YouVersion Logo
Search Icon

પ્રેરિત કેલે કામે 8

8
શાઉલ વિશ્વાસી લોકુપે સતાવ કેહે
1શાઉલ સ્તેફનુ મોતુકી પુરી રીતે સહમત આથો, તીયાજ દિહુલે યરુશાલેમ શેહેરુ મંડળીપે મોડો સતાવ વેરા લાગ્યો, આને ચેલા સિવાય બાદા વિશ્વાસી લોક યહુદીયા આને સમરુન વિસ્તારુમે વિખરાય ગીયા. 2આને થોડાક ધર્મી લોકુહુ જે પરમેહેરુ આદર કેતલા, તીયાહા સ્તેફનુલે કબરુમે થોવ્યો; આને તીયા ખાતુરે ખુબ રોળ્યા. 3પેન શાઉલ મંડળી લોકુહુને સતાવી રેહલો; આને કોઅ-કોઅ જાયને વિશ્વાસી આદમીહીને આને બાયુહુને કોમેને તાંઇ કાડીને જેલુમે કોંડી દેતલો.
સમરુન જીલ્લામે ફિલિપ
4પેન જે વિશ્વાસી લોક વિખરાય ગેહલે, તે જીહી-જીહી જાતલે તીહી સુવાર્તા ઉનાવતે ફીરતલે. 5આને ફિલિપ સમરુની વિસ્તારુ એક શેહેરુમે જાયને લોકુહુને ખ્રિસ્તુ વિશે પ્રચાર કેરા લાગ્યો. 6ફિલિપ જે-જે ચમત્કાર કેતલો, તીયાલે લોક હેતલા, તીયા ખાતુર, તીયા ગોઠ લોક ધ્યાન લાગવીને ઉનાતલે. 7કાહાકા જાંહા ફિલિપુહુ હુકુમ કેયો, તાંહા ખુબુજ લોકુમેને પુથ મોડા આવાજુકી બોમબ્લીને નીગી ગીયો, આને ખુબુજ લોખવાવાલે માંહે આને લેંગળે બી હારે વી ગીયે. 8આને તીયા શેહેરુ ખુબુજ લોક ખુશ વી ગીયા.
શિમોન જાદુગર
9તીયા શેહેરુમે શિમોન નાવું એક માંહુ આથો, તોઅ જાદુ ટોના કીને સમરુની વિસ્તારુ જીલ્લા લોકુહુને ચકિત કેતલો, આને પોતાલે માહાન વ્યક્તિ હાય એહેકી આખતલો. 10આને તીયા શેહેરુ હાને-મોડે બાદે માંહે તીયા આદર કીને આખતેલે, “પરમેહેરુ જે માહાન શક્તિ આખાહે, તે શક્તિ ઇ માંહુ હાય.” 11તીયા શિમોનુહુ ખુબુજ લાંબા સમયુકી પોતા જાદુ કામુકી તીયા લોકુહુને ચકિત કી રાખલે, ઈયા ખાતુરે તીયાલે તે લોક ખુબ માનતલા. 12જાંહા લોકુહુ પરમેહેરુ રાજ્ય આને ઇસુ ખ્રિસ્તુ નાવુ સુવાર્તામે ફિલિપુ સંદેશુલે ઉનાયને વિશ્વાસ કેયો, તાંહા બાદા આદમીહી આને બાયુહુ બાપ્તીસ્મો લેદો. 13તાંહા શિમોનુહુ બી પોતે ફિલિપુ સંદેશુપે વિશ્વાસ કેયો, આને બાપ્તીસ્મો લીને ફિલિપુ આરી રાંઅ લાગ્યો, આને ચમત્કાર આને મોડે-મોડે સામર્થ્ય કામે વેતે હીને ચકિત વેતલો.
