YouVersion Logo
Search Icon

લુક 8

8
ઇસુ ની સેવિકાએં
1એંનેં પસી ઇસુ સેરેં-સેર અનેં ગામેં-ગામ પરસાર કરતો જાએંનેં, અનેં પરમેશ્વર ના રાજ નો તાજો હમિસાર હમળાવતો જાએંનેં ફરવા લાગ્યો, અનેં વેયા ઇસુ ના બાર સેંલા હેંનેં હાતેં હેંતા. 2અનેં થુડીક બજ્યેરેં હુદી હીતી ઝી ભૂતડં થી અનેં બેંમારી થી સુંડાવેંલી હીતી, અનેં આ વેયે હે, મરિયમ ઝી મગદલા ગામ ની હીતી, ઝેંનેં મહા હાત ભૂત કાડ્યા હેંતા. 3અનેં હેરોદેસ રાજા ના ખજાંસી ની બજ્યેર યોઅન્ના, અનેં સુસન્ના, અનેં ઘણી બદી બીજી બજ્યેરેં ઇયે પુંતાની મિલકત થકી ઇસુ અનેં હેંનં સેંલં ની મદદ કરત્યી હીત્યી.
બી વાવવા વાળા નો દાખલો
(મત્તિ 13:1-9; મર. 4:1-9)
4ઝર મનખં નો મુંટો ટુંળો ભેંગો થાયો ઝી અલગ-અલગ સેરં મહં આય હેંતં. તર ઇસુવેં હેંનનેં એક દાખલો વતાડ્યો. 5“એક ખેડુત પુંતાના ખેંતર મ કઇક બી વાવવા હારુ નકળ્યો, વાવતી વખતેં થુંડુંક વાટ નેં મેરેં પડ્યુ, અનેં કસરાએં જ્યુ, અનેં આકાશ ન હુંલં આવેંનેં હેંનેં વેંણેં ખાએંજ્ય. 6થુંડુંક ભાઠં ઇપેર પડ્યુ, અનેં ઉગ્યુ, પુંણ તર નેં મળવા થી હુકાએંજ્યુ. 7થુંડુંક ઝાડજ્યી મ પડ્યુ, અનેં ઝાડજ્યી હાતેં-હાતેં વદેંનેં હેંનેં દાબેં દેંદું, 8થુંડુંક બી તાજી જમી મ પડ્યુ, અનેં ઉગેંનેં હો ગણું ધાન થાયુ.” ઇયુ કેં નેં ઇસુવેં જુંર થી સિસાએં નેં કેંદું, “ઝી મારી વાતેં હામળવા માંગે હે વેય હામળેં લે.”
દાખલં નું મક્ષદ
(મત્તિ 13:10-17; મર. 4:10-12)
9ઇસુ ન સેંલંવેં હેંનેં પૂસ્યુ કે, “એંના દાખલા નો અરથ હું હે?” 10ઇસુવેં કેંદું, “તમનેં તે પરમેશ્વર ના રાજ ના ભેદ ની હમજ આલીલી હે, પુંણ બીજંનેં દાખલં મ હમળાવા મ આવે હે, એંતરે કે વેય ભાળે તે હે પુંણ હેંનનેં કઇ ભાળવા નહેં જડતું, અનેં હામળે તે હે પુંણ વેય કઇ હમજતં નહેં.”
બી વાવવા વાળા દાખલા નો અરથ
(મત્તિ 13:18-23; મર. 4:13-20)
11“દાખલા નો અરથ એંમ હે, બી પરમેશ્વર નું વસન હે. 12રસ્તા નેં મેરેં વાળું બી એંવં મનખં નેં વતાડે હે, ઝેંનવેં હામળ્યુ, તર શેતાન આવેંનેં હેંનં ના મન મહું સુંર લેં જાએ હે, કે ખેંતુંક એંવું નેં થાએ કે વેય વિશ્વાસ કરેં અનેં હેંનનેં તારણ મળે. 13ભાઠં ઇપેર પડેંલું બી એંવં મનખં નેં જેંમ હે, વેય વસન હામળેંનેં આનંદ થી ગરહણ તે કરે હે, પુંણ પરમેશ્વર નું વસન હેંનં ના હડદા મ ઉંડાઈ થી નેં રાખવા ને લેંદે વચન થુંડકેંસ દાડં હારુ રે હે, હેંના પસી વસન નેં લેંદે હેંનં ઇપેર દુઃખ નેં તે સતાવ થાએ હે, તે વેય તરત પરમેશ્વર ના વસન ઇપેર વિશ્વાસ કરવો સુંડ દે હે. 14ઝી બી ઝાડજ્યી મ પડ્યુ વેયુ એંવં મનખં નેં જેંમ હે, ઝી પરમેશ્વર નું વસન હામળે હે, પુંણ એંના જીવન ના બારા મ સિન્તા અનેં ધનવાન બણવા ની અસ્યા અનેં જીવન ના મોજ-માયા મ ફસાએં જાએ હે, અનેં વેય હેંનં કામં નેં નહેં કરતં ઝી પરમેશ્વર હેંનં થી સાહે હે. 15પુંણ તાજી જમી મ પડ્યુ, વેયુ એંવં મનખં નેં જેંમ હે, ઝી પરમેશ્વર નું વસન હામળેંનેં ભલા અનેં તાજા મન મ હમાળેં રાખે હે, અનેં ધારેંણ થી ઝેંમ પરમેશ્વર સાહે હે વેયુ કામ કરે હે.”
સમની નો દાખલો
(મર. 4:21-25)
16“કુઇ મનખ સમની બાળેં નેં ટુંપલા હેંઠણ નહેં પુંણ હેંનેં ઉંસાઈ મ મેંલે હે. તર હેંનેં થી ઘેર ન બદ્દ મનખં નેં ઇજવાળું મળે. 17પરમેશ્વર દરેક હીની વાતં નેં પરગટ કરહે, ઝેંનેં મનખં હઝુ તક નહેં જાણતં. વેયો દરેક વાતં ની જાણ કરાવ દેંહે ઝી હઝુ તક અજણી હે. 18એંતરે હારુ સતુર રો કે તમું કઇની રિતી હામળો હે? ઝેંનેં કન હમજવા ની અસ્યા હે, ઝી હૂં હિક આલું હે પરમેશ્વર હેંનેં વદાર હમજ આલહે, પુંણ ઝી બી ઇયુ હમજવા ની અસ્યા નહેં રાખતું, કે હૂં હું હિકાડું હે, તે હેંનેં કન ઝી હમજ હે, પરમેશ્વર હેંનેં હુંદો હેંનેં કનહી લેં લેંહે.”
ઇસુ ની આઈ અનેં હેંના ભાઈ
(મત્તિ 12:46-50; મર. 3:31-35)
19ઇસુ ની આઈ અનેં એંના ભાઈ હેંનેં કનેં આય, પુંણ ભીડ નેં લેંદે હેંનેં મળેં નેં સક્ય. 20તર ઇસુ નેં કેંદું, “તારી આઈ અનેં તારા ભાઈ બારતં ઇબં હે, તનેં મળવા સાહે હે.” 21ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “મારી આઈ અનેં મારા ભાઈ ઇયસ હે, ઝી પરમેશ્વર નું વસન હામળે અનેં માને હે.”
કુંએંણા નેં ટાડું પાડવું
(મત્તિ 8:23-27; મર. 4:35-41)
22ફેંર એક દાડો ઇસુ અનેં હેંના સેંલા નાવ મ સડ્યા, તે હેંને પુંતાનં સેંલંનેં કેંદું, “સાલો, આપું દરજ્યા નેં પેંલે પાર જાજ્યે” તર હેંનવેં નાવ સલાડ દીદી. 23ઝર નાવ સાલેં રી હીતી, તે ઇસુ હુએં જ્યો. તર દરજ્યા મ જુંર થી કુંએંણું આયુ, અનેં નાવ પાણેં થકી ભરાવા લાગી અનેં વેયા જુંખમ મ પડેંજ્યા. 24તર સેંલંવેં ટીકે આવેંનેં ઇસુ નેં જગાડ્યો, અનેં કેંદું, “માલિક! માલિક! હમું બુડવા કરજ્યે હે.” તર વેયો ઉઠેંનેં કુંએંણા નેં અનેં પાણેં ની ઝાભોળં નેં વળગ્યો અનેં વેય થમેં જ્ય અનેં ટાડં પડેંજ્ય. 25તર ઇસુવેં સેંલંનેં કેંદું, “તમારો વિશ્વાસ કાં હે? પુંણ વેયા સમકેં જ્યા અનેં વિસાર કરતા થાએંજ્યા અનેં એક બિજાનેં કેંવા મંડ્યા, ઇયો કુંણ હે ઝી વાએંરા અનેં પાણેં નેં હુંદો હોકમ આલે હે, અનેં વેય હેંનો હોકમ માનેં હે?”
ભૂત ભરાએંલા માણસ નેં હાજો કરવો
(મત્તિ 8:28-34; મર. 5:1-20)
26ફેંર ઇસુ અનેં એંના સેંલા ગિરાસે મનખં ના પરદેશ મ પોત્યા, ઝી ગલીલ દરજ્યા ને પેંલે પાર હે. 27ઝર ઇસુ ધેડેં ઉતર્યો તે હેંના સેર નો એક માણસ મળ્યો ઝેંનેંમં ભૂતડં હેંતં, વેયો ઘણં દાડં થી નેં તે સિસરં પેરતો હેંતો અનેં નેં ઘેર મ રેંતો હેંતો, અનેં માહણં મ રેંતો હેંતો. 28વેયો ઇસુ નેં ભાળેંનેં જુંર થી સિસાયો અનેં હેંનેં હામેં પડેં જાએંનેં જુંર થી સિસાએં નેં કેંદું, “હે મુંટા મ-મુંટા પરમેશ્વર ના બેંટા ઇસુ! તારે અનેં મારે હું હે? હૂં તનેં અરજ કરું હે, મનેં દુઃખ નહેં આલે.” 29કેંમકે ઇસુ હેંનં ભૂતડં નેં હેંના માણસ મહં નકળવાનું હોકમ આલતો હેંતો, એંતરે હારુ કે વેય હેંના માણસ મ વારે ઘડી આવતં હેંતં અનેં મનખં હેંનેં હાકોળેં અનેં નાડજ્યી થી બાંદતં હેંતં તે હુંદો વેયો બાંદેંલું તુંડ દડતો હેંતો, અનેં ભૂતડં હેંનેં ઉજોડ જગ્યા મ નહાડેં કરતં હેંતં. 30ઇસુવેં હેંનેં પૂસ્યુ, “તારું હું નામ હે?” હેંને હેંનેં જવાબ આલ્યો, “સેના” કેંમકે ઘણં ભૂતડં હેંનેંમં ભરાએંજ્ય હેંતં. 31ભૂતડંવેં હેંનેં ઘણી અરજ કરી કે હમનેં ઉંડી ખાઈ મ જાવા હારુ હોકમ નહેં આલે. 32હેંને ટાએંમેં, વેંહાં ડુંગોર મ ભુંડણં નો એક મુંટો ટુંળો સરતો હેંતો, એંતરે હેંનવેં ઇસુ નેં અરજ કરી કે હમનેં હેંનં મ ભરાવા દે, તર ઇસુવેં હેંનનેં જાવા દેંદં. 33તર ભૂતડં હેંના માણસ મહં નકળેંનેં ભુંડણં મ ભરાએંજ્ય અનેં વેયો ટુંળો ધેડેં હો ઘહકેંનેં દરજ્યા મ જાએં પડ્યો અનેં બુડેં મર્યો.
34ગુંવાળ ઇયુ ઝી થાયુ હેંતું ભાળેંનેં નાઠા, અનેં સેરં મ અનેં ગામં મ જાએંનેં હેંનો હમિસાર આલ્યો. 35મનખં ઇયુ ઝી કઇ થાયુ હેંતું હેંનેં ભાળવા હારુ નકળ્ય, ઇસુ કનેં આવેંનેં ઝેંના માણસ મહં ભૂતડં નકળ્ય હેંતં, હેંનેં સિસરં પેરેંનેં ઇસુ ન પોગં કનેં હાજો-હટ બેંઠેંલો ભાળેંનેં સમકેંજ્ય. 36અનેં ભાળવા વાળેં હેંનનેં વતાડ્યુ કે વેયો ભૂતડં નો હરણ કરેંલો માણસ કીવી રિતી અસલ થાયો. 37તર ગિરાસે પરદેશ ન આજુ બાજુ ન ઘણં બદં મનખંવેં ઇસુ નેં અરજ કરી કે હમાર તએંહો જાતોરે, કેંમકે વેય ઘણં સમકેંજ્ય હેંતં, અનેં ઇસુ નાવ મ સડેંનેં જાતોરિયો. 38ઝેંના માણસ મહં ભૂતડં નકળ્ય હેંતં વેયો હેંનેં થી અરજ કરવા મંડ્યો કે મનેં તારી હાતેં આવવા દે, પુંણ ઇસુવેં હેંનેં ના પાડી અનેં કેંદું, 39“પુંતાનેં ઘેર જાતોરે અનેં મનખં નેં વતાડ કે પરમેશ્વરેં તારી હારુ કેંવં મુંટં-મુંટં કામં કર્ય હે.” વેયો જાએંનેં આખા સેર મ પરસાર કરવા મંડ્યો કે ઇસુવેં મારી હારુ કેંવં મુંટં-મુંટં કામં કર્ય હે.
યાઈર ની મરીલી સુરી અનેં એક બેંમાર બજ્યેર
(મત્તિ 9:18-26; મર. 5:21-43)
40ઝર ઇસુ પાસો આયો તે મનખં હેંનેં ખુશી થકી મળ્ય, કેંમકે વેય બદ્દ હીની વાટ જુંવતં હેંતં. 41એંતરા મ યાઈર નામ નો એક માણસ ઝી ગિરજા નો મુખિયો હેંતો, આયો અનેં ઇસુ ન પોગં મ પડેં જાએંનેં હેંનેં અરજ કરવા મંડ્યો કે માર ઘેર સાલ, 42કેંમકે ઇની બાર વર ની એક ની એક સુરી હીતી, અનેં વેયે મરવા પડી હીતી ઝર ઇસુ જાએં રિયો હેંતો, તર મનખં હેંનેં ઇપેર પડા-પડી કરતં હેંતં. 43એક બજ્યેરેં ઝેંનેં બાર વર થી લુઈ સાલવા ની બિમારી હીતી, અનેં ઝી પુંતાનું બદ્દું ધન ડાક્ટર નેં વાહેડ ખરસ કરેં સુકી હીતી, અનેં તે હુદી કઈનાનેં હાથેં હાજી નેં થાએં સકી હીતી, 44વાહેડ થી આવેંનેં હેંનં સિસરં ના સેંડા નેં અડી, અનેં તરત એંનું લુઈ સાલવું બંદ થાએંજ્યુ. 45તર ઇસુવેં કેંદું, “મનેં કુંણ અડ્યુ?” ઝર બદ્દ મનખં ના પાડવા મંડ્ય, તે પતરસ અનેં એંનં હાત વાળેં કેંદું, “હે માલિક, તનેં તે ભીડ દાબેં રી હે, અનેં તારી ઇપેર મનખં પડા-પડી કરે હે.” 46પુંણ ઇસુવેં કેંદું, “કુંણેક મનેં અડ્યુ હે કેંમકે મનેં ખબર પડી હે કે મારી મહી સામ્રત નકળી હે.” 47ઝર બજ્યેરેં ભાળ્યુ કે હૂં હતાએં નહેં સક્તી, તર ફફડતી જાએંન આવી, અનેં ઇસુ ન પોગં મ પડેંનેં બદ્દ મનખં નેં હામેં વતાડ્યુ કે હૂં કઇના કારણ થી તનેં અડી, અનેં કેંકેંમ તરત હાજી થાઈ ગઈ. 48ઇસુવેં હીની બજ્યેર નેં કેંદું, “બીટી તું હાજી થાએં ગઈ હે કેંમકે તેં મારી ઇપેર વિશ્વાસ કર્યો કે હૂં હાજી કરેં સકું હે, શાંતિ થી તાર ઘેર જાતિ રે.”
49ઇસુ એંમ કેંતોસ હેંતો કે કેંનેંકેં યાઈર ના ઘેર થી આવેંનેં કેંદું, “તારી સુરી તે મરેં ગઈ, ગરુ નેં તખલીબ નહેં આલે.” 50ઇસુવેં ઇયુ હામળેંનેં જવાબ આલ્યો, “નહેં સમકેં, ખાલી વિશ્વાસ રાખ, તે વેયે બસેં જાહે.” 51ઘેર મ આવેંનેં ઇસુવેં પતરસ, યૂહન્ના, યાકૂબ, અનેં સુરી ન આઈ-બા નેં સુંડેંનેં બીજા કેંનેંસ પુંતાનેં હાતેં મએં આવવા નેં દેંદું. 52બદ્દ હેંનેં હારુ ગાંગરતં હેંતં, પુંણ ઇસુવેં કેંદું, “ગાંગરો નહેં, ઇયે મરી નહેં પુંણ હુતી હે.” 53વેય એંમ જાણેંનેં કે ઇયે મરેં ગઈ હે ઇસુ ની મશ્કરી કરવા મંડ્ય. 54પુંણ ઇસુવેં હેંનો હાથ હાદો, અનેં જુંર થી કેંદું, “એ સુરી ઉઠ!” 55તર હેંનો જીવ પાસો આયો અનેં સુરી તરત બીઠી થાએં ગઈ. તર ઇસુવેં કેંદું એંનેં કઇક ખાવા હારુ આલો. 56સુરી ન આઈ-બા વિસાર કરતં થાએંજ્ય, પુંણ ઇસુવેં હેંનનેં સેતવણી આલી કે આં ઝી થાયુ કેંનેં યે નેં કેંતં વેહ.

Currently Selected:

લુક 8: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in