનેં કેંદું, “ભાળ તારી આઈ અનેં તારા ભાઈ બારતં તનેં જુંવે હે.” 33ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “મારી આઈ અનેં મારા ભાઈ કુંણ હે?” 34ફેંર ઇસુવેં હેંનં મનખં મએં ઝી હેંનેં આજુ-બાજુ બેંઠં હેંતં, નજર કરેંનેં કેંદું, “ભાળો મારી આઈ અનેં મારા ભાઈ ઇય હે. 35કેંમકે ઝી કુઇ પરમેશ્વર ની અસ્યા ઇપેર સાલે, વેયોસ મારો ભાઈ, અનેં મારી બુંન, અનેં મારી આઈ હે.”

S'ha seleccionat:

માર્ક 3: GASNT

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió