YouVersion Logo
Search Icon

માર્ક 14

14
ઇસુ ના વિરુધ મ કાવતરું
(મત્તિ 26:1-5; લુક. 22:1-2; યૂહ. 11:45-53)
1હાવુ યહૂદી જાતિ ન મનખં નો ફસહ તેવાર અનેં ખમીર વગર ની રુટી નો તેવાર બે દાડં બાદ સલુ થાવા ના હેંતા. તર મુખી યાજક અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળા ઇની વાત ની નોદ મ હેંતા કે ઇસુ નેં કેંકેંમ દગા થી હાએંનેં માર દડજ્યે. 2પુંણ કેંતા હેંતા, કે “આપડે ઇયુ કામ ફસહ ના તેવાર નેં દાડે નેં કરવું જુગે, ખેંતુંક એંવું નેં થાએ કે મનખં મ હુલોર થાએં જાએ.”
બેતનિય્યાહ મ ઇસુ નેં ઇપેર અંતર રેંડવું
(મત્તિ 26:6-13; યૂહ. 13:1-8)
3હેંનં દાડં મ ઇસુ બેતનિય્યાહ ગામ મ શમોન ના ઘેર મ ખાવાનું ખાવા બેંઠો હેંતો, ઝેંનેં હેંને કોઢ ની બેંમારી થી હાજો કર્યો હેંતો. ઝર વેયા ખાવાનું ખાતા હેંતા, તર એક બજ્યેર સંગમરમર ના ભાઠા થી બણાવેંલી હીહી મ જટામાંસી નું ઘણું મોગું પિયોર અંતર લેંનેં આવી, અનેં હીહી નું ઢાખણું તુંડેંનેં અંતર ઇસુ ના મુંણકા ઇપેર રેંડ્યુ. 4પુંણ કુંણેક-કુંણેક પુંતાના મન મ કેંવા મંડ્યા, “એંના અંતર નો હુંકા વગાડો કરવા મ આયો? 5કેંમકે આ અંતર તે તણસો દાડં ની મજૂરી કરતં વદાર મૂલ મ વેંસેં દેંનેં પઇસા ગરિબં મ વાટેં સકાતા હેંતા.” અનેં વેયા હીની બજ્યેર નેં વળગવા મંડ્યા. 6ઇસુવેં કેંદું, “હેંનેં નહેં વળગો, હેંનેં હુંકા પરેશાન કરો હે? હીન્યી તે મારી હાતેં ભલાઈ કરી હે. 7ગરિબ મનખં તે તમારી હાતેં કાએંમ રેંહે, અનેં તમું ઝર સાહો તર હેંનની ભલાઈ કરેં સકો હે; પુંણ હૂં તમારી હાતેં કાએંમ નેં રું. 8ઇની બજ્યેરેં ઝી ઇયે કરેં સક્તી હીતી હેંનં મનું બદ્દ કરતં અસલ કામ કર્યુ. ઇન્યી મારા શરીર ઇપેર અંતર નાખ્યુ અનેં મરવા થી પેલેંસ મનેં ડાટવા ની તિયારી કરી. 9હૂં તમનેં હાસું કું હે, કે આખી દુન્ય મ ઝાં ખેંતોક તાજા હમિસાર નો પરસાર કરવા મ આવહે, વેંહાં ઇની બજ્યેર ના કામ ની સરસા હુદી ઇની યાદી મ કરવા મ આવહે.”
યહૂદા ઇસુ નેં હાતેં દગો કરે હે
(મત્તિ 26:14-16; લુક. 22:3-6)
10તર યહૂદા ઈસ્કરિયોતી ઝી બાર સેંલં મહો એક હેંતો, મુખી યાજક કન જ્યો અનેં કેંદું, કે “હૂં ઇસુ નેં હવાડવા હારુ મદદ કરેં.” 11વેયા આ વાત હામળેંનેં ઘણા ખુશ થાયા, અનેં હેંનેં પઇસા આલવા નો વાએંદો કર્યો; તર વેયો મુંખો જુંવા લાગ્યો કે હૂં ઇસુ નેં કીવી રિતી હવાડ દું.
ઇસુ પુંતાનં સેંલં હાતેં ખાવાનું ખાએ હે
(મત્તિ 26:17-25; લુક. 22:7-14; 21-23; યૂહ. 13:21-30)
12બે દાડં પસી ખમીર વગર ની રુટી ના તેવાર ને પેલે દાડે, ઝર મનખં ફસહ તેવાર હારુ ઘેંઠું ભુંગ કરતં હેંતં, તર ઇસુ ન સેંલંવેં હેંનેં પૂસ્યુ, “તું કાં સાહે હે કે હમું જાએંનેં તારી હારુ ફસહ તેવાર નું ખાવાનું તિયાર કરજ્યે?” 13ઇસુવેં પુંતાનં સેંલં મહા બે જણં નેં એંમ કેં નેં મુંકલ્યા, “યરુશલેમ સેર મ જો, અનેં એક માણસ પાણેં નો ઘડો તુંકેંલો તમનેં મળહે, હેંનેં વાહે-વાહે જાજો; 14અનેં વેયો ઝેંના ઘેર જાએ, હેંના ઘેર ના ધણી નેં કેંજો, કે ગરુ કે હે કે મારે રુંકાવાનો નો કમરો કાં હે, ઝેંના મ હૂં પુંતાનં સેંલંનેં હાતેં ફસહ તેવાર નું ખાવાનું ખું?” 15વેયો તમનેં મેડા ઇપેર તિયાર કરેંલો એક મુંટો કમરો વતાડ દેંહે. તાંસ આપડી હારુ ખાવાનું તિયાર કરો. 16તર બે સેંલા નકળેંનેં સેર મ આયા, અનેં ઝેંવું ઇસુવેં હેંનનેં કેંદું હેંતું, હેંવુંસ મળ્યુ. હેંનવેં તાં ફસહ તેવાર નું ખાવાનું તિયાર કર્યુ.
17ઝર હાંજ થાઈ, તે વેયો પુંતાનં બાર સેંલંનેં હાતેં હેંના ઘેર મ આયો. 18ઝર વેયા બેંહેંનેં ખાવાનું ખાતા હેંતા, તે ઇસુવેં કેંદું, “હૂં તમનેં હાસું કું હે કે તમં મનો એક, ઝી મારી હાતેં ખાવાનું ખાએ હે, મનેં હવાડ દેંહે.” 19ઝર હેંનવેં ઇયુ બદ્દું હામળ્યુ તે હેંનં ન મોડં કાળં પડેંજ્ય અનેં વેયા એક-એક કરેંનેં ઇસુ નેં કેંવા મંડ્યા, “હું વેયો હૂં હે?” 20હેંને હેંનનેં કેંદું, “વેયો બાર સેંલં મહો એક હે, ઝી મારીસ હાતેં થાળી મ ખાએ હે. 21કેંમકે મનેં માણસ ના બેંટા નેં તે મરવુંસ હે, ઝેંવું મારા બારા મ પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે. પુંણ હેંના માણસ હારુ હાય, ઝેંનેં દુવારા હૂં માણસ નો બેંટો હવાડાવ દેંવા નો હે! અગર હેંના માણસ નું જલમેંસ નેં થાતું, તે હેંના હારુ ભલું થાતું.”
પ્રભુ-ભોજ
(મત્તિ 26:26-30; લુક. 22:14-20; 1 કુરિ. 11:23-25)
22ઝર વેયા ખાતાસ હેંતા, તે ઇસુવેં રુટી લીદી, અનેં હેંનેં હારુ પરમેશ્વર નું ધનેવાદ કરેંનેં તુડી અનેં પુંતાનં સેંલંનેં આલી, અનેં કેંદું, “લો, ખો આ મારું શરીર હે.” 23ફેંર હેંને દરાક ના રસ નો વાટકો લેંદો અનેં પરમેશ્વર નું ધનેવાદ કર્યુ, અનેં પુંતાનં સેંલંનેં આલ્યુ; અનેં હેંનં બદ્દવેં હેંના મહું પીદુ. 24અનેં ઇસુવેં હેંનનેં કેંદું, “આ દરાક નો રસ મારા લુઈ નેં જેંમ હે, ઝી ઘણં મનખં ના પાપં ની માફી હારુ ભુંગ ના રુપ મ વહાડવામં આવે હે. ઇયુ એંના કરાર નેં સાબિત કરે હે કે, પરમેશ્વર પુંતાનં મનખં નેં હાતેં બણેંલો રે હે. 25હૂં તમનેં હાસું કું હે કે દરાક નો રસ હેંના દાડા તક ફેંર કેંરં યે નેં પીયુ, ઝર તક પરમેશ્વર ના રાજ મ નવો નેં પીયુ.”
26તર ઇસુ અનેં હેંનં સેંલંવેં ફસહ નું ભજન ગાદું, અનેં યરુશલેમ સેર મહા નકળેંનેં જેતૂન ડુંગરા ઇપેર જાતારિયા ઝી ટીકેસ હેંતો.
