નહેમ્યા 12
12
યજ્ઞકારો અને લેવીઓની યાદી
1શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલ અને પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ સાથે બંદીવાસમાંથી પાછા ફરેલા યજ્ઞકારો અને લેવીઓની યાદી આ પ્રમાણે છે:
2-7યજ્ઞકારોની યાદી આ પ્રમાણે છે:
સરાયા, યર્મિયા, એઝરા,
અમાર્યા, માલ્લૂખ, હાટ્ટુશ,
શખાન્યા, રહૂમ, મરેમોથ,
ઈદ્દો, ગિન્નથોઈ, અબિયા,
મીયામીન, માદ્યા, બિલ્ગા
શમાયા, યોયારીબ, યદાયા,
સાલ્લુ, આમોક, હિલકિયા.
અને યદાયા.
આ માણસો યહોશૂઆના સમયમાં તેમના સાથી યજ્ઞકારોમાં આગેવાન હતા.
8લેવીઓની યાદી આ પ્રમાણે છે:
આ માણસો મંદિરમાં આભારસ્તુતિનાં ગીતો ગાનારા હતા: યેશુઆ, બિન્નૂઈ ક્દમીએલ, શેરેબ્યા, યહૂદા અને માત્તાન્યા.
9ગાયકવૃંદમાં વારાફરતી ગાનારા આ માણસો હતા: બાકબુકયા, ઉન્નો અને તેમના સાથી લેવીઓ.
પ્રમુખ યજ્ઞકાર યહોશુઆના વંશજો
10યહોશુઆ યોયાકીમનો પિતા હતો, યોયાકીમ એલ્યાશીબનો પિતા હતો, એલ્યાશીબ યોયાદાનો પિતા હતો, 11યોયાદા યોનાથાનનો પિતા હતો અને યોનાથાન યાદ્દૂઆનો પિતા હતો.
12-21યોયાકીમ પ્રમુખ યજ્ઞકાર હતો ત્યારે જે યજ્ઞકારો યજ્ઞકાર ગોત્રોના વડા હતા તેમની વિગત આ પ્રમાણે છે:
યજ્ઞકાર | ગોત્ર |
---|---|
મરાયા | સરાયા |
હનાન્યા | યર્મિયા |
મશુલ્લામ | એઝરા |
યહોહાનાન | અમાર્યા |
યોનાથાન | મેલ્લુકી |
યોસેફ | શબાન્યા |
આદના | હારીમ |
હેલ્કા | મરીયોથ |
ઝખાર્યા | ઇદ્દો |
મશુલ્લામ | ગિન્નથોન |
ઝિખ્રી | અબિયા |
…#12:12-21 હિબ્રૂ પાઠમાં આ યાદીમાં એક નામ નથી. | મિન્યામીન |
પિલ્ટાય | મોઆદ્યા |
શામ્મૂઆ | બિલ્ગા |
યહોનાથાન | રામાયા |
માત્તેનાય | યોયારીબ |
ઉઝઝી | યદાયા |
કાલ્લાય | સાલ્લાય |
એબેર | આમોક |
હશાબ્યા | હિલકિયા |
નથાનએલ | યદાયા |
યજ્ઞકારો અને લેવીઓનાં કુટુંબની નોંધ
22એલ્યાશીબ, યોયાદા, યોનાથાન અને યાદ્દૂઆ એ પ્રમુખ યજ્ઞકારોના સમયમાં લેવીઓ અને યજ્ઞકારોના કુટુંબના વડાઓની લેખિત નોંધ રાખવામાં આવી હતી. દાર્યાવેશ ઇરાનનો સમ્રાટ હતો ત્યારે એ નોંધ પૂર્ણ કરવામાં આવી.
23છતાં અધિકૃત દફતરમાં તો એલ્યાશીબના પૌત્ર યોનાથાનના સમય સુધીના જ લેવીઓના કુટુંબના વડાઓની નોંધ કરવામાં આવી હતી.
મંદિરમાં સેવાકાર્યની સોંપણી
24હશાબ્યા, શેરેબ્યા, યેશૂઆ, બિન્નૂઈ#12:24 ‘બિન્નૂઈ’: સંભવિત પાઠ; જુઓ 10:9 અને 12:8 અને ક્દમીએલની દોરવણી હેઠળ લેવીઓનાં જૂથ પાડવામાં આવ્યાં. ઈશ્વરભક્ત રાજા દાવિદે આપેલી સૂચનાઓ પ્રમાણે બે જૂથો એક સમયે વારાફરતી ઈશ્વરની સ્તુતિ કરતાં અને તેમનો આભાર માનતાં.
25મંદિરના દરવાજાઓ પાસે આવેલા ભંડારોની ચોકી કરવાની જવાબદારી મંદિરના સંરક્ષકો માતાન્યા, બાકબુકયા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કૂબની હતી.
26આ લોકો યહોસાદાકના પુત્ર યેશૂઆના પુત્ર યોયાકીમના સમયમાં, રાજ્યપાલ નહેમ્યાના સમયમાં અને યજ્ઞકાર તથા નિયમશાસ્ત્રના વિદ્વાન એઝરાના સમયમાં થઈ ગયા.
શહેરના કોટની સમર્પણવિધિ
27યરુશાલેમના કોટને સમર્પણ કરવાના વખતે લેવીઓને સર્વ સ્થાનોમાંથી બોલાવવામાં આવ્યા, જેથી તેઓ આભારસ્તુતિનાં ગીતો અને મંજીરા તથા વીણાના સંગીત સહિત યરુશાલેમમાં સમર્પણના ઉત્સવમાં જોડાઈ શકે.
28ગાયકવૃંદનાં લેવી કુટુંબો યરુશાલેમની આસપાસનાં તેમના વસવાટોમાંથી, નટોફાની આસપાસનાં નગરોમાંથી, 29બેથગિલ્ગાલ, ગેબા અને આઝમાવેથમાંથી એકઠાં થયાં. 30યાજકો અને લેવીઓએ પોતાને માટે અને પછી લોકો, દરવાજા તેમ જ નગરકોટ માટે શુદ્ધિકરણનો વિધિ કર્યો.
31પછી મેં કોટ ઉપર યહૂદિયાના આગેવાનોને એકઠા કર્યા અને તેમને શહેરની આસપાસ કૂચ કરતાં કરતાં ઈશ્વરની સ્તુતિ કરનાર બે મોટાં જૂથોની જવાબદારી સોંપી.
તેમાંનું પ્રથમ જૂથ કોટ ઉપર કચરાના દરવાજા તરફ ગયું.#12:31 જૂથોનું પરિક્રમણ શહેરના કોટનાં નૈઋત્ય ભાગમાં કાયાંકથી શરૂ થયું અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં પરિક્રમણ કરીને મંદિર સામે શહેરના ઈશાન ભાગમાં બે જૂથો ફરી મળ્યાં. 32હોશાયા ગાયકવૃંદની પાછળ ચાલ્યો અને યહૂદિયાના અર્ધા આગેવાનો તેની પાછળ પાછળ ગયા. 33-35તેમની પાછળ રણશિંગડાં વગાડતાં વગાડતાં કૂચ કરવામાં આ યજ્ઞકારો હતા: અઝાર્યા, એઝરા, મશુલ્લામ, યહૂદા, બિન્યામીન, શમાયા, યર્મિયા. તેમના પછી ઝખાર્યા હતો. તે યોનાથાનનો પુત્ર અને શમાયાનો પૌત્ર હતો. (તેના પૂર્વજોમાં અનુક્રમે માત્તાન્યા, મિખાયા અને આકકૂર હતા. તે આસાફના ગોત્રનો હતો). 36તેની પાછળ પાછળ તેના ગોત્રના અન્ય સભ્યો જતા હતા: શમાયા, આઝારેલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનએલ, યહૂદા અને હનાની. ઈશ્વરભક્ત રાજા દાવિદનાં વાજિંત્રો જેવાં વાજિંત્રો તેઓ વગાડતા હતા. નિયમશાસ્ત્રમાં વિદ્વાન એઝરા આ જૂથને સરઘસમાં દોરનાર હતો. 37ઝરણાના દરવાજે દાવિદનગરમાં જવાનાં પગથિયાં પર તેઓ ચડયા, દાવિદનો મહેલ પસાર કર્યો અને શહેરના પૂર્વ ભાગમાં પાણીના દરવાજા પાસે પાછા કોટ પર આવ્યા.
38આભારસ્તુતિ કરનાર બીજું જૂથ કોટ ઉપર ડાબી તરફ ગયું, અને અર્ધા લોક લઈને હું તેમની પાછળ ચાલ્યો. અમે ભઠ્ઠીઓનો દરવાજો પસાર કરીને પહોળી દીવાલ સુધી ગયા, 39ત્યાંથી અમે એફ્રાઈમ દરવાજે, યશાન્યા દરવાજે,#12:39 ‘એફ્રાઈમ દરવાજે, યશાન્યા દરવાજે’ અથવા ‘એફ્રાઈમ દરવાજે: (જે જૂનો દરવાજો કહેવાતો હતો)’. માછલી દરવાજે, હનાનેલના બુરજે, શતક બુરજે અને છેક ઘેટાંના દરવાજે પહોંચ્યા. મંદિરના દરવાજા પાસે અમે અમારી કૂચ પૂરી કરી.
40એમ આભારસ્તુતિ કરનારાં બન્ને જૂથ મંદિરના વિસ્તારમાં પહોંચ્યાં.
41મારી સાથેના આગેવાનો ઉપરાંત મારા જૂથમાં રણશિંગડાં વગાડનાર આટલા યજ્ઞકારો હતા: એલ્યાકીમ, માસેયા, મિન્યામીન, મિખાયા, એલ્યોએનાય, ઝખાર્યા અને હનાન્યા. 42તેમની પાછળ માસેયા, શમાયા, એલાઝાર ઉઝઝી, યહોહાનાન, માલકિયા, એલામ અને એઝેર હતા. યિભાહયાની આગેવાની હેઠળનું ગાયકવૃંદ મોટે સાદે ગાતું હતું.
43એ દિવસે ઘણાં બલિદાનો અર્પવામાં આવ્યાં. અને ઈશ્વરે લોકોને આનંદથી ભરપૂર કર્યા હોઈ તેઓ બહુ ખુશ હતા. ઉત્સવમાં સ્ત્રીઓ અને બાળકો પણ જોડાયાં હતાં. એ બધાંનો અવાજ એટલો મોટો હતો કે યરુશાલેમથી દૂર દૂર સંભળાતો હતો.
મંદિરમાં સેવાભક્તિની સામગ્રી
44તે સમયે જ્યાં દશાંશો, પ્રથમ લણેલું અનાજ, પ્રતિ વર્ષના પ્રથમ પાકનાં ફળ સહિત મંદિરનો ફાળો રાખવામાં આવતો હતો તે ભંડારો પર માણસો નીમવામાં આવ્યા. આ માણસો પાસે નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે યજ્ઞકારો અને લેવીઓ માટે જુદાં જુદાં નગરો પાસેનાં ખેતરોમાંથી ફાળો ઉઘરાવવાની જવાબદારી હતી. યહૂદિયાના સઘળા લોકો યજ્ઞકારો અને લેવીઓ પર ખુશ હતા; 45કારણ કે તેમણે ઈશ્વરે આપેલી આજ્ઞા પ્રમાણે શુદ્ધિકરણ અને અન્ય વિધિઓની ધર્મક્રિયા બજાવી. મંદિરના સંગીતકારો અને મંદિરના સંરક્ષકોએ પણ દાવિદ રાજા અને તેના પુત્ર શલોમોને ઠરાવેલા નિયમો મુજબ પોતાની ફરજ અદા કરી હતી. 46દાવિદ રાજા અને સંગીતકાર આસાફના પ્રાચીન સમયથી સંગીતકારો ઈશ્વરની આભારસ્તુતિનાં ગીતો ગવડાવતા આવ્યા છે. 47ઝરુબ્બાબેલ તેમજ નહેમ્યાના સમયમાં મંદિરના સંગીતકારો અને મંદિરના સંરક્ષકો માટે ઈઝરાયલના લોકો દરરોજ ભેટો લાવતા. લોકોએ લેવીઓને પવિત્ર અર્પણનું દાન કર્યું અને લેવીઓએ યજ્ઞકારોને તેમનો નિયત હિસ્સો આપ્યો.
Currently Selected:
નહેમ્યા 12: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide