YouVersion Logo
Search Icon

માર્ક 6

6
નાજરત મ ઇસુ નું માન નેં કરવું
(મત્તિ 13:53-58; લુક. 4:16-20)
1ઇસુ કફરનહૂમ સેર મહો નકળેંનેં પુંતાના ગામ નાજરત મ આયો, અનેં હેંના સેંલા હુંદા હેંનેં હાતેં આયા. 2આરમ ને દાડે ઇસુ ગિરજા મ પરમેશ્વર ના વસન નો પરસાર કરવા મંડ્યો, તર ગિરજા મ ઝી મનખં બેંઠં હેંતં, વેય ઇયુ હામળેંનેં વિસાર કરતં થાએંજ્ય, અનેં કેંવા મંડ્ય, “એંને માણસેં ઇયે બદ્દી વાતેં કાંહી હિકી? આ કઇનું જ્ઞાન હે ઝી હેંનેં આલવા મ આયુ હે? કેંવા સમત્કાર હેંનં હાથં થી પરગટ થાએ હે? 3હું આ વેયોસ હુતાર નહેં? ઝી મરિયમ નો સુંરો, અનેં યાકૂબ, યોસેસ, યહૂદા, અનેં શમોન નો ભાઈ હે. હું ઇની બુંનેં આં આપડ વસ મ નહેં રિત્યી?” એંતરે હેંનવેં ઇસુ ઇપેર વિશ્વાસ નેં કર્યો. 4ઇસુવેં હેંનનેં કેંદું, “એક ભવિષ્યવક્તા નેં પુંતાના સેર, અનેં પુંતાના ઘેર-પરિવાર, અનેં પુંતાના હગા-વાલા મ, માન નહેં મળતું પુંણ બીજી દરેક જગ્યા મ માન મળે હે.” 5હેંનં મનખં ના અવિશ્વાસ ને લેંદે ઇસુવેં નાજરત સેર મ વદારે સમત્કાર નેં કર્યા, ખાલી થુંડકેંસ બિમાર મનખં ઇપેર હાથ મેંલેંનેં હેંનનેં હાજં કર્ય.
6અનેં ઇસુ મનખં ના અવિશ્વાસ ઇપેર વિસાર કરતો થાએંજ્યો, ફેંર વેયો સ્યારેં મેર ન ગામં મ ભાષણ કરતો રિયો.
બાર સેંલંનેં ઇસુ મુંકલે હે
(મત્તિ 10:5-15; લુક. 9:1-6)
7કઇક દાડં પસી ઇસુવેં એંના પસંદ કરેંલા બાર સેંલંનેં એંનેં કન બુંલાવેંનેં હેંનનેં બે-બે કરેંનેં અલગ-અલગ ગામં મ મુંકલવા મંડ્યો; અનેં હેંનનેં ભૂતડં કાડવાનો અધિકાર આલ્યો. 8અનેં હેંને હેંનનેં કેંદું, “રસ્તા મ જાતિ વખતેં લાખડી સુંડેંનેં બીજુ કઇસ નહેં લો. નેં તે રુંટો, નેં ઝુળી, નેં પાગીટ મ પઈસા. 9પુંણ કાહડં પેર લો અનેં અલગ થી સિસરં નહેં લો. 10અનેં હેંને હેંનનેં એંમ હુંદું કેંદું, ઝાં ખેંતુંક તમનેં કઇનાક ઘેર મ રેંવાનું ઠેંકણું મળે, તે ઝર તક તમું હેંના ગામ મ રો, હેંનાસ ઘેર મ રુંકાવો. 11ઝીની જગ્યા ન મનખં તમનેં અવકાર નેં કરે અનેં તમારો પરસાર નેં હામળે, તાંહાં સાલતં હાતેં પુંતાનં પાએંરં ની ધૂળ ખખેંર દડો. ઇયુ હેંનં મનખં નેં વતાડહે કે પરમેશ્વર હેંનનો નિયા કરહે.”
12હેંનેં પસી સેંલંવેં જાએંનેં પરસાર કર્યો કે પાપ કરવા નું બંદ કરો. 13અનેં હેંનવેં ઘણં બદ્દ ભૂતડં કાડ્ય, અનેં ઘણં બદ્દ બિમારં નેં તેંલ સુંપડેંનેં હેંનનેં હાજં કર્ય.
