YouVersion Logo
Search Icon

લુક 5

5
પેલી વાર સેંલંનેં બુંલાવવું
(મત્તિ 4:18-22; મર. 1:16-20)
1એક દાડો ઇસુ ગનૈસરત ના દરજ્યા ની ધેડેં ઇબો હેંતો, અનેં મનખં પરમેશ્વર નું વસન હામળવા હારુ હેંનેં ઇપેર પડા-પડી કરતં હેંતં. 2તર ઇસુવેં દરજ્યા ની ધેડેં બે નાવેં ઇબીલી ભાળજ્યી, અનેં માસલજ્યી હાવા વાળા નાવં મહા ઉતરેંનેં જાળેં ધુંએં રિયા હેંતા. 3હીની નાવ મની એક નાવ મ ઇસુ સડેંનેં બેંહેંજ્યો, ઝી શમોન ની હીતી, અનેં હેંને શમોન નેં કેંદું, “તારી નાવ ધેડેં થી થુંડેક સિટી લેં સાલ.” અનેં ઇસુ નાવ મ બેંહેંનેં મનખં નેં ભાષણ આલવા મંડ્યો. 4ઝર વેયો મનખં નેં ભાષણ આલેં સુક્યો, તે શમોન નેં કેંદું, “નાવ નેં ઉંડાઈ મ લેં જાએંનેં, માસલજ્યી હાવા હારુ પુંતાની જાળ નાખ.” 5શમોનેં હેંનેં જવાબ આલ્યો, “હે ગરુ, હમવેં આખી રાત મજૂરી કરી અનેં કઇસ યે નહેં હાદું, તે હુંદો તારા કેંવા થી હૂં જાળ નાખું હે.” 6ઝર શમોનેં અનેં હેંના હાત વાળેં જાળ નાખી તે ઘણીસ માસલજ્યી આવેં ગજ્યી, અનેં હેંનની જાળ ફાટવા કરતી હીતી. 7તર હેંનવેં પુંતાનં હાત વાળં નેં ઝી બીજી નાવ મ હેંતા, ઇશારો કરેંનેં કેંદું, કે આવેંનેં હમારી મદત કરો, અનેં હેંનવેં આવેંનેં માસલજ્ય થી બે નાવેં આં તક ભર લીદી કે નાવેં બુડવા કરતી હીત્યી. 8ઇયો સમત્કાર ભાળેંનેં શમોન પતરસેં ઇસુ ન પોગં મ પડેંનેં કેંદું, “હે પ્રભુ, મારી કનેં હો જાતોરે, કેંમકે હૂં એક પાપી માણસ હે!” 9કેંમકે ઇતરી બદી માસલજ્યી હાવા ને લેંદે પતરસ અનેં હેંના હાત વાળા ભકનાએં જ્યા. 10અનેં હેંના બીજા હાત વાળા યાકૂબ અનેં યૂહન્ના ઝી જબ્દી ના સુંરા હેંતા વેયા હુંદા ભકનાએં જ્યા, તર ઇસુવેં શમોન નેં કેંદું, “નહેં સમકેં, હાવુ થી તું મનખં નેં મારી કનેં વિશ્વાસ મ લાવહેં.” 11તર વેયા નાવં નેં ધેડેં લેં આયા, અનેં બદ્દુંસ તાં સુંડેંનેં ઇસુ ના સેંલા બણેંજ્યા.
કોઢ ની બેંમારી વાળા માણસ નેં હાજો કરવો
(મત્તિ 8:1-4; મર. 1:40-45)
12ઝર ઇસુ એક સેર મ હેંતો, તે વેંહાં કોઢ થી ભરેંલો એક માણસ આયો, અનેં હેંને ઇસુ નેં હામેં માથું નમાવેંનેં અરજ કરી, “હે પ્રભુ, અગર તું સાહે તે મનેં તાજો કરેં સકે હે.” 13ઇસુવેં હાથ લાંબો કરેંનેં હેંનેં અડેંનેં કેંદું, “હૂં તનેં તાજો કરવા સાહું હે, તાજો થાએં જા.” અનેં હેંનો કોઢ તરત જાતોર્યો. 14તર ઇસુવેં હેંનેં સેતવણી આલી, કે “કેંનેં યે નેં કેંતો વેહ કે મેંહ તનેં તાજો કર્યો હે, પુંણ યાજક કનેં જા અનેં વતાડ કે તું તાજો થાએંજ્યો હે, અનેં પરમેશ્વર હારુ વેયો બદ્દો સડાવો સડાવ, ઝેંના બારા મ મૂસા ના નિયમ મ લખેંલું હે, એંતરે કે રિવાજ ને પરમણે તું તાજો કેંવા મ આવેં સકે. તર બદ્દ મનખં જાણહે કે તું તાજો થાએંજ્યો હે.” 15પુંણ ઇસુ ના બારા મ હમિસાર વદારે ફેલાએં જ્યો, અનેં મનખં નો મુંટો ટુંળો હેંનો પરસાર હામળવા હારુ અનેં પુંતાની બેંમારી થી હાજં થાવા હારુ ભેંગં થાય. 16પુંણ વેયો ઉજોડ જગ્યા મ અલગ જાએંનેં પ્રાર્થના કરેં કરતો હેંતો.
