ઝર ઇસુ એક સેર મ હેંતો, તે વેંહાં કોઢ થી ભરેંલો એક માણસ આયો, અનેં હેંને ઇસુ નેં હામેં માથું નમાવેંનેં અરજ કરી, “હે પ્રભુ, અગર તું સાહે તે મનેં તાજો કરેં સકે હે.” ઇસુવેં હાથ લાંબો કરેંનેં હેંનેં અડેંનેં કેંદું, “હૂં તનેં તાજો કરવા સાહું હે, તાજો થાએં જા.” અનેં હેંનો કોઢ તરત જાતોર્યો.