બક્તિસ્મ આલવા વાળા યૂહન્ના નું મુંણકું કાપવું
(મત્તિ 14:1-12; લુક. 9:7-9)
14હેરોદેસ રાજાવેં હુંદું ઇસુ ના બારા મ હામળ્યુ, કેંમકે હેંનું નામ ફેલાએંજ્યુ હેંતું. અમુક મનખં એંમ કેંતં હેંતં કે “યૂહન્નો બક્તિસ્મ આલવા વાળો મરેંલં મહો જીવતો થાએંજ્યો હે, એંતરે હારુ હેંના થકી આ સમત્કાર થાએ હે.” 15બીજં મનખંવેં કેંદું, “આ પેલ જમાના નો ભવિષ્યવક્તા એલિય્યાહ હે.” પુંણ અમુક બીજંવેં કેંદું, “પેલ જમાના ન ભવિષ્યવક્તં મનો કુઈક ભવિષ્યવક્તા હે.” 16પુંણ ઝર હેરોદેસ રાજાવેં ઇસુ ના બારા મ મનખં થી હામળ્યુ તે હેંને કેંદું, “કે વેયો યૂહન્ના બક્તિસ્મ આલવા વાળો હે, ઝેંનું માથું મેંહ કપાડ્યુ હેંતું, વેયો ફેંર જીવતો થાએંજ્યો હે.” 17-18હેરોદેસ રાજાવેં પુંતાના ભાઈ ફિલિપ્પુસ ની બજ્યેર હેરોદિયાસ રાણી હાતેં લગન કર લેંદું હેંતું. તર યૂહન્ના બક્તિસ્મ આલવા વાળે હેરોદેસ રાજા નેં કેંદું હેંતું, તારે પુંતાના ભાઈ ની બજ્યેર હાતેં લગન કરવું નિયમ ને પરમણે ઠીક નહેં, કેંમકે તારો ભાઈ જીવતો હે. એંતરે હારુ હેરોદેસ રાજાવેં હેરોદિયાસ રાણી નેં ખુશ કરવા હારુ યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા નેં હવાડેંનેં જેલ મ પુર દેંદો હેંતો. 19ઇની વાત ને લેંદે હેરોદિયાસ રાણી યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા થી વેર રાખતી હીતી, અનેં એંમ સાહતિ હીતી કે હેંનેં મરાવ દડે; પુંણ હેંમ નેં થાએં સક્યુ. 20કેંમકે હેરોદેસ રાજા, યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા નેં ધર્મી અનેં પવિત્ર માણસ જાણેંનેં હેંનેં થી સમકતો હેંતો, અનેં યૂહન્ના નેં જેલ મ હમાળેં રાખ્યો હેંતો. અનેં યૂહન્ના નો પરસાર હામળેંનેં ઘણો ઘબરાતો હેંતો, તે હુંદો હેંના પરસાર નેં હામળવું ઘણું પસંદ કરતો હેંતો.
21થુંડક દાડં પસી, હેરોદેસ રાજાવેં પુંતાનો જલમ દાડો ઉજવ્યો. હેંને પુંતાનં મુંટં અધિકારજ્ય નેં, સેના ના બદ્દ કરતં ખાસ અગુવં નેં અનેં ગલીલ પરદેશ ન અગુવં નેં જમણવાર હારુ બુંલાય. એંના જમણવાર મ, હેરોદિયાસ નેં એક મુંખો મળ્યો કે યૂહન્ના નેં મરાવ દડે. 22તે હેરોદિયાસ રાણી ની સુરી મએં આવી, અનેં નાસેંનેં હેરોદેસ રાજા અનેં જમણવાર મ આવેંલં પામણં નેં ખુશ કર્ય. તે રાજાવેં સુરી નેં કેંદું, “તું ઝી સાહે મનેં કન માંગ હૂં તનેં આલેં.” 23અનેં સુરી હાતેં હમ ખાએંનેં વાએંદો કર્યો, “હૂં મારું અરદું રાજ તક ઝી કઇ તું મારી કન માંગહેં હૂં તનેં આલેં” 24હીન્યી બારતં જાએંનેં ઇની આઈ નેં પૂસ્યુ, “હૂં હું માંગું” ઇની આઈજ્યેં કેંદું “હેંનેં કે, કે યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા નું માથું કાપેંનેં તન આલે.” 25સુરી તરત રાજા કનેં મએં આવી અનેં હેંનેં અરજ કરી, “હૂં સાહું હે કે તું હમણં યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા નું માથું કપાડેંનેં મનેં એક પરત મ આલ દે.”
26તર રાજા ઘણો દુઃખી થાયો, પુંણ ઝી હેંને પુંતાનં પામણં નેં હામેં વાએંદો કર્યો હેંતો, હીની વાત નેં લેંદે ના નેં પાડેં સક્યો. 27અનેં રાજાવેં તરત એક જલ્લાદ નેં હોકમ આલેંનેં મુંકલ્યો કે યૂહન્ના નું માથું કાપેં લાવે. જલ્લાદેં જેલ મ જાએંનેં યૂહન્ના નું માથું કાપેં નાખ્યુ. 28વેયો યૂહન્ના નું માથું એક પરત મ મેંલેંનેં લાયો, અનેં સુરી નેં આલ દેંદું, અનેં સુરજ્યેં ઇની આઈ નેં આલ દેંદું. 29ઝર યૂહન્ના ન સેંલંવેં એંના બણાવ ના બારા મ હામળ્યુ, તે વેયા જેલ મ આવેંનેં હીની લાશ નેં લેં જ્યા, અનેં હેંનેં કબર મ મિલી.
ઇસુ ન સેંલં નું પાસું આવવું
(મત્તિ 14:13-14; લુક. 9:10)
30ઝર પસંદ કરેંલા બાર સેંલા ઝેંનનેં ઇસુવેં અલગ-અલગ ગામ મ મુંકલ્યા હેંતા વેયા પાસા આયા, અનેં આવેંનેં હેંનેં સ્યારેં મેર ભેંગા થાએંજ્યા. અનેં ઝી કઇ હેંનવેં કર્યુ હેંતું અનેં હિકાડ્યુ હેંતું, બદ્દું ઇસુ નેં વતાડ દેંદું. 31ઇસુવેં સેંલંનેં કેંદું, “મારી હાતેં આવો થુડીક વાર ખેંતાક હુંનવેંણ જગ્યા મ જાજ્યે અનેં થુડીક આરમ કરજ્યે” કેંમકે ઘણં બદ્દ મનખં આવતં જાતં હેંતં, અનેં હેંનનેં ખાવા નો મુંખો હુંદો નેં મળતો હેંતો. 32એંતરે વેયા નાવ ઇપેર સડેંનેં, હુંનવેંણ જગ્યા મ અલગ જાતારિયા.
પાંસ હજાર માણસં નેં ખાવાનું ખવાડવું
(મત્તિ 14:15-21; લુક. 9:11-17; યૂહ. 6:1-14)
33ઘણં મનખંવેં હેંનનેં જાતં ભાળ્યા અનેં જાણેંજ્ય કે વેયા કાં જાએં રિયા હે. એંતરે હારુ વેય હીની જગ્યા મ આજુ-બાજુ ની વસ્તી મહં નકળેંનેં પોગેં દોડતં જાએંનેં હેંનં કરતં પેલ વેંહાં પોતેં જ્ય. 34ઝર ઇસુ નાવ મહો ઉતર્યો તે એક મુંટો મનખં નો ટુંળો ભાળ્યો, તર હેંનેં હેંનં મનખં ઇપેર દયા આવી. કેંમકે હેંનં કનેં કુઇ એંવો માણસ નેં હેંતો ઝી ઠીક થકી હેંનની અગવાઈ કરેં સકે, વેય ગુંવાળ વગર ન ઘેંઠં નેં જેંમ હેંતં, તર વેયો હેંનનેં પરમેશ્વર ના રાજ ના બારા મ ઘણી બદી વાતેં હિકાડવા મંડ્યો.
35ઝર હાંજ પડેં ગઈ, તે ઇસુ ના સેંલા હેંનેં કનેં આવેંનેં કેંવા મંડ્યા, “આ હુંનવેંણ જગ્યા હે, અનેં દાડો ઘણો નમેંજ્યો હે. 36મનખં નેં જાવા દે કે આજુ-બાજુ ન ગામં મ નેં વસ્તી મ થી પુંતાનેં ખાવા હારુ કઇક ખાવાનું વેંસાતું લેં લે.” 37પુંણ ઇસુવેં જવાબ આલ્યો, “તમુંસ હેંનનેં ખાવા હારુ આલો” તર સેંલંવેં હેંનેં કેંદું, “ઇતરી બદ્દી રુટજ્યી ની કિમત તે બહેં દાડં ની મજૂરી બરુંબર થાહે.” 38ઇસુવેં હેંનનેં કેંદું, “જાએંનેં ભાળો તમારી કન કીતરી રુંટજ્યી હે?” સેંલંવેં પતો લગાડેંનેં કેંદું, “પાંસ રુટજ્યી અનેં બે માસલજ્યી હુદી હે.”
39તર ઇસુવેં પુંતાનં સેંલંનેં હોકમ કર્યુ કે બદ્દ મનખં નેં લીલા ખોડ મ ટુકડી-ટુકડી કરેંનેં બેંહાડ દો. 40મનખં હો-હો અનેં પસા-પસા ની ટુકડી-ટુકડી મ બેંહેંજ્યં. 41ઇસુવેં પાંસ રુંટજ્યી અનેં બે માસલજ્યી લીદી, અનેં હરગ મએં ભાળેંનેં પરમેશ્વર નું ધનેવાદ કર્યુ, અનેં રુંટજ્યી તુંડેં-તુંડેંનેં સેંલંનેં આલતો જ્યો કે વેયા મનખં નેં આલે, અનેં વેયે બે માસલજ્યી હુદી હેંનં બદ્દનેં વાટેં દીદી. 42બદ્દ મનખં ખાએંનેં ધાપેંજ્ય, 43ઝર બદ્દ મનખંવેં ખાવાનું ખાએં લેંદું તર સેંલંવેં રુટજ્યી અનેં માસલજ્ય ન વદેંલં બટકં નેં ભેંગં કર્ય. હેંનં થી બાર ટુંપલં ભરાએં જ્ય. 44ઝેંનવેં ખાવાનું ખાદું, હેંનં મ સુંરં અનેં બઈરં નેં સુંડેંનેં, લગ-બગ પાંસ હજાર માણસેંસ હેંતા.
