તાંહા પવિત્રઆત્માહા ફિલિપુલે આખ્યો, “જાગે જાયને તીયા રથુ આરી જો.” તાંહા ફિલિપ દોવળીને તીયા રથુહી પોચ્યો, આને તીયાલે યશાયા ભવિષ્યવક્તા ચોપળી વાંચતા ઉનાયો, આને ફિલિપુહુ તીયાલે ફુચ્યો, “જો તુ વાચોહો તોઅ કાય તુલે હોમજાહે કા?” તીયાહા આખ્યો, “કાદાચ માને કેડો હોમજાવનારો નાય વેતા, તા આંય ઇયાલે નાહ હોમજી સેકતો,” આને તીયાહા ફિલિપુલે વિનંતી કેયી, કા રથુપે ચોળી આવ, આને માઅ પાહી બોહ, તાંહા ફિલિપ રથુપે ચોળીને તીયા આરી બોહી ગીયો.