YouVersion Logo
Search Icon

માર્ક 11

11
યરુશલેમ મ જીત મેંળવવા જાવું
(મત્તિ 21:11; લુક. 19:28-40; યૂહ. 12:12-19)
1ઝર ઇસુ અનેં હેંના સેંલા યરુશલેમ સેર નેં ટીકે આયા, તે વેયા બેતફગે અનેં બેતનિય્યાહ ગામ ન બારતં વાળં ગામં નેં ટીકે પોત્યા. ઇય ગામં જેતૂન ડુંગરા નેં ટીકે હેંતં. તે ઇસુવેં પુંતાનં બે સેંલંનેં એંમ કેં નેં મુંકલ્યા. 2“હામેં વાળા ગામ મ જો, અનેં તાં પોક્તં હાતેં એક ગદેડી નું ખુંલકું મળહે, ઝેંનેં ઇપેર હઝુ તક કુઇ યે નહેં બેંઠું, વેયુ ખુંટે બાંદેંલું વેંહે. હેંનેં સુંડેંનેં મારી કન લેં આવો. 3કદાસ તમનેં કુઈક પૂસે, કે એંનેં હુંકા સુંડો હે? તે હેંનેં કેંજો, કે ઇસુ હમારા પ્રભુ નેં એંનું કામ હે, અનેં વેયો એંનેં જલ્દી પાસો આં મુંકલેં દેંહે.”
4સેંલંવેં ગામ મ જાએંનેં હેંના ગદેડી ના ખુંલ્કા નેં બારતં બાએંણા નેં નજીક વાટ મ બાંદેંલું ભાળ્યુ અનેં સુંડવા મંડ્યા. 5તર ઝી વેંહાં ઇબં હેંતં હેંનં મહં, કુઇ-કુઇ કેંવા મંડ્ય, “આ હું કરો હે, ગદેડી ના ખુંલ્કા નેં હુંકા સુંડો હે?” 6ઝેંવું ઇસુવેં કેંદું હેંતું, વેમેંસ હેંનવેં હેંનનેં કેં દેંદું; તર મનખંવેં હેંનનેં જાવા દેંદા. 7સેંલંવેં ખુંલ્કા નેં ઇસુ કનેં લાવેંનેં હેંનેં ઇપેર પુંતાની સાલેં નાખજ્યી. તર ઇસુ હેંના ગદેડી ના ખુંલ્કા ઇપેર બેંહેંજ્યો. અનેં યરુશલેમ મએં જાવા મંડ્યો. 8અનેં ઝર ઇસુ જાએં રિયો હેંતો, તે ઘણં બદ્દ મનખંવેં રસ્તા મ પુંતાનં સિસરં વાથરેંનેં ઇસુ નેં રાજા ના રુપ મ માન આલ્યુ. અમુક બીજં મનખંવેં રસ્તા મ પાલા વાળી ડાળજ્યી વાથરેંનેં હેંનેં માન આલ્યુ, ઝીન્ય નેં વેય રસ્તા ની આજુ-બાજુ ન ઝાડં મહી કાપેં-કાપેંનેં લાય હેંતં. 9અમુક મનખં ઇસુ નેં અગ્યેડ-અગ્યેડ જાતં હેંતં અનેં અમુક મનખં હેંનેં વાહે-વાહે આવતં હેંતં, અનેં જુંર-જુંર થી સિસાએં નેં કેંતં હેંતં, “પરમેશ્વર ની બડાઈ થાએં#11:9 પરમેશ્વર ની બડાઈ થાએં હોશન્ના, ધન્ય હે! વેયો ઝી પ્રભુ ના નામ થકી આવે હે. 10ધન્ય હે આપડા બાપ-દાદા દાઉદ રાજા નેં જેંમ એક રાજા પરમેશ્વર ના અનુગ્રહ નેં હાતેં રાજ કરવા હારુ આવેં રિયો હે, પરમેશ્વર ઝી હરગ મ રે હે હીની બડાઈ થાએ.”
