YouVersion Logo
Search Icon

લુક 6

6
આરમ ના દાડા નો પ્રભુ
(મત્તિ 12:1-8; મર. 2:23-28)
1એક આરમ ને દાડે ઇસુ અનેં હેંના સેંલા ગુંવં ના ખેંતર મ થાએંનેં જાએં રિયા હેંતા, અનેં હેંના સેંલા ઉમન્યી તુંડેં-તુંડેંનેં હાથં મ મહેંડેંનેં ખાતા જાતા હેંતા. 2તર ફરિસી ટુંળા ન મનખં મ થી અમુક કેંવા મંડ્યા, “તમું વેયુ કામ હુંકા કરો હે ઝી કામ આરમ ને દાડે કરવું આપડા નિયમ ના વિરુધ મ હે?” 3ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “હું તમવેં ઇયુ નહેં વાસ્યુ કે દાઉદ રાજાવેં ઝર વેયો અનેં હેંના દોસદાર ભુખા થાયા હેંતા તે હું કર્યુ? 4વેયો કેંકેંમ પરમેશ્વર ના મંડપ મ જ્યો, અનેં વેયે રુટજ્યી લેંનેં ખાદી અનેં પુંતાનં દોસદાર નેં હુદી આલજ્યી? ઝી પરમેશ્વર નેં અર્પણ કરીલી હીતી, આપડા નિયમ ને પરમણે ખાલી યાજકંનેંસ વેયે રુટજ્યી ખાવા ની પરવંગી હે.” 5અનેં ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં માણસ નો બેંટો આરમ ના દાડા નો હુંદો પ્રભુ હે.”
હુકાએંલા હાથ વાળા માણસ નેં હાજો કરવો
(મત્તિ 12:9-14; મર. 3:1-6)
6એંવું થાયુ કે એક બીજે આરમ ને દાડે ઇસુ ગિરજા મ જાએંનેં ભાષણ આલવા મંડ્યો, અનેં વેંહાં એક માણસ હેંતો ઝેંનેં જમણે હાથેં લખુવો થાએંલો હેંતો. 7મૂસા નું નિયમ હિકાડવા વાળા અનેં ફરિસી ટુંળા ન મનખં ઇસુ ઇપેર દોષ લગાડવા હારુ મુંખો જુંવતં હેંતં, કે વેયો આરમ ને દાડે લખુવો થાએંલા માણસ નેં હાજો કરે હે કે નહેં કરતો. 8પુંણ ઇસુ હેંનં ના વિસાર જાણતો હેંતો, એંતરે હેંના માણસ નેં કેંદું, “ઉઠ, બદ્દ મનખં નેં વસ મ ઇબો થાએં જા.” વેયો ઇબો થાએંજ્યો. 9ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં તમનેં એંમ પૂસું હે કે આરમ ને દાડે હું કરવું તાજું હે, ભલું કરવું કે ભુંડું કરવું; જીવ નેં બસાવવો કે મારવો?” 10તર ઇસુવેં સ્યારેં બાજુ હેંનં બદ્દનેં ભાળેંનેં હેંના માણસ નેં કેંદું, “પુંતાનો હાથ લાંબો કર.” તર હેંને હાથ લાંબો કર્યો, અનેં હેંનો હાથ ફેંર હાજો થાએંજ્યો. 11પુંણ વેયા પુંતે બારતં નકળેં જાએંનેં એક બીજા હાતેં પૂસવા લાગ્યા કે આપું ઇસુ નેં હું કરજ્યે?
બાર પસંદ કરેંલં સેંલંનેં અલગ કરવા
(મત્તિ 10:1-4; મર. 3:13-19)
12હેંનં દાડં મ ઇસુ ડુંગોર ઇપેર પ્રાર્થના કરવા હારુ જ્યો, અનેં પરમેશ્વર નેં પ્રાર્થના કરવા મ આખી રાત કાડી. 13ઝર દાડો ઉગ્યો તે ઇસુવેં પુંતાનં સેંલંનેં બુંલાવેંનેં હેંનં મહા બાર માણસં નેં પુંતાના પસંદ કરેંલા સેંલા થાવા હારુ બુંલાયા. 14ઇયા વેહ બાર સેંલા હે ઝેંનનેં ઇસુવેં પસંદ કર્યા હેંતા, શમોન ઝેંનું નામ હેંને પતરસ રાખ્યુ, અનેં હેંનો નાનો ભાઈ અન્દ્રિયાસ, અનેં યાકૂબ, અનેં યૂહન્ના, અનેં ફિલિપ્પુસ, અનેં બરતુલમૈ, 15અનેં મત્તિ, અનેં થુંમો, અનેં હલફઈ નો સુંરો યાકૂબ, અનેં બીજો શમોન, 16અનેં યાકૂબ નો સુંરો યહૂદા, અનેં યહૂદા ઈસ્કરિયોતી ઝી ઇસુ નેં હવાડવા વાળો બણ્યો.
મનખં નેં હિક આલવી અનેં હાજં કરવં
(મત્તિ 4:23-25)
17તર ઇસુ સેંલંનેં હાતેં ઉતરેંનેં હામી જગ્યા મ ઇબો થાયો, અનેં ઇસુ ના સેંલા અનેં મનખં નો એક મુંટો ટુંળો, ઝી યહૂદિયા પરદેશ ન અમુક સેરં થી, યરુશલેમ સેર, અનેં સોર અનેં સિદોન સેર ના દરજ્યા ની ધેડેં હ ઘણં મનખં હેંતં, 18ઝી ઇસુ નું ભાષણ હામળવા અનેં પુંતાની બેંમારી થી હાજં થાવા હારુ હેંનેં કન આય હેંતં, અનેં ભૂતડં ન દુઃખી કરેંલં મનખં હુંદં હાજં કરાતં હેંતં. 19બદ્દ બેંમાર મનખં ઇસુ નેં અડવા સાહતં હેંતં, કેંમકે હેંનેં મહી સામ્રત નકળેંનેં બદ્દનેં હાજં કરતી હીતી.
આશિષિત અનેં દુઃખિત વસન
(મત્તિ 5:1-12)
20તર ઇસુવેં પુંતાનં સેંલં મએં ભાળેંનેં કેંદું, “ધન્ય હે તમું ઝી મન મ ગરિબ હે, કેંમકે પરમેશ્વર નું રાજ તમારું હે.”
21ધન્ય હે વેય, ઝી ધર્મી જીવન જીવવા ની મુટી આહ રાખે હે, કેંમકે પરમેશ્વર હેંનની આહ પૂરી કરહે, “ધન્ય હે તમું ઝી હમણં ગાંગરો હે, કેંમકે તમું આહહો.”
22“ધન્ય હે તમું ઝર મનખં તમનેં મારી ઇપેર વિશ્વાસ કરવા ને લેંદે, તમારી ઇપેર વેર રાખહે, અનેં તમનેં કાડ દેંહે, અનેં તમારી નિંદા કરહે, અનેં તમારું નામ ભુંડું જાણેંનેં કાપ દડહે.”
23“હેંને દાડે ખુશ થાએંનેં નાસજો-કુદજો, કેંમકે ભાળો, તમારી હારુ હરગ મ મુંટું ઈનામ હે. કેંમકે હેંનં ના બાપ-દાદા હુંદા ભવિષ્યવક્તં નેં હાતેં વેમેંસ કરેં કરતા હેંતા.”
24“પુંણ હામળો તમું ઝી ધનવાન હે, આજે તમારી કનેં બદ્દી રિત નું સુખ હે, પુંણ એક દાડો મુંટું દુઃખ તમું ભુંગવહો.”
25“હાય હેંનં હારુ ઝેંનં કન દુન્ય ની બદ્દી વસ્તુ હે, કેંમકે તમારી હારુ એંવો ટાએંમ આવવા નો હે, કે તમનેં ખાવાનું હુંદું નેં મળહે. હાય તમં ઇપેર ઝી હમણં આહો હે, કેંમકે તમારી હારુ એંવો ટાએંમ આવવા નો હે, કે તમું દુઃખી થહો અનેં ગાંગરહો.”
