YouVersion Logo
Search Icon

હબાક્કુક પ્રસ્તાવના

પ્રસ્તાવના
હબાક્કુકનો સંદેશો ઈ.સ. પૂર્વે સાતમી સદીના અંત ભાગમાં પ્રગટ કરાયો. એ સમયે બેબિલોનની આણ બધે પ્રવર્તતી હતી. એના ઘાતકી ખાલદી લોકોની બળજોરી અને અત્યાચારોથી હબાક્કુક બહુ ઉશ્કેરાટ અનુભવે છે, અને પ્રભુને પૂછે છે, “તો પછી તમે આ કપટી અને દુષ્ટ લોકોને કેમ સાંખી લો છો? તેમના કરતાં વધારે નેક એવા લોકોનો તેઓ સંહાર કરે છે, ત્યારે તમે કેમ ચૂપ બેસી રહો છો?” પ્રભુ તેને ઉત્તર વાળે છે કે, “હું યોગ્ય સમયે એનો બદલો અચુક લઈશ, અને દરમિયાનમાં, ‘પણ જેઓ ઈશ્વરપરાયણ છે તેઓ જીવશે, કારણ, તેમનો વિશ્વાસ ઈશ્વર પર છે.” (૨:૪)
પુસ્તકનો બાકીનો ભાગ દુર્જનોના વિનાશ વિષેની ભવિષ્યવાણી છે. પુસ્તકના અંતમાં પ્રભુની મહાનતા, અને સંદેશવાહકનો અટલ વિશ્વાસ દર્શાવતું ગાયન છે.
રૂપરેખા:
હબાક્કુકની ફરિયાદો અને પ્રભુના ઉત્તર ૧:૧—૨:૪
દુર્જનોનો વિનાશ ૨:૫-૨૦
હબાક્કુકની પ્રાર્થના ૩:૧-૧૯

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy