નહેમ્યા 11
11
યરુશાલેમમાં વસેલા લોકો
1લોકોના આગેવાનો યરુશાલેમમાં વસ્યા. બાકીના લોકોએ દર દશ કુટુંબે એક કુટુંબ પવિત્રનગર યરુશાલેમમાં વસે તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી; તે સિવાયના લોકોને બીજાં શહેરો અને નગરોમાં રહેવાનું હતું. 2જેઓ રાજીખુશીથી યરુશાલેમમાં વસવાટ માટે તૈયાર થયા તેમની લોકોએ પ્રશંસા કરી. 3અન્ય શહેરો અને નગરોમાં ઇઝરાયલના લોકો, યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સેવકો અને શલોમોનના સેવકોના વંશજો પોતપોતાનાં નગરોમાં પોતાનાં વતનમાં વસ્યા.
યરુશાલેમમાં વસેલા યહૂદિયા પ્રાંતના અગ્રગણ્ય નાગરિકોની યાદી નીચે મુજબ છે:
4યહૂદિયાના કુળના માણસોની યાદી આ પ્રમાણે છે:
અથાયા, જે ઉઝિઝયાનો પુત્ર અને ઝખાર્યાનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે અમાર્યા, શફાટયા અને માહાલાલેલ હતા, જેઓ યહૂદાના પુત્ર પેરેસના વંશજો હતા.
5માસેયા, જે બારેખનો પુત્ર અને કોલહોઝેનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે હઝાયા, અદાયા, યોયારીબ અને ઝખાર્યા હતા, જેઓ યહૂદાના પુત્ર શેલાના વંશજો હતા.
6પેરેસના વંશજોમાંથી ચારસો અડસઠ પરાક્રમી પુરુષો યરુશાલેમમાં રહેતા હતા.
બિન્યામીનના કુળના વંશજોની યાદી આ પ્રમાણે છે.
7સાલ્લુ જે મશુલ્લામનો પુત્ર અને યોએદનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે પદાયા, કોલાયા, માસેયા, ઇથિયેલ, અને યશાયા હતા;
8ગાબ્બાય અને સાલ્લાય, જેઓ સાલ્લુના નિકટના સંબંધીઓ#11:8 ‘નિકટના સબંધી’: એક પ્રાચીન અનુવાદને આધારે: હિબ્રૂ પાઠ: ‘તેના પછી’ હતા.
9બધા મળીને બિન્યામીનના કુળના 928 માણસો યરુશાલેમમાં રહેતા હતા. ઝિખ્રીનો પુત્ર યોએલ તેમનો આગેવાન હતો અને હાસ્સનૂઆનો પુત્ર યહૂદા, નગરનો બીજા દરજજાનો અધિકારી હતો.
10યજ્ઞકારોની યાદી આ પ્રમાણે છે:
યોયારીબનો પુત્ર યદાયા, અને યાખીન.
11સરાયા, જે હિલકિયાનો પુત્ર અને મશૂલ્લામનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે સાદોક, મરાયોથ અને અહીટુબ હતા. તે પ્રમુખ યજ્ઞકાર હતો.
12આ ગોત્રના બધા મળીને 822 સભ્યો મંદિરમાં સેવા બજાવતા હતા.
અદાયા, જે યરોહામનો પુત્ર અને પલાલ્યાનો પૌત્ર હતો; તેના પૂર્વજો અનુક્રમે આમ્ઝી, ઝખાર્યા, પાશ્હૂર અને માલકિયા હતા. 13આ ગોત્રના બધા મળીને 242 સભ્યો તેમના કુટુંબોના વડા હતા.
અમાશશાય જે અઝારએલનો પુત્ર અને આહઝાયનો પૌત્ર હતો; તેના પૂર્વજો અનુક્રમે મશિલ્લેમોથ અને ઇમ્મેર હતા. 14આ ગોત્રમાંથી 128 સભ્યો શૂરવીર સૈનિકો હતા. હાગ્ગદોલીમનો#11:14 ‘હાગ્ગદોલીમનો’ અથવા ‘આગેવાન કુટુંબનો અન્ય’; હિબ્રૂ. ‘ગાદોલ’: ‘મહાન’ પુત્ર ઝાબ્દીએલ તેમનો આગેવાન હતો.
15લેવીઓની યાદી આ પ્રમાણે છે:
શમાયા, જે હાશ્શુલનો પુત્ર અને આભીકામનો પૌત્ર હતો; તેના પૂર્વજો હશાબ્યા અને બુન્ની હતા.
