YouVersion Logo
Search Icon

માથ્થી 3

3
બાપ્તિસ્મા કરનાર યોહાનનો સંદેશ
(માર્ક. 1:1-8; લૂક. 3:1-18; યોહા. 1:19-28)
1lએ સમયે બાપ્તિસ્મા કરનાર યોહાને યહૂદિયાના વેરાન દેશમાં ઉપદેશ આપવાની શરૂઆત કરી. 2તે કહેતો, તમારાં પાપથી પાછા ફરો. 3કારણ, ઈશ્વરનું રાજ નજીક આવી પહોંચ્યું છે. સંદેશવાહક યશાયાએ જે લખેલું છે તે યોહાનને જ લાગુ પડે છે:
વેરાન દેશમાં કોઈ પોકારી રહ્યું છે:
પ્રભુને માટે માર્ગ તૈયાર કરો;
તેમને માટે રસ્તો સરખો કરો.
4