સંદર્શન પ્રસ્તાવના
પ્રસ્તાવના
ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્તને પ્રભુ માનતા હતા. તેમના એ વિશ્વાસને લઈને તેમના ઉપર સતાવણી આવતી હતી. યોહાનને થયેલા પ્રકટીકરણનું લેખન એ સમયનું છે. લેખકનો હેતુ ખ્રિસ્તીઓને આશા અને ઉત્સાહ પમાડવાનો છે, અને દુ:ખ અને સતાવણીના સમયમાં વિશ્વાસુ રહેવાની વિનંતી કરવાનો છે.
પુસ્તકમાં મુખ્યત્વે પ્રકટીકરણો અને સંદર્શનો આપેલાં છે, અને એ બધાં સાંકેતિક ભાષામાં લખેલાં છે, જે માત્ર ખ્રિસ્તીઓ જ સમજી શકે, પણ બિનખ્રિસ્તીઓને માટે એ માત્ર રહસ્યમય લખાણ બની રહે. પુસ્તકના વિષયોનું જુદાં જુદાં દર્શનો દ્વારા જુદા જુદા રૂપમાં વારંવાર પુનરાવર્તન થતું જોવા મળે છે. આ પુસ્તકના ઝીણવટભર્યા ખુલાસા વિષે જુદા જુદા અભિપ્રાયો વચ્ચે મતભેદ રહે છે; પણ પુસ્તકના વિષય અને હેતુ માટે તો એક મત છે. ઈશ્વરપિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એમના સર્વ શત્રુઓનો અને સર્વ ભૂંડાઈનો, અને શેતાન સુદ્ધાંનો સર્વકાળ માટે અને પૂરેપૂરો નાશ કરશે, અને જ્યારે આ મહા વિજય પ્રાપ્ત થશે ત્યારે ઈશ્વર પોતાના વિશ્વાસુ લોકોને નવા આકાશ અને નવી પૃથ્વી દ્વારા આશીર્વાદિત કરશે.
રૂપરેખા:
પ્રસ્તાવના ૧:૧-૮
શરૂઆતનું દર્શન અને સાત મંડળીઓને પત્રો ૧:૯—૩:૨૨
સાત મુદ્રાવાળું ઓળિયું ૪:૧—૮:૧
સાત રણશિંગડાં ૮:૨—૧૧:૧૯
અજગર અને બે પશુ ૧૨:૧—૧૩:૧૮
કેટલાંક દર્શન ૧૪:૧—૧૫:૮
ઈશ્વરના કોપનાં સાત પ્યાલાં ૧૬:૧-૨૧
બેબિલોનનો વિનાશ, અને પશુ, જૂઠા પ્રબોધક અને શેતાનનો પરાજય ૧૭:૧—૨૦:૧૦
અંતિમ ન્યાયકાળ ૨૦:૧૧-૧૫
નવું આકાશ, નવી પૃથ્વી, અને નવું યરુશાલેમ ૨૧:૧—૨૨:૫
ઉપસંહાર ૨૨:૬-૨૧
Currently Selected:
સંદર્શન પ્રસ્તાવના: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide