YouVersion Logo
Search Icon

માર્ક 7

7
રિતી-રિવાજ પાળવા નો સવાલ
(મત્તિ 15:1-9)
1એક દાડો ફરિસી ટુંળા ન મનખં અનેં અમુક મૂસા નું નિયમ હિકાડવા વાળા ઝી યરુશલેમ સેર થી આય હેંતં, ઇસુ કન ભેંગં થાય. 2હેંનવેં ઇસુ ન અમુક સેંલંનેં હાથ ધુયા વગર ખાવાનું ખાતં ભાળ્યા, ઝેંનો અરથ એંમ હે કે હેંનવેં યહૂદી રિવાજ ને પરમણે પુંતાના હાથ ધુયા નેં હેંતા. 3કેંમકે ફરિસી ટુંળા ન મનખં અનેં ઘણં બદં યહૂદી મનખં, ખાવાનું ખાવા થી પેલ હમેશા બાપ-દાદં ના રિવાજ પરમણે પુંતાનં હાથં નેં અસલ કરેંનેં ધુંવતં હેંતં. 4અનેં બજાર મહં આવવા પસી, વેય તર તક ખાવાનું નેં ખાતં હેંતં ઝર તક કે વેય પુંતાના રિવાજ ને પરમણે ઉન્ગળેં નેં પુંતાનેં સાફ નેં કર લે. હેંનં ન બાપ-દાદં ના એંવા ઘણા રિવાજ હેંતા ઝી માનતં હેંતં ઝીવી રિતી વાટકા અનેં કળજ્યા, અનેં તાંબા ન રાસડં ધુંવં-માજવં.
5એંતરે હેંનં ફરિસી ટુંળા ન મનખંવેં અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળેં ઇસુ નેં પૂસ્યુ, “તારા સેંલા હુંકા હમારા બાપ-દાદં ના રિવાજ નહેં પાળતા, વેયા અબડાએંલા હે કેંમકે વેયા હમારા રિવાજ ને પરમણે પુંતાના હાથ ધુયા વગર ખાવાનું ખાએ હે.” 6ઇસુવેં હેંનં ન જવાબ આલ્યો, “યશાયાહ ભવિષ્યવક્તાવેં તમાર ઢોંગયં ના બારા મ એકદમ સહી ભવિષ્યવાણી કરી હે. ઝેંવું હીની સોપડી મ લખ્યુ હે, આ મનખં હોંઠં થકી તે મારું માન કરે હે, પુંણ હેંનનું મન મારી થી સિટી હે.
7ઇય બેકાર મારી આરાધના કરે હે, કેંમકે ઇય મનખં ન બણાવેંલં નિયમં નેં પરમેશ્વર નું શિક્ષણ હે, એંમ કેં નેં હિકાડે હે. 8કેંમકે તમું પરમેશ્વર ના નિયમ નેં ટાળેંનેં મનખં ના રિતી-રિવાજ નેં માનો હે.”
9ઇસુવેં હેંનનેં એંમ હુંદું કેંદું, “તમું પુંતાના રિતી-રિવાજ નેં માનવા હારુ મુટી સતુરાઈ થી પરમેશ્વર ની આજ્ઞા ટાળ નાખો હે! 10કેંમકે મૂસે કેંદું હે, તારા બા અનેં તારી આઈ નું માન કર, અનેં ઝી કુઇ પુંતાના બા કે આઈ નેં હરાપ આલે, હેંનેં જરુર મારેં નાખવા મ આવે. 11-12પુંણ તમું મનખં નેં હિકાડો હે, કે તમારે પુંતાનં આઈ-બા ની મદદ કરવા ની જરુરત નહેં, ઝી તમારં આઈ-બા હારુ હે, વેયુ પરમેશ્વર નેં દાન કરો. ઇવી રિતી તમું હેંનં ન આઈ-બા ની સેવા નહેં કરવા દેંતા. 13ઇવી રિતી થી, તમું મૂસા ના નિયમ ની આજ્ઞાવં નેં નહેં માનતં ઝી પરમેશ્વરેં તમનેં આલી હે, એંતરે હેંના રિતી-રિવાજ પાળેં સકો ઝી તમાર બાપ-દાદંવેં તમનેં આલ્યા હે. અનેં તમું ઇવી રિત ન ઘણં બદ્દ એંવં-એંવં કામ કરો હે.”
મનખં નેં મેલં કરવા વાળી વાતેં
(મત્તિ 15:10-20)
14તર ઇસુવેં મનખં નેં ફેંર એંનેં કન બુંલાવેંનેં કેંદું, “તમું બદ્દ મારી વાત નેં હામળો અનેં હમજો. 15ઇવી કઇ વસ્તુ નહેં મનખં મ બારતં હી ભરાએંનેં હેંનેં મેંલું કરે; પુંણ ઝી વસ્તુ મનખં નેં મએં હી નકળે હે, વેયેસ હેંનેં મેલું કરે હે; 16ઝી મારી વાતેં હામળવા માંગે હે વેય હામળેં લે.” 17ઝર ઇસુ ભીડ કનેં થી ઘેર મ જ્યો, તે એંનં સેંલંવેં હેંના દાખલા ના બારા મ ઇસુ નેં પૂસ્યુ; 18ઇસુવેં હેંનનેં કેંદું, “હું તમું હુંદા વણ હમજું હે? હું તમું આ નહેં હમજતા કે ઝી ખાવાનું આપું ખાજ્યે હે વેયુ આપનેં પરમેશ્વર નેં હામેં મેલું નહેં કરતું? 19કેંમકે વેયુ હેંના મન મ નહેં જાતું, પુંણ પેંટ મ જાએ હે અનેં સંડાસ મ નકળેં જાએ હે” એંમ કેં નેં ઇસુવેં બદ્દી ખાવા ની વસ્તુંનેં પરમેશ્વર ની નજર મ તાજી ઠરાવી. 20ફેંર ઇસુવેં કેંદું, “ઝી મનખં મન મ વિસારે હે, વેય વેયુસ કે હે અનેં કરે હે, વેયુસ હેંનનેં પરમેશ્વર નેં હામેં મેલં ઠરાવે હે. 21કેંમકે મએં હી, મતલબ મનખં ના મન મહી, ખરાબ-ખરાબ વિસાર, સિનાળવું કરવું, સુરી કરવી, મનખં નેં માર દડવું, અનેં બીજા બઈરા હાતેં સબંધ, 22લુંબ, ભુંડાઈ, કપટ, લુસાઈ, ખરાબ નજર, નિંદા, અભિમાન, અનેં મુરખ પણું નકળે હે; 23આ બદ્દી ખરાબ વાતેં મન મહિસ નકળે હે અનેં મનખં નેં મેલં કરે હે.”
સુરુફિનીકી જાતિ ની બજ્યેર નો વિશ્વાસ
(મત્તિ 15:21-28)
24ફેંર ઇસુ અનેં હેંના સેંલા તાં થી જાતારિયા, અનેં સોર અનેં સિદોન પરદેશ ની આજુ-બાજુ ની જગ્યા મ જ્યા. વેયો એક ઘેર મ જાતોરિયો અનેં નેં સાહતો હેંતો કે કુઇ જાણે કે વેયો તાં રુંકાએંલો હે, પુંણ મનખં નેં એકદમ ખબર પડેં ગઈ કે ઇસુ તાં હે. 25અનેં તરત એક બજ્યેર ઝીની નાની સુરી મ ભૂત હેંતો, ઇસુ ના બારા મ હામળેંનેં આવી, અનેં હેંનં પોગં મ પડી; 26વેયે બજ્યેર યૂનાની હીતી. અનેં વેયે સિરિયા પરદેશ ના સુરુફિનીકી નામ ના ઇલાકા મ જલમી હીતી. હીની બજ્યેરેં ઇસુ નેં અરજ કરી કે મારી સુરી મહો ભૂત કાડ દે. 27પુંણ ઇસુ ભાળવા માંગતો હેંતો કે વેયે બજ્યેર હેંનેં ઇપેર કેંતરો વિશ્વાસ કરે હે, એંતરે હારુ હેંને હેંનેં કેંદું, “પેલ સુંરં નેં ધાપવા દે, કેંમકે સુંરં નો રુંટો લેંનેં કુતરં નેં અગ્યેડ દડવો ઠીક નહેં.” 28વેયે બજ્યેર હમજેં ગઈ કે ઇસુ બીજી જાતિ નેં કુતરં અનેં યહૂદીય નેં પુંતાનં સુંરં કેંનેં વતાડતો હેંતો. હીની બજ્યેરેં હેંનેં કેંદું, “હાસું હે પ્રભુ; કુતરં હુંદં તે નિસં વેંરાએંલું સુંરં નું એંઠાડું ખાએં લે હે.” 29ઇસુવેં હેંનેં કેંદું, “તેં વિશ્વાસ થી જવાબ આલ્યો હે એંતરે હારુ મેંહ તારી સુરી મહો ભૂત કાડ દેંદો હે, હાવુ તું શાંતિ થી તાર ઘેર જાતિ રે.” 30બજ્યેરેં એંને ઘેર આવેંનેં ભાળ્યુ કે સુરી ખાટલા મ પડી હે, અનેં ભૂત નકળેં જ્યો હે.
ગુંગા અનેં બેરા માણસ નેં હાજો કરવો
31હેંનેં પસી ઇસુ અનેં હેંના સેંલા સોર પરદેશ ન આજુ-બાજુ ન ઇલાકં નેં સુંડેંનેં સિદોન સેર મ થાએંનેં નકળ્યા. ફેંર વેયા દસ સેર વાળા પરદેશ મ ઝી દિકાપુલિસ કેંવાતું હેંતું, તાં થાએંનેં ગલીલ દરજ્યા કનેં પોત્યા. 32તાં અમુક મનખંવેં એક બેરાનેં ઝી ગુંગો હુંદો હેંતો ઇસુ કનેં લાવેંનેં હેંનેં અરજ કરી કે એંનો હાથ હેંના માણસ ઇપેર મેંલેંનેં હેંનેં હાજો કર દે. 33તર ઇસુ હેંનેં ભીડ મ થી અલગ લેંજ્યો, અનેં પુંતાની અંગળજ્યી હેંના કાંદડં મ નાખજ્યી, હેંનેં પસી હેંને પુંતાનું થુંક પુંતાની અંગળજ્ય મ સુપડ્યુ અનેં હેંનેં થી હેંના માણસ ની જીબ નેં અડ્યો. 34અનેં હરગ હામું ભાળેંનેં લાંબો હાહ લેંદો. તર હેંને હેંના માણસ નેં કેંદું, “ઇપ્ફતહ!” ઝેંનો ઈબ્રાનિ ભાષા મ અરથ હે “ખોલાએં જા!” 35અનેં તરત વેયો માણસ હામળવા મંડે જ્યો, અનેં ઇની જીબ સુટી ગઈ, અનેં વેયો સાફ-સાફ બુંલવા મંડ્યો. 36તર ઇસુવેં મનખં નેં સેતવણી આલી કે કેંનેં નેં કેંતા વેહ; કે મેંહ હું કર્યુ હે પુંણ હેંને હેંનનેં ઝીતરી સેતવણી આલી હેંતરા વદાર વેયા પરસાર કરવા મંડ્યા. 37વેય ઘણં વિસાર કરતં થાએંજ્ય, અનેં કેંવા મંડ્ય કે “હેંને ઝી કઇ કર્યુ બદ્દું અસલ કર્યુ હે, વેયો બેરંનેં હાજં કરે હે એંતરે કે વેય હામળેં સકે અનેં ગુંગં નેં હાજં કરે એંતરે કે વેય બુંલેં સકે.”

Currently Selected:

માર્ક 7: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in