તર શેતાન હેંનેં લેંજ્યો અનેં ઘડીક વાર મ આખી દુન્ય ન રાજ વતાડ્ય. અનેં શેતાનેં કેંદું, “હૂં બદ્દો અધિકાર, અનેં હેંનો વૈભવ તનેં આલેં, કેંમકે વેયુ મનેં હુંપેંલું હે, અનેં ઝેંનેં હૂં સાહું હેંનેં આલ દેં. અગર તું નમેંનેં મનેં પોગેં લાગે, તે ઇયુ બદ્દુંસ હૂં તનેં આલ દેં.” ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “ઇયુ હુંદું પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, તું પ્રભુ તારા પરમેશ્વર નેં પોગેં લાગ, અનેં ખાલી હીનીસ સેવા કર.”