લખુવા વાળા માણસ નેં હાજો કરવો
(મત્તિ 9:1-8; મર. 9:9-13)
17એક દાડો એંવું થાયુ કે ઇસુ ભાષણ આલેં રિયો હેંતો, તર ફરિસી ટુંળા ન મનખં અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળા વેંહાં બેંઠેંલા હેંતા, ઝી ગલીલ પરદેશ અનેં યહૂદિયા પરદેશ ના દરેક ગામં અનેં યરુશલેમ સેર મહા આયા હેંતા, અનેં બેંમારં નેં હાજં કરવા હારુ પ્રભુ ની સામ્રત હેંનેં હાતેં હીતી. 18હીની વખત અમુક મનખં એક માણસ નેં ઝી લખુવા ની બેંમારી વાળો હેંતો, હેંનેં ઝુળી મ ઘાલેંનેં લાય, અનેં વેય હેંનેં મએં લેં જાવા અનેં ઇસુ કન મેંલવાનો ઉપાય જુંવતં હેંતં. 19પુંણ ઝર ભીડ નેં લેંદે હેંનેં મએં નેં લેં જાએં સક્ય તે હેંનવેં ઘેર ઇપેર સડેંનેં હેંના સાપરાનેં ઝેંનેં નિસં વેયો બેંઠો હેંતો, ઉકેંલેંનેં બાખું પાડ દેંદું; અનેં હીની ઝુળીનેં ઝેંનેં મ લખુવા વાળો બિમાર માણસ પડ્યો હેંતો, ઇસુ નેં હામેં નિસં ઉતાર દીદી. 20ઇસુવેં પુંતાનેં ઇપેર હેંનં મનખં નો વિશ્વાસ ભાળ્યો, તે હેંના લખુવા વાળા બેંમાર માણસ નેં કેંદું, “હે માણસ હૂં તારા પાપ માફ કરું હે.” 21તર મૂસા નું નિયમ હિકાડવા વાળા અનેં ફરિસી ટુંળા ન મનખં વિસાર કરવા મંડ્ય, “ઇયો કુંણ હે ઝી પરમેશ્વર ની નિંદા કરે હે? પરમેશ્વર નેં સુંડેંનેં બીજુ કુંણ પાપ માફ કરેં સકે હે?” 22ઇસુવેં હેંનં ના મન ની વાતેં જાણેંનેં, હેંનનેં કેંદું, “તમું તમારા મન મ હુંકા ભુંડો વિસાર કરો હે?” 23હેલું હું હે? હું એંમ કેંવું કે તારા પાપ માફ થાયા, કે એંમ કેંવું, “ઉઠ અનેં સાલવા મંડ?” 24પુંણ તમનેં ખબર હોવી જુગે કે મન માણસ ના બેંટા નેં ધરતી ઇપેર મનખં ના પાપ માફ કરવા નો હુંદો અધિકાર હે. “ફેંર ઇસુવેં હેંના લખુવા વાળા બેંમાર માણસ નેં કેંદું,” “હૂં તનેં કું હે, ઉઠ, તારી પથારી ઉપાડેંનેં તાર ઘેર જાતો રે.” 25વેયો તરત હેંનં બદ્દ મનખં નેં હામેં ઉઠ્યો, અનેં ઝેંનેં મ વેયો પડ્યો હેંતો, વેયે પથારી ઉપાડેંનેં પરમેશ્વર ની બડાઈ કરતો જાએંનેં પુંતાનેં ઘેર જાતોર્યો. 26તર બદ્દ મનખં વિસાર કરતં થાએંજ્ય અનેં પરમેશ્વર ની બડાઈ કરવા મંડ્ય અનેં ઘણં સમકેંનેં કેંવા મંડ્ય, “આજે આપવેં ગજબ ની વાતેં ભાળજ્યી હે.”