26“હાય તમં ઇપેર ઝર બદ્દ મનખં તમારી વાહ-વાહી કરે, કેંમકે હેંનં ના બાપ-દાદા હુંદા ઝૂઠં ભવિષ્યવક્તં ની ઇવીસ વાહ-વાહી કરતા હેંતા.”
વેરજ્ય હાતેં પ્રેમ
(મત્તિ 5:38-48; 7:12)
27“પુંણ હૂં તમં હામળવા વાળં નેં કું હે, કે તમારં વેરજ્ય હાતેં પ્રેમ રાખો. ઝી તમારી હાતેં વેર કરે, હેંનનું ભલું કરો.” 28ઝી તમનેં હરાપ આલે, હેંનનેં આશિષ આલો. ઝી તમારું અપમાન કરે, હેંનં હારુ પ્રાર્થના કરો. 29ઝી તારા એક ગાલ ઇપેર થાપલ વાએ હેંનેં મએં બીજો હુંદો ફેંરવેં દે. ઝી તારી કાપડી ઉદાળ લે, હેંનેં ઝભ્ભો લેંવા થી નહેં રુંકે. 30ઝી કુઇ તારી કન માંગેં, હેંનેં આલ. અનેં ઝી તારી વસ્તુ ઉદાળ લે, હેંનેં પાસો નહેં માંગે. 31ઝેંવું તમું સાહો હે, કે મનખં તમારી હાતેં તાજો વેવહાર કરે, તમું હુંદં હેંનં હાતેં વેવોસ તાજો વેવહાર કરો.
32“અગર તમું હેંનં થીસ પ્રેમ રાખો હે, ઝી તમારી હાતેં પ્રેમ રાખે હે, તે હેંનેં થી તમારી પરમેશ્વર હું વાહ-વાહી કરહે? કેંમકે પાપી મનખં હુંદં પુંતાનેં હાતેં પ્રેમ રાખવા વાળં હાતેંસ પ્રેમ રાખે હે.” 33વેમેંસ અગર તમું પુંતાનેં ભલાઈ કરવા વાળં નેંસ હાતેં ભલાઈ કરો હે, તે પરમેશ્વર તમારી હું વાહ-વાહી કરહે? કેંમકે પાપી મનખં હુંદં એંવુંસ કરે હે. 34અગર તમું હેંનનેં ઉદાર આલો ઝેંનેં થી ફેંર મળવા ની આહ રાખો હે, તે પરમેશ્વર તમારી હું વાહ-વાહી કરહે? કેંમકે પાપી મનખં હુંદં બીજં પાપજ્ય નેં ઉદાર આલે હે, કે હેંતરુંસ ફેંર મેંળવે. 35પુંણ તમારં વેરજ્ય નેં હાતેં પ્રેમ રાખો, અનેં ભલાઈ કરો, અનેં ફેંર મેંળવવા ની આહ નેં રાખેંનેં ઉદાર આલો, તર તમનેં પરમેશ્વર મુંટું ઈનામ આલહે. અનેં તમું પરમ-પ્રધાન પરમેશ્વર ન બેંટા-બીટી કેંવાહો. કેંમકે વેય ઝી ધનેવાદ નહેં કરતં અનેં ભુંડં મનખં ઇપેર દયા કરે હે. 36ઝેંવો પરમેશ્વર તમારો હરગ વાળો બા દયાળુ હે, વેમેંસ તમું હુંદં દયાળુ બણો.
ગલતી નહેં કાડો
(મત્તિ 7:1-4)
37“કીની યે ગલતી નહેં કાડો, એંતરે કે મનખં તમારી હુદી ગલતી નેં કાડે. બીજં મનખં નેં ગુંનેગાર નેં ગણો, તે તમું હુંદં ગુંનેગાર નેં ગણવા મ આવો. બીજંનેં માફ કરો, તે તમનેં હુંદું માફ કરવા મ આવહે. 38ઝેંનેં જરુરત હે હેંનેં આલો, તે તમનેં પરમેશ્વર આલહે. મનખં પૂરો માપ દાબેં-દાબેંનેં અનેં હલાવેં-હલાવેંનેં અનેં ઉબરાતું જાએંનેં તમારા ખુંળા મ નાખહે, કેંમકે ઝેંના માપ થી તમું માપો હે, વેના થીસ તમારી હારુ હુંદું માપવામ આવહે.”
39ફેંર ઇસુવેં હેંનનેં એક દાખલો કેંદો, “હું એક આંદળો, બીજા આંદળા નેં વાટ વતાડેં સકે હે?” હું વેયા બે યે ખાડા મ નેં પડે? 40સેંલો પુંતાના ગરુ કરતં મુંટો નહેં, પુંણ ઝેંને કઇનેકેં શિક્ષણ પૂરુ કર લેંદું વેહ, વેયો ગરુ નેં જેંમ વેંહે. 41તમું બીજં મનખં ની નાન-નાની ગલતી હુંકા ભાળો હે, ઝર કે તમારાસ જીવન ની મુટી-મુટી ગલતી તમું નહેં ભાળતં? 42અગર તમું પુંતાના જીવન ની મુટી-મુટી ગલતી નહેં ભાળતં, તે તમું બીજં મનખં નેં કેંકેંમ કેં સકો હે કે આવો હૂં તમનેં તાજું જીવન જીવવા નો રસ્તો વતાડું? અરે ઢોંગ કરવા વાળોં પેલ પુંતાનું જીવન હદારો, તર ઝી નાની-નાની ગલતી બીજં મનખં મ હે, હેંનનેં તાજું જીવન જીવવા નો રસ્તો વતાડેં સકહો.
ઝેંવું ઝાડ તેંવું ફળ
(મત્તિ 7:16-20; 12:33-35)
43“કુઇ તાજું ઝાડ નહેં ઝી નકમ્મું ફળ લાવે, અનેં નેં તે કુઇ નકમ્મું ઝાડ હે, ઝી તાજું ફળ લાવે. 44દરેક ઝાડ પુંતાના ફળ થકી વળખવામ આવે હે, કેંમકે કટાળં ઝાડં મ અંજીર નું ફળ નહેં લાગતું, અનેં કટાળી ઝાડજ્યં મ દરાક નહેં લાગતી.” 45ભલું મનખ પુંતાના ભલા મન ના ભંડાર મહું ભલી વાતેં કાડે હે, અનેં એક ભુંડું મનખ ભુંડા મન ના ભંડાર મહી ભુંડી વાતેં કાડે હે. કેંમકે ઝી મન મ ભરેંલું વેહ, વેયુસ એંના મોડા મ આવે હે.
ઘેર બણાવા વાળા બે માણસ
(મત્તિ 7:24-27)
46ઝર તમું મારું કેંવું નહેં માનતં તે હુંકા મનેં, “હે પ્રભુ, હે પ્રભુ,, કો હે?” 47ઝી કુઇ મારી કનેં આવે હે અનેં મારી વાતેં હામળેંનેં હેંને માને હે, હૂં તમનેં વતાડું હે કે વેયુ કેંનેં જેંમ હે. 48વેયુ એંના માણસ નેં જેંમ હે, ઝેંને ઘેર બણાવતી વખત જમી ઉંડી ખણેંનેં ભાઠં ઇપેર પાજ્યો સણ્યો, અનેં ઝર પુર આયો તે ઝાભોળેં હેંના ઘેર નેં વાગજ્યી પુંણ હેંનેં હલાવેં નેં સકી. કેંમકે વેયુ પાક્કું હેંતું. 49પુંણ ઝી હામળેંનેં નહેં માનતું વેયુ એંના માણસ નેં જેંમ હે, ઝેંને જમીન મ પાજ્યો ખણ્યા વગર ઘેર બણાયુ, ઝર હેંનેં ઇપેર ઝાભોળેં વાગજ્યી તે વેયુ તરત ટુટેંનેં પડેંજ્યુ અનેં વખેંરાએંજ્યુ.

Currently Selected:

લુક 6: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in