16શાબ્બાથાય અને યોઝાબાદ, તેઓ મંદિરના બહારના કામક્જમાં આગળ પડતા હતા.
17માત્તાન્યા, જે મિખાનો પુત્ર અને ઝાબ્દીનો પૌત્ર હતો; તે આસાફનો વંશજ હતો. આભારસ્તુતિની પ્રાર્થનાનાં ગીતો ગાનાર મંદિરના ગાયકવૃંદનો તે આગેવાન હતો.
બાકલુકયા, જે માત્તાન્યાનો મદદનીશ હતો.
આબ્દા, જે શામ્મૂઆનો પુત્ર અને ગાલાલનો પૌત્ર હતો; તે યદૂથૂનનો વંશજ હતો.
18પવિત્ર નગર યરુશાલેમમાં બધા મળીને 284 લેવીઓ રહેતા હતા.
19મંદિરના સંરક્ષકોની યાદી આ પ્રમાણે છે:
આકકૂબ, ટાલ્મોન અને તેમના સંબંધીઓ મળીને કુલ 172 માણસો.
20બાકીના ઇઝરાયલી લોકો, યજ્ઞકારો અને લેવીઓ યહૂદિયાનાં અન્ય શહેરો અને નગરોમાં પોતપોતાના વતનમાં વસ્યા. 21મંદિરના સેવકો ઓફેલ તરીકે ઓળખાતા યરુશાલેમ શહેરના એક ભાગમાં રહેતા હતા અને સીહા અને ગિશ્પાની દેખરેખ હેઠળ કામ કરતા હતા.
22બાનીનો પુત્ર અને હશાબ્યાનો પૌત્ર ઉઝઝી જે લેવીઓનો ઉપરી હતો. તે પણ યરુશાલેમમાં વસ્યો. તેના પૂર્વજો માત્તાન્યા અને મિખા હતા. ઈશ્વરના મંદિરમાં સેવાભક્તિ માટે સંગીતના કામની જવાબદારી જેને શિર હતી તે આસાફના ગોત્રનો હતો. 23પ્રત્યેક કુળે મંદિરના સંગીતની દરરોજની કામગીરી કેવી રીતે વારા પ્રમાણે મુકરર કરવી તે અંગે રાજાએ ઠરાવેલા નિયમો હતા.
24યહૂદાના કુળમાં ઝેરાના ગોત્રમાંના મશેઝાબએલનો પુત્ર પેથાહયા ઈરાનના રાજાના દરબારમાં ઈઝરાયલી લોકનો પ્રતિનિધિ હતો.
અન્ય નગરો અને શહેરોમાં વસેલા લોક
25ઘણા લોકો પોતાનાં ખેતરોની નજીકનાં નગરોમાં રહ્યા. જેઓ યહૂદાના કુળના હતા તેઓ કિર્યાથઆર્બા, દિબોન અને યકાબ્સએલ તથા તેમની આસપાસનાં ગામોમાં વસ્યા. 26તેઓ યેશૂઆ, મોલાદા, બેથ-પેલેટ 27અને હસાર-શૂઆલ, બેરશેબા તેમ જ તેમનાં આસપાસનાં ગામોમાં પણ વસ્યા. 28તેઓ સિકલાગ અને મખોના તથા તેનાં ગામડાંઓમાં વસ્યા. 29તેઓ એન-રિમ્મોન, સોરા તથા યાર્મૂથમાં, 30ઝાનોઆ, અદુલ્લામ તથા તેમનાં ગામડાંઓમાં વસ્યા. તેઓ લાખીશમાં અને તેની નજીકનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં વસ્યા. આમ, યહૂદિયાના લોકોએ દક્ષિણે બેર-શેબાથી ઉત્તરે હિન્નોમખીણ સુધીના પ્રદેશમાં વસવાટ કર્યો.
31બિન્યામીનના કુળના લોકો ગેબા, મિખ્માશ, આય, બેથેલ તથા નજીકનાં ગામોમાં; 32અનાથોથ, નોબ અને અનાન્યામાં, 33હાસોર, રામા અને ગિતાઈમમાં; 34હાદીદ, સબોઈમ, નબાલ્લાટમાં; 35લોદ, ઓનો તથા કારીગરોની ખીણમાં વસ્યા. 36લેવીઓનાં કેટલાંક જૂથ જે અગાઉ યહૂદિયામાં રહેતાં હતાં તેમને માટે બિન્યામીનના કુળપ્રદેશમાં રહેવાની વ્યવસ્થા થઈ.
Currently Selected:
નહેમ્યા 11: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide