YouVersion Logo
Search Icon

નાહૂમ 3

3
1જૂઠી અને ખૂની નગરી!
તું લૂંટાઈ જવાની છે.
2ચાબુકોના સાટકા, પૈડાંનો ગડગડાટ,
ઘોડાઓના દાબલા,
સખત આંચકા સાથે દોડતા રથો
- એ બધું સાંભળો.
3ઘોડેસવારો ધસી જાય છે.
તલવારો ઝગારા મારે છે,
ભાલાઓ ચમકે છે.
અસંખ્ય માનવી માર્યા જાય છે,
મુડદાંના ઢગ ખડક્ય છે.
માણસો તેમાં ઠોકર ખાય છે.
4વેશ્યા જેવી નિનવે નગરીને
શિક્ષા થઈ રહી છે.
એ આકર્ષક અને નખરાંબાજે
પ્રજાઓને મોહિત કરીને
વશ કરી દીધી.#3:4 ‘વશ કરી દીધી’: અથવા ‘ગુલામ બનાવી દીધી.’
5સર્વશક્તિમાન પ્રભુ કહે છે,
“હે નિનવે, હું તને શિક્ષા કરીશ.
હું તને નિર્વસ્ત્ર કરી દઈશ અને
પ્રજાઓ તારી નગ્નતા જોશે.
6હું તને તુચ્છકારથી જોઈશ અને
ગંદકીથી ભરી દઈશ.
લોકો તને જોઈને ભયભીત થઈ જશે.
7તને જોઈને સૌ પાછાં હઠી જશે
અને સ્તબ્ધ થઈ જઈ કહેશે,
‘નિનવે ખંડિયેર બની ગયું.
તેના પ્રત્યે કોણ સહાનુભૂતિ દાખવશે
અથવા તેને કોણ દિલાસો આપશે?”
8ઇજિપ્તની રાજધાનીના નગર કરતાં શું તું ચડિયાતું છે? નાઈલ નદી તેના ગઢ અને કિલ્લા સમાન હતી. 9તે કુશ અને ઇજિપ્ત ઉપર રાજ્ય કરતું હતું અને તેની સત્તા અસીમ હતી. લુદ તેનું મિત્ર-રાજ્ય હતું. 10છતાં નો નગરના લોકો દેશનિકાલમાં લઈ જવાયા. તેના દરેક નાકે તેનાં બાળકોને ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યાં. તેના અગ્રણીઓ સાંકળે બાંધીને લઈ જવાયા અને તેમને પકડનારાઓએ તેમને વહેંચી લીધા.
11નિનવે, તું પણ ઘેનભરી ઘેરી નિદ્રામાં પડશે. તું પણ તારા દુશ્મનોના હાથમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કરશે. 12તારા બધા કિલ્લાઓ પાકાં અંજીરોથી છવાયેલી અંજીરી જેવા થશે. એવી અંજીરી ખંખેરતાં જેમ અંજીરો સીધાં મોંમાં પડે તેમ કિલ્લાના કાંગરા ખરી પડશે! 13તારા સૈનિકો નામર્દ અને તારો દેશ શત્રુઓની આગળ રક્ષણવિહોણો છે. તારા દરવાજાઓ પરના લાકડાના પાટડા અગ્નિથી બાળી નંખાશે. 14ઘેરા માટે પાણી ભર અને તારા કિલ્લાઓ સંગીન બનાવ. ઈંટો પાડવા ગારો ગૂંદ અને બીબાં તૈયાર કર. 15તું ગમે તે કરે છતાં કાં તો તું બાળી નંખાશે અથવા બડાઈમાં માર્યું જશે. તીડો જેમ પાકને ખાઈ જાય છે તેમ તને ખતમ કરી નાખવામાં આવશે.
તું ય તીડોની માફક વધ્યો છે. 16આકાશમાં જેટલા તારા છે તેનાં કરતાં તેં વધુ વેપારીઓ પેદા કર્યા છે! પણ જેમ તીડો પાંખો પ્રસારીને ઊડી જાય તેમ તેઓ પણ જતા રહ્યા છે. 17ઠંડા દિવસે દીવાલની બખોલોમાં તીડો ભરાઈ રહે, પણ સૂર્ય ઊગતાંની સાથે જ જેમ તેઓ ઊડી જાય છે અને તેમનો પત્તો લાગતો નથી, તેમ તારા સેનાનાયકો લાપતા બન્યા છે.
18હે આશ્શૂરના સમ્રાટ, તારા રાજ્યપાલો મૃત્યુ પામ્યા છે અને તારા અમીર ઉમરાવો સદાને માટે પોઢી ગયા છે! તારા લોકો પર્વતો ઉપર વિખેરાઈ ગયા છે અને તેમને ઘેર પાછા લાવનાર કોઈ રહ્યું નથી. 19તને પડેલા ઘાનો કોઈ ઇલાજ નથી અને તારા ઘા રૂઝાય તેવા નથી. તારા વિનાશના સમાચાર સાંભળનાર સૌ કોઈ હર્ષથી તાળીઓ પાડે છે. શું કોઈ તારી અનહદ ક્રૂરતાથી બચ્યું હતું?

Currently Selected:

નાહૂમ 3: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy