ઝર બજ્યેરેં ભાળ્યુ કે હૂં હતાએં નહેં સક્તી, તર ફફડતી જાએંન આવી, અનેં ઇસુ ન પોગં મ પડેંનેં બદ્દ મનખં નેં હામેં વતાડ્યુ કે હૂં કઇના કારણ થી તનેં અડી, અનેં કેંકેંમ તરત હાજી થાઈ ગઈ. ઇસુવેં હીની બજ્યેર નેં કેંદું, “બીટી તું હાજી થાએં ગઈ હે કેંમકે તેં મારી ઇપેર વિશ્વાસ કર્યો કે હૂં હાજી કરેં સકું હે, શાંતિ થી તાર ઘેર જાતિ રે.”