પતરસ ના નકાર કરવા ની ભવિષ્યવાણી
(મત્તિ 26:31-35; લુક. 22:31-34; યૂહ. 13:36-38)
27ઝર વેયા ડુંગોર મએં જાએં રિયા હેંતા તર ઇસુવેં હેંનનેં કેંદું, “તમું બદ્દા મનેં સુંડેંનેં નાહેં જહો, કેંમકે લખ્યુ હે: હૂં હેંના માણસ નેં માર દડેં ઝી મારં મનખં નેં ગુંવાળ નેં જેંમ ભાળ-દેંખ કરે હે, અનેં વેય ઘેંઠં નેં જેંમ વખેંરાએં જાહે. 28પુંણ હૂં મરેંલં મહો જીવતો થાવા બાદ તમં થી પેલ ગલીલ પરદેશ મ જએં અનેં તાં તમનેં મળેં.” 29પતરસેં કેંદું, “અગર બદ્દા તનેં સુંડેંનેં નાહેં જાએ તે નાહેં જાએ, પુંણ હૂં તનેં સુંડેંનેં નેં નાહું.” 30ઇસુવેં પતરસ નેં કેંદું, “હૂં તનેં હાસું કું હે કે આજે ઇની રાતેંસ કુકડા નેં બે વાર બુંલવા પેલ, તું તાંણ વાર કેંહેં કે હૂં ઇસુ નેં નહેં જાણતો.” 31પુંણ પતરસેં વદાર જુંર દેંનેં કેંદું, “અગર મનેં તાર હાતેં મરવું હુંદું પડે, તે હુંદો હૂં એંમ નેં કું કે હૂં ઇસુ નેં નહેં જાણતો.” હીવીસ રિતી બીજં બદ્દવેં હુંદું કેંદું.
ગતસમની જગ્યા મ ઇસુ ની પ્રાર્થના
(મત્તિ 26:36-46; લુક. 22:39-46)
32ફેંર વેયા ગતસમની નામ ની એક જગ્યા મ આયા, અનેં ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “આં બેંહેં રો, ઝાં તક હૂં પરમેશ્વર નેં પ્રાર્થના કરું. 33અનેં વેયો પતરસ અનેં યાકૂબ અનેં યૂહન્ના નેં પુંતાનેં હાતેં થુંડોક અગ્યેડ લેંજ્યો. અનેં તાં ઘણોસ દુઃખી થાવા લાગ્યો અનેં ઘબરાવા લાગ્યો.” 34ઇસુવેં કેંદું, “મારો જીવ ઘણો ઘબરાએ હે, આં તક કે હૂં મરવામં હે: તમું આં રુંકાવો અનેં જાગતા રો.” 35ફેંર ઇસુ થુંડોક અગ્યેડ વદયો અનેં હેંને મોડું ભુંએં અડાડ્યુ અનેં પરમેશ્વર નેં પ્રાર્થના કરવા મંડ્યો. કે અગર થાએં સકે તે ઇયે વખત મારી ઇપેર થી ટળેં જાએ. 36અનેં કેંદું, “હે અબ્બા, હે બા, તનેં થકી સબ કઇ થાએં સકે હે, એંના દુઃખ નેં માર કનહું હરકાવ લે. તે હુંદો ઝેંવું હૂં સાહું હે વેવું નેં, પુંણ ઝી તું સાહે હે વેયુસ કર.” 37ઝર ઇસુ પાસો આયો અનેં તાંણ યે સેંલંનેં હુતેંલા ભાળ્યા, હેંને સિમોન પતરસ નેં કેંદું, “હે શમોન, તું હુતો હે? હું તું એક કલાક હુંદો નેં જાગેં સક્યો? 38જાગતા રો અનેં પરમેશ્વર નેં પ્રાર્થના કરો કે તમું પરિક્ષણ મ નેં પડો, આત્મા તે તિયાર હે, પુંણ શરીર કમજોર હે.” 39અનેં ઇસુ ફેંર જાતોરિયો અનેં વેયેસ વાત કેંનેં પરમેશ્વર નેં પ્રાર્થના કરી. 40અનેં ફેંર હેંને આવેંનેં હેંનનેં હુતીલા ભાળ્યા, અનેં હેંનનેં જગાડ્યા, તે હેંનનેં નેં ખબર હીતી કે હેંનેં હું જવાબ આલવો જુગે, કેંમકે હેંનની આંખેં નીંદર થકી ભરીલી હીતી. 41ફેંર ઇસુવેં તીજી વખત આવેંનેં હેંનનેં કેંદું, “હાવુ હુએં રો અનેં આરમ કરો, બસ, ઘડી આવી લાગી હે: ભાળો મનેં માણસ ના બેંટા નેં પાપી મનખં ના હાથં મ હવાડવા મ આવહે. 42ઉઠો, સાલજ્યે, ભાળો! મનેં હવાડવા વાળો ટીકે આવેંજ્યો હે!”
ઇસુ નેં દગા થી હવાડાવવું
(મત્તિ 26:47-56; લુક. 22:47-53; યૂહ. 18:3-12)
43ઝર ઇસુ એંમ કેંસ રિયો હેંતો કે યહૂદો ઝી બાર સેંલં મનો એક હેંતો, વેયો એક મુટી ભીડ નેં લેંનેં આયો, ઝી તરુવારેં અનેં લાખડજ્યી પુંતાનેં હાતેં લેંનેં આયા હેંતા. હેંનં માણસં નેં મુખી યાજક અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળં અનેં અગુવં ની તરફ થી મુંકલવા મ આયા હેંતા. 44ઇસુ નેં હવાડવા વાળે યહૂદાવેં હેંનનેં પેલ થીસ કેંદું હેંતું કે ઝેંના માણસ નેં હૂં લાડ થી ગળે મળું વેયોસ ઇસુ વેંહે, હેંને હાએંનેં સુંકસાઈ થકી લેં જાજો. 45યહૂદો આયો, અનેં તરત ઇસુ નેં ટીકે જાએંનેં કેંદું, “હે ગરુ!” અનેં ફેંર હેંનેં ગળે મળ્યો. 46તર હેંનવેં ઇસુ નેં હાએં લેંદો. 47તર ઝી ટીકે ઇબા હેંતા, હેંનં સેંલં મનેં એકેં તલુવાર કેંસેંનેં મુંટા યાજક ના નોકર ઇપેર વાદી, અનેં હેંનો કાંદડો કાપેં દડ્યો. 48ઇસુવેં હેંનનેં કેંદું, “હું તમું મનેં ડાકુ જાણેંનેં હાવા હારુ તલુવારેં અનેં લાખડજ્યી લેંનેં આયા હે? 49હૂં તે દર-રુંજ મંદિર મ તમારી હાતેં રેંનેં ભાષણ આલેં કરતો હેંતો, અનેં તર તમેં મનેં નેં હાદો. પુંણ આ એંતરે હારુ થાયુ હે કે પવિત્ર શાસ્ત્ર ની વેયે વાતેં પૂરી થાએ.” 50તર બદ્દા સેંલા ઇસુ નેં સુંડેંનેં નાહેં જ્યા.
51હેંનેસ ટાએંમેં એક જુંવન પુંતાના ઉગાડા શરીર મ ખાલી સાદરો ઉંડેંલો ઇસુ નેં વાહે-વાહે આવતો હેંતો. અનેં મનખંવેં હેંનેં હાદો. 52પુંણ વેયો સાદરો સુંડેંનેં ઉગાડો નાહેં જ્યો.
મુટી સભા નેં હામેં ઇસુ
(મત્તિ 26:57-68; લુક. 22:54-55,63-71; યૂહ. 18:13-14; 19-24)
53અનેં ફેંર વેયા ઇસુ નેં મુંટા યાજક ના ઘેર લેં જ્યા. અનેં બદ્દા મુખી યાજક અનેં અગુવા અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળા હેંનં તાં ભેંગા થાએંજ્યા. 54પતરસ સિટી-સિટી ઇસુ નેં વાહે-વાહે મુંટા યાજક ના આંગણા મ જ્યો, અનેં મંદિર ના સોકીદાર નેં હાતેં બેંહેંનેં આગ કન તાપવા મંડ્યો. 55મુખી યાજક અનેં મુટી સભા ન બદ્દ મનખં ઇસુ નેં માર દડવા હારુ હેંના વિરુધ મ ગવાહી ની નોદ મ હેંતં, પુંણ નેં મળી. 56કેંમકે ઘણં બદ્દ મનખં હેંના વિરુધ મ ઝૂઠી ગવાહી આલતં હેંતં, પુંણ હેંનની ગવાહી એક જીવી નેં હીતી. 57સેંલ્લે અમુક મનખંવેં ઉઠેંનેં ઇસુ ના વિરુધ એંમ ઝૂઠી ગવાહી આલી, 58“હમવેં એંનેં એંમ કેંતં હામળ્યુ હે, હૂં એંના મનખં ના હાથેં બણાવેંલા મંદિર નેં પાડ દેં, અનેં તાંણ દાડં મ બીજુ બણાવ દેં, ઝી મનખં ન હાથેં બણેંલું નેં વેંહે.” 59હીની વખત હુદી હેંનની ગવાહી એક જીવી નેં નકળી.