લેવી નામ ના માણસ નેં બુંલાવવું
(મત્તિ 9:9-13; મર. 2:13-17)
27અનેં હેંનેં પસી ઇસુ બારતં જ્યો અનેં લેવી નામ ના માણસ નેં એક વેરો ઉગરાવવા વાળે નાકે વેરો ઉગરાવવા હારુ બેંઠેંલો ભાળ્યો, “અનેં હેંનેં કેંદું મારો સેંલો બણેં જા.” 28તર વેયો પુંતાનું કામ સુંડેંનેં, ઇસુ નો સેંલો બણેંજ્યો.
29તર લેવી માણસેં પુંતાના ઘેર મ ઇસુ હારુ એક મુંટું જમણવાર રાખ્યુ, તર ઘણા બદા વેરો ઉગરાવવા વાળા અનેં બીજં મનખં હુંદં ઝી પાપી માનવા મ આવતં હેંતં, હેંનની એક મુટી ભીડ હીતી ઝી ઇસુ નેં હાતેં ખાવાનું ખાવા હારુ બેંઠં હેંતં. 30હેંને લેંદે ફરિસી ટુંળા ન મનખં અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળા ઇસુ ન સેંલંનેં એંમ કેં નેં ગંગણવા મંડ્યા, “તમું વેરો ઉગરાવવા વાળં અનેં પાપી મનખં નેં હાતેં હુંકા ખો-પીયો હે?” 31ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “હાજં તાજં મનખં હારુ ડોક્ટર ની જરુરત નહેં પુંણ બેંમારં હારુ હે. 32હૂં હેંનં મનખં નેં બુંલાવવા હારુ નહેં આયો ઝી પુંતાનેં ધર્મી હમજે હે, પુંણ ઝી પુંતાનેં પાપી હમજે હે, હેંનનેં બુંલાવવા આયો હે.”
ઉપવાસ નો સવાલ
(મત્તિ 9:14-17; મર. 2:18-22)
33હેંનવેં ઇસુ નેં કેંદું, “યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા ના સેંલા તે બરુંબર ઉપવાસ કરે અનેં પ્રાર્થના કરતા રે હે, અનેં વેમેંસ ફરિસી ટુંળા ન મનખં હુંદં કરે હે, પુંણ તારા સેંલા ઉપવાસ નહેં રાખતા.” 34ઇસુવેં હેંનનેં કેંદું, “હું તમું જાન વાળં નેં ઉપવાસ કરાવેં સકો હે? કેંમકે હૂં ઓર નેં જુંગ માર સેંલંનેં હાતેં હે એંતરે હારુ વેયા ઉપવાસ નહેં કરેં સક્તા, કેંમકે વેયા ખુશ હે. ઝેંમ એક ઓર નેં હાતેં હેંના દોસદાર લગન ની ખુશી મનાવે હે. 35પુંણ વેયા દાડા આવહે ઝર ઓર હેંનં થી સિટી કર દેંવાહે. હીની વખત વેયા ઉપવાસ કરહે.”
36ઇસુવેં એક બીજો દાખલો હુંદો હેંનનેં કેંદો: “કુઇ મનખ પુંતાના નવા કાપડ નું થીગળું જુંનં સિસરં મ નહેં લગાડતું, નેં તે ધુંવા થકી વેયુ નવું થીગળું ભેંગું થાએં જાહે અનેં જુંના સિસરા નેં વદાર ફાડ નાખહે.” અનેં વેયુ જુંના મ મેળ હુંદો નેં ખાએ. 37અનેં નવા દરાક ના રસ નેં જૂની સામડા ની ઠેલી મ કુઇ નહેં રાખતું, અગર દરાક નો નવો રસ સામડા ની જૂની ઠેલી મ મેંલહે તે દરાક નો રસ ઉબરાએંનેં ઠેલી ફાડ દડહે, અનેં દરાક નો રસ અનેં સામડા ની ઠેલી બે યે નાશ થાએં જાહે; 38પુંણ નવો દરાક નો રસ નવી સામડા ની ઠેલી મ ભરવો જુગે. 39કુઇ મનખ જુંનો દરાક નો રસ પી નેં નવો નહેં સાહતું કેંમકે વેયુ કે હે કે, જુંનોસ અસલ હે.

Currently Selected:

લુક 5: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in