તાંહા અનન્યા જીહી શાઉલ આથો, તીયા કોમે આલો, આને તીયાપે પોતા આથ થોવીને આખ્યો, “ઓ માઅ પાવુહુ શાઉલ, તુ ઇહી આવતલો, તાંહા વાટીપે તુલે દર્શન આપનારો, ઇસુ એટલે પ્રભુ, જીયાહા માને મોકલ્યોહો, કા તુ ફાચો હી સેકો, આને પવિત્રઆત્માકી ભરપુર વી જાંવ.” આને તુરુતુજ તીયા ડોંઆમેને સોતરા જેહેડો કાવીહી નીગી પોળ્યો, આને તોઅ હેરા લાગ્યો, આને ઉઠીને બાપ્તીસ્મો લેદો.