સમરુની જીલ્લા લોક પવિત્રઆત્મા મીલવુતાહા
14જાંહા યરુશાલેમ શેહેરુમે જે ચેલા આથા, તે ઉનાયા કા સમરુની જીલ્લામે લોકુહુ પરમેહેરુ વચન માની લેદોહો, તાંહા પિત્તર આને યોહાનુલે તીયાહી મોકલ્યા. 15આને તીયાહા તીહી પોચીને, તીયા લોકુ ખાતુરે પ્રાર્થના કેયી, કા તે પવિત્રઆત્મા મીલવે. 16કાહાકા પવિત્ર તીયા લોકુમેને કેડાપે બી નાહ આલો, તીયાહા તા ખાલી પ્રભુ ઇસુ નાવુકી બાપ્તીસ્મો લેદલો. 17તાંહા પિત્તર આને યોહાનુહુ તીયાપે આથ થોવ્યો, આને તીયાહા પવિત્રઆત્મા મીલવ્યો.
શિમોનુ પાપ
18જાંહા શિમોનુહુ હેયો, કા ચેલા આથ થોવતાજે પવિત્રઆત્મા મીલેહે, તાંહા પવિત્રઆત્મા વેચાતો લાંઅ ખાતુરે તીયાહી પોયસા લાવીને આખ્યો, 19“ઓ અધિકાર માન બી આપા, કા જીયા કેડાપે બી આંય આથ થોવુ તીયાલે પવિત્રઆત્મા મિલે.” 20તાંહા પિત્તરુહુ શિમોનુલે આખ્યો, “તુયુહુ પરમેહેરુ દાન પોયસાકી વેચાતો લાંઅ વિચાર કેયોહો, તીયા ખાતુરે તોઅ આરી તોઅ પોયસા બી નાશ વેઅ.
21ઈયુ સેવામે તુ ભાગીદાર નાહ; કાહાકા તોઅ મન પરમેહેરુ આગલા હાચો નાહ. 22ઈયા ખાતુરે પોતા ઈયા ખારાબ વિચારુ ખાતુરે, પાસ્તાવો કે, આને પ્રભુલે પ્રાર્થના કે, કાદાચ પરમેહેર તોઅ ખારાબ વિચારુહુને માફ કી દી. 23આને તોઅ ખારાબ વિચારુકી ફીર, કાહાકા તોઅ મન આદરાયુકી પોરાલો હાય, આને તુ પાપુ ગુલામીમે હાય.” 24શિમોનુહુ જવાબ દેદો, “જે ગોઠયા તુમુહુ આખ્યાહા, તે માઅ જીવનુમે નાય આવી પોળે, તીયા ખાતુરે તુમુહુ પરમેહેરુલે પ્રાર્થના કેરા.”
25તાંહા પિત્તર આને યોહાન પ્રભુ ઇસુ વિશે સાક્ષી આપીને, આને વચન ઉનાવીને યરુશાલેમ શેહેરુમે જાતા સમયુલે, તીયાહા સમરુની વિસ્તારુ ખુબુજ ગાંવુમે સુવાર્તા પ્રચાર કેયો.
ફિલિપ આને ઈથિયોપિયા દેશુ અધિકારી
26ફાચે પ્રભુ એક હોરગા દુતુહુ ફિલિપુલે આખ્યો, “તીયાર વેઅ, દક્ષિણ દિશાવેલ તીયુ વાટીપે જો, જે વાટ યરુશાલેમ શેહેરુમેને ગાઝા શેહેરુવેલ જાહે, તે વાટ હુના જાગામે રાખીને જાહે.” 27તાંહા ફિલિપ તીયાર વીને ગીયો, આને અચાનક વાટે તીયાલે ઈથિયોપિયા દેશુ એક માંહુ મીલ્યો, આને તોઅ ઇજળો આથો, તોઅ ઈથિયોપિયા દેશુ રાની ખાશ અધિકારી આથો, આને બાદા ખજાના દેખભાલ કેતલો, આને તીયાં ભાષામે લોક તીયુ રાણીલે કંદિકા આખતલા, આને તોઅ આરાધના કેરા ખાતુરે યરુશાલેમુમે આલ્લો. 28આને તોઅ રથુમે બોહીને પોતા દેશુમે ફાચો જાતલો, આને યશાયા ભવિષ્યવક્તા ચોપળી મોડા-મોડા વાંચતો જાતલો. 29તાંહા પવિત્રઆત્માહા ફિલિપુલે આખ્યો, “જાગે જાયને તીયા રથુ આરી જો.” 30તાંહા ફિલિપ દોવળીને તીયા રથુહી પોચ્યો, આને તીયાલે યશાયા ભવિષ્યવક્તા ચોપળી વાંચતા ઉનાયો, આને ફિલિપુહુ તીયાલે ફુચ્યો, “જો તુ વાચોહો તોઅ કાય તુલે હોમજાહે કા?” 31તીયાહા આખ્યો, “કાદાચ માને કેડો હોમજાવનારો નાય વેતા, તા આંય ઇયાલે નાહ હોમજી સેકતો,” આને તીયાહા ફિલિપુલે વિનંતી કેયી, કા રથુપે ચોળી આવ, આને માઅ પાહી બોહ, તાંહા ફિલિપ રથુપે ચોળીને તીયા આરી બોહી ગીયો. 32પવિત્રશાસ્ત્ર જો અધ્યાય તોઅ વાચતલો, તોઅ ઓ આથો:
“જીયાલે માય ટાકા માટે લી જાતેહે, તેહેડા ઘેટા હોચે તોઅ આથો,
આને જેહકી ઘેટો પોતા રુગાહાને કાતરુનારા હુબુર ઠાકોજ રેહે, તેહકીજ
તોઅ બી ઠાકોજ રીયો, 33તીયાલે અપમાનિત કેયો, આને તીયાલે ન્યાય નાય મીલ્યો,
કાદાચ કેડો બી તીયા વંશુ વિશે આખી નાહ સેકતા, કાહાકા ઈયા પેલ્લા તોરતીપે તીયા એગુહુ વંશ વેતો, લોકુહુ તીયાલે માય ટાક્યો.”
34ઈયા ખાતુરે ખોજાહા ફિલિપુલે ફુચ્યો, “આંય તુલે વિનંતી કીહુ, એ ગોઠ ભવિષ્યવક્તા કેડા વિશે આખતાહા, પોતા વિશે કા બીજા વિશે?” 35તાંહા ફિલિપુહુ ગોગા શુરુ કેયો, આને પવિત્રશાસ્ત્રમે જો ભાગ, તોઅ વાચતલો તીહીને ફિલિપુહુ ચાલુ કેયો, આને તીયાલે ઇસુ વિશે સુવાર્તા ઉનાવી, ઈયા ખાતુરે તોઅ અધિકારી (ખોજો) હોમજી ગીયો, આને ઇસુપે વિશ્વાસ કેયો. 36આને વાટે ચાલતા-ચાલતા તે એક તાલાવુહુ આવી પોચ્યા, તાંહા ખોજાહા ફિલિપુલે આખ્યો, “હેઅ, ઇહી તાલાવ હાય, આમી માને બાપ્તીસ્મો લાંઅ કાય વાંદો હાય?” 37ફિલિપુહુ આખ્યો, “કાદાચ તુ પુરા મનુકી ઇસુપે વિશ્વાસ કેતો વેરી તા, તુ બાપ્તીસ્મો લી સેકોહો,” તીયાહા જવાબ દેદો, “આંય વિશ્વાસ કીહુ કા ઇસુ ખ્રિસ્તુજ પરમેહેરુ પોયરો હાય.” 38તાંહા તીયાહા રથ ઉબી રાખા, આજ્ઞા કેયી, આને ફિલિપ આને ખોજો બેનુ તાલાવુમે ઉતી પોળ્યા, આને ફિલિપુહુ તીયાલે બાપ્તીસ્મો દેદો. 39જાંહા તે પાંયુમેને બારે નીગ્યા, તાંહા પ્રભુ આત્મા ફિલિપુલે ઉઠાવી લી ગીયો, આને ખોજાહા તીયાલે ફાચો નાય હેયો, આને પરમેહેરુહુ વાચાવી લેદોહો, એહકી વિચારીને તોઅ આનંદ કેતો પોતા દેશુમે જાતો રીયો. 40પેન ફિલિપ અશ્દોદ શેહેરુમે આલો, આને જાંવ લોગુ તોઅ કૈસરિયા શેહેરુમે નાહ પોચ્યો, તામ લોગુ તીયાહા દરેક ગાંવુમે સુવાર્તા પ્રચાર કેતો, આને એક જાગાપેને બીજી જાગાપે મુસાફરી કેતો રીયો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in