60તર મુંટે યાજકેં વસ મ ઇબે થાએંનેં ઇસુ નેં પૂસ્યુ, “હું તારી કન કઇ જવાબ નહેં? આ મનખં તારા વિરુધ મ હું-હું ગવાહી આલે હે?” 61પુંણ ઇસુ સપ થાએં રિયો, અનેં કઇસ જવાબ નેં આલ્યો. મુંટે યાજકેં હેંનેં ફેંર પૂસ્યુ, “હું તું હેંના પરમ ધન્ય પરમેશ્વર નો બેંટો મસીહ હે?” 62ઇસુવેં કેંદું, “હાં હૂં હે. અનેં તમું મનેં માણસ ના બેંટા નેં સામ્રતી પરમેશ્વર ની જમણી પાક્તી મ બેંઠેંલો, અનેં વાદળં નેં હાતેં આકાશ મ આવતં ભાળહો.” 63ઝર મુંટે યાજકેં ઇસુ નેં એંમ કેંતં હામળ્યુ તે ગુસ્સા મ આવેંનેં પુંતાનં સિસરં ફાડ દડ્ય અનેં કેંદું, “હાવુ આપડે બીજં ગવાહ ની જરુરત નહેં. 64તમવેં એંનેં પરમેશ્વર ની નિંદા કરતં હામળ્યુ હે. એંનેં ઇપેર તમારો હું ફેસલો હે?” હેંનં બદ્દવેં કેંદું કે ઇયો ગુંનેગાર હે, અનેં મોત નેં લાએંક હે. 65તર કુઈક તે ઇસુ ઇપેર થુંકવા, અનેં કુઈક હેંનું મોડું ટુંપવા, અનેં હેંનેં ગોંધા વાવા મંડ્ય. અનેં હેંનો ઠઠ્ઠો કરેંનેં કેંવા મંડ્ય, “ભવિષ્યવાણી કર!” અનેં મંદિર ન સોકીદારંવેં હેંનેં હાએંનેં થાપલેં વાદી.
પતરસ ઇસુ નો નકાર કરે હે
(મત્તિ 26:69-75; લુક. 22:56-62; યૂહ. 18:15-18,25-27)
66ઝર પતરસ હઝુ હુંદો આંગણા મ આગ કન તાપતોસ હેંતો, તર મુંટા યાજક ની નોકરણન્ય મહી એક વેંહાં આવી, 67અનેં પતરસ નેં આગ નેં ટીકે તાપતં ભાળેંનેં હેંનેં એક સિતી નજર લગાડેંનેં ભાળ્યુ અનેં કેંવા લાગી, “તું હુંદો તે ઇસુ નેં હાતેં હેંતો, ઝી નાજરત ગામ નો હે.” 68તર પતરસેં કેંદું, “હૂં નહેં જાણતો અનેં નહેં હમજતો કે તું હું કેં રી હે.” ફેંર પતરસ વેંહાં થી આંગણા ના બાએંણા કન જાતોર્યો. હેંનેં પસી કુકડો બુંલ્યો. 69ઝર હીની નોકરણન્યી પતરસ નેં તાં ઇબીલો ભાળ્યો, તે આજુ બાજુ ન મનખં નેં ફેંર કેંવા મંડી, “ઇયો માણસ હેંનં મનોસ એક હે.” 70પુંણ પતરસેં બીજી વાર નકાર કર્યો. થુડીક વાર પસી હેંનવેં ઝી હેંનેં આજુ-બાજુ ઇબા હેંતા પતરસ નેં કેંવા મંડ્યા, “પાક્કું તું હેંનં સેંલં મનોસ એક હે. કેંમકે તારી બુલી ગલીલ પરદેશ ની લાગે હે.” 71તર પતરસ પુંતાનેં ધિક્કારવા અનેં હમ ખાવા લાગ્યો, “તમું ઝેંના માણસ ના બારા મ કો હે, હેંનેં તે હૂં જાણતોસ નહેં.” 72તર તરત બીજી વખત કુકડો બુંલ્યો, તર પતરસ નેં વેયે વાત ઝી ઇસુવેં હેંનેં કીદી હીતિ ઇયાદ આવી: કે “કુકડા નેં બે વાર બુંલવા થી પેલ તું તાંણ વખત તું કેંહેં કે હૂં ઇસુ નેં નહેં જાણતો.” અનેં પતરસ ઇની વાત નેં વિસારેંનેં ઢહુકે-ઢહુકે ગાંગરવા મંડ્યો.

Currently Selected:

માર્ક 14: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in