ઇસુ નું પાણેં ઇપેર સાલવું
(મત્તિ 14:22-23; યૂહ. 6:15-21)
45તર ઇસુવેં તરત પુંતાનં સેંલંનેં જબર-જસ્તી કરેંનેં નાવ મ સડવા હારુ કેંદું, કે વેયા હેંનેં કરતં પેલ પેંલે પાર બૈતસૈદા ગામ મ જાએ, ઝર તક ઇસુ મનખં નેં વળાવે. 46ઇસુ મનખં નેં વળાવેંનેં ડુંગોર ઇપેર પરમેશ્વર નેં પ્રાર્થના કરવા હારુ જ્યો. 47ઝર હાંજ થાઈ, તે સેંલં ની નાવ ધેડેં હી ઘણે સિટી ગલીલ દરજ્યા નેં વસ મ પોતેં ગઈ હીતી, અનેં ઇસુ એંખલો જમી ઇપેર હેંતો. 48તર હેંને ભાળ્યુ કે સેંલા એકદમ ઘબરાએંજ્યા હે, કેંમકે વેયા હામેં વાએંરે નાવ હાખતા હેંતા. તે હવેંર મ લગ-બગ સ્યારેંક વાગ્યે ઇસુ દરજ્યા મ પાણેં ઇપેર સાલતો જાએંનેં સેંલંનેં ટીકે આયો, અનેં વેયો હેંનં થી અગ્યેડ નકળેં જાવા હારુ સાહતો હેંતો. 49પુંણ ઝર સેંલંવેં ઇસુ નેં દરજ્યા મ પાણેં ઇપેર સાલતં ભાળ્યો તે સિસાવા મંડ્યા, કેંમકે વેયા હમજ્યા કે આ ભૂત હે. 50વેયા બદ્દા હેંનેં ભાળેંનેં ઘબરાએંજ્યા. પુંણ ઇસુવેં તરત હેંનનેં હાતેં વાતેં કરજ્યી અનેં કેંદું, “હિમ્મત રાખો, હૂં ઇસુ હે, સમકો નહેં.” 51તર ઇસુ પુંતાનં સેંલં ની નાવ મ સડેંજ્યો, અનેં વાએંરું થમેં જ્યુ, તર સેંલા ઘણા વિસાર કરતા થાએંજ્યા. 52ઝર કે હેંનવેં ઇસુ ની સામ્રત નેં ભાળી હીતી, ઝર હેંને પાંસ રુટજ્યી અનેં બે માસલજ્ય થી પાંસ હજાર મનખં નેં ખવાડ્યુ હેંતું, પુંણ વેયા હઝુ તક સાફ રિતી થી નેં હમજેં સક્યા હેંતા કે વેયો ખરેખર કુંણ હે.
ગન્નૈસસરત મ બેંમારં નેં હાજં કરવં
(મત્તિ 14:34-36)
53ઇસુ અનેં એંના સેંલા દરજ્યો પાર કરેંનેં ગન્નેસરત પરદેશ મ પોત્યા, અનેં નાવ ધેડેં લગાડી. 54ઝર વેયા નાવ મહા ઉતર્યા, તે તાનં મનખંવેં તરત ઇસુ નેં વળખેં લેંદો. 55હેંનં મનખંવેં આજુ-બાજુ ની ઘણી બદી જગ્યા મ જાએંનેં વતાડ દેંદું કે ઇસુ આં હે. ઝર મનખં નેં ખબર પડી કે ઇસુ આં હે, તે વેય બેંમારં નેં ઝુળજ્યી મ નાખેંનેં, ઇસુ કન લાવવા મંડ્ય. 56અનેં ઝાં કઇ ઇસુ ગામં મ, સેરં મ, કે વસ્તી મ જાતો હેંતો, મનખં બેંમારં નેં સમુહિક જગ્યા મ મેંલેંનેં હેંનેં અરજ કરતં હેંતં કે વેય હેંનં સિસરં ના સેંડાનેંસ અડેં લેંવા દે: અનેં ઝેંતરં હેંનેં અડતં હેંતં, બદ્દ હાજં થાએં જાતં હેંતં.

Currently Selected:

માર્ક 6: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in