11ઇસુ યરુશલેમ સેર મ ભરાયો અનેં મંદિર ના આંગણા મ ભીડ હાતેં જ્યો, અનેં સ્યારેં મેર ફરેંનેં ભાળ્યુ કે તાં હું સાલેં રિયુ હે. ફેંર વેયો તાંહો રાત રુંકાવા હારુ પુંતાનં બાર સેંલંનેં હાતેં બેતનિય્યાહ ગામ મ આયો, કેંમકે ઘણી હાંજ પડેં ગઈ હીતી.
ફળ વગર ના અંજીર ના ઝાડ નેં ઇસુ હરાપ આલે હે
(મત્તિ 21:18-19)
12બીજે દાડે ઝર વેયા બેતનિય્યાહ ગામ મહા નકળ્યા તે ઇસુ નેં ભુખ લાગી. 13તર વેયો સિટી હો અંજીર ઝાડ ન લીલં-લીલં પાંદડં ભાળેંનેં ટીકે જ્યો કે કદાસ હેંનં મ કઇક ફળ મળે: પુંણ પાંદડં નેં સોંડેંનેં કઇસ નેં મળ્યુ; કેંમકે તર હેંના ફળ ની સિજન નેં હીતી. 14હેંનેં હારુ ઇસુવેં ઝાડ નેં હરાપ આલ્યો, કે “હાવુ થી તારી મ કેંરં યે ફળ નેં લાગે.” અનેં હેંના સેંલા હામળતા હેંતા.
યરુશલેમ ના મંદિર મહા વેપારજ્ય નેં ઇસુ બારતં કાડે હે
(મત્તિ 21:12-17; લુક. 19:45-48; યૂહ. 2:13-22)
15એંનેં પસી ઇસુ અનેં હેંના સેંલા યરુશલેમ સેર મ પોત્યા અનેં મંદિર ના આંગણા મ જ્યા. અનેં વેંહાં ઝી ભુંગ હારુ કામ મ આવવા વાળં જનાવરં અનેં બીજી વસ્તુવં નેં લેંવડ-દેંવડ નું કામ કરેં રિયા હેંતા, હેંનનેં બારતં કાડવા મંડ્યો. હેંને પઇસા બદલવા વાળં ન ટેબલં ઉંદં વાળ દેંદં. અનેં ભુંગ કરવા હારુ કબૂતર વેંસવા વાળં ન પાજરં ઉંદં વાળ દેંદં. 16અનેં મંદિર મ થાએંનેં કેંનેં યે સામન લેંનેં આવવા-જાવા નેં દેંદું. 17ભાષણ કરેંનેં હેંનનેં કેંદું, “પવિત્ર શાસ્ત્ર મ એંમ લખ્યુ હે કે પરમેશ્વરેં મંદિર ના બારા મ કેંદું હે કે મારું મંદિર બદ્દી જાતિ ન મનખં હારુ પ્રાર્થના કરવા નું ઘેર કેંવાહે. પુંણ તમેં હેંનેં ડાકુવં નેં રેંવા ની જગ્યા બણાવ દીદી હે.” 18ઝર મુખી યાજક અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળેં હામળ્યુ, કે ઇસુવેં હું કેંદું અનેં કર્યુ, તે વેયા હેંનેં મારવા નો તરિકો જુંવા મંડ્યા, પુંણ વેયા હેંનેં થી સમકતા હેંતા, કેંમકે બદ્દ મનખં હેંના ભાષણ થી વિસાર કરતં હેંતં.
19ઝર હાંજ પડી તે ઇસુ અનેં હેંના સેંલા સેર સુંડેંનેં બેતનિય્યાહ ગામ મ આવતા રિયા.
અંજીર ના હુકાએંલા ઝાડ થી હિક
(મત્તિ 21:20-22)
20ફેંર બીજે દાડે હવેંર મ ઇસુ અનેં હેંના સેંલા પાસા યરુશલેમ મએં જાએં રિયા હેંતા, તર હેંનવેં હેંના અંજીર ના ઝાડ નેં ભાળ્યુ ઝેંનેં ઇસુવેં હરાપ આલ્યો હેંતો. વેયુ મૂળં તક હુકાએંજ્યુ હેંતું. 21પતરસ નેં વેયે વાત ઇયાદ આવી અનેં હેંને ઇસુ નેં કેંદું, “હે ગરુ, ભાળ! આ અંજીર નું ઝાડ ઝેંનેં તેં હરાપ આલ્યો હેંતો, હુકાઈ જ્યુ.” 22હેંને હેંનેં જવાબ આલ્યો, “પરમેશ્વર ઇપેર વિશ્વાસ કરો કે ઝી તમવેં માંગ્યુ હે પરમેશ્વર વેયુ આલહે. 23હૂં તમનેં હાસું કું હે કે ઝી કુઇ એંના ડુંગોર નેં કે, તું હરકેંનેં દરજ્યા મ જાએં પડ, અનેં પુંતાના મન મ શક નેં કરે, પુંણ વિશ્વાસ કરે કે ઝી હૂં કું હે વેયુ થાએં જાહે, તે હેંનેં હારુ વેયુસ થાહે. 24એંતરે હૂં તમનેં કું હે કે ઝી કઇ તમું પરમેશ્વર કનેં પ્રાર્થના કરેંનેં માંગો, તે વિશ્વાસ કર લો કે તમનેં મળેં જ્યુ, અનેં પરમેશ્વર તમારી હારુ ઇયુ કરહે. 25અનેં ઝર કેંરક તમું પરમેશ્વર કનેં પ્રાર્થના કરતા વેહ, તે કદાસ તમારા મન મ કેંનેંક હાતેં કઇક વિરુદાઈ વેહ તે હેંનેં માફ કરો, એંતરે કે તમારો બા ઝી હરગ મ હે, તમારા પાપ માફ કરે. 26પુંણ કદાસ તમું માફ નેં કરો તે તમારો બા ઝી હરગ મ હે, તમારા ગુંના માફ નેં કરહે.”
ઇસુ ના અધિકાર ઇપેર સવાલ
(મત્તિ 21:23-27; લુક. 20:1-7)
27ઇસુ અનેં હેંના સેંલા એક વખત ફેંર યરુશલેમ સેર મ આયા. અનેં ઝર વેયો મંદિર મ ફરતો હેંતો તે મુખી યાજક અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળા અનેં અગુવા હેંનેં કનેં આયા. 28“હેંનવેં ઇસુ નેં પૂસ્યુ, તું આ કામ કઇના અધિકાર થી કરે હે? અનેં આ અધિકાર તનેં કેંનેં આલ્યો કે તું આ કામ કરે?” 29ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં હુંદો તમનેં એક વાત પૂસુ હે; અગર તમું મનેં જવાબ આલો તે હૂં હુંદો તમનેં વતાડેં કે આ કામ કઇના અધિકાર થી કરું હે? 30હું યૂહન્નાવેં મનખં નેં બક્તિસ્મ એંતરે હારુ આલ્યુ હેંતું, કે પરમેશ્વરેં હેંનેં ઇયો અધિકાર આલ્યો હેંતો, કે મનખંવેં હેંનેં ઇયો અધિકાર આલ્યો હેંતો? મનેં જવાબ આલો.” 31તર વેયા સસા-ફસી વાતેં કરવા મંડ્યા કે કદાસ આપું કેંજ્યે, કે “યૂહન્ના પરમેશ્વર ના અધિકાર થી બક્તિસ્મ આલતો હેંતો, તે વેયો આપનેં પૂસહે કે ફેંર તમવેં યૂહન્ના ની વાત ઇપેર વિશ્વાસ કેંમ નેં કર્યો. 32પુંણ આપું એંમ હુંદા નહેં કેં સક્તા કે યૂહન્ના કન ઇયો અધિકાર મનખં ની તરફ થી હેંતો.” કેંમકે વેયા મનખં થી સમકતા હેંતા કે અગર હેંનવેં એંમ કેંદું તે વેય હેંનં હારુ મુસિબત ઇબી કર દેંહે, કેંમકે બદ્દ મનખં એંમ વિશ્વાસ કરતં હેંતં કે યૂહન્નો હાસેં-હાસ એક ભવિષ્યવક્તા હેંતો. 33અનેં હેંનવેં ઇસુ નેં જવાબ આલ્યો, “હમું નહેં જાણતા” તર ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં હુંદો તમનેં નહેં વતાડતો કે આ કામ કઇના અધિકાર થી કરું હે.”

Currently Selected:

માર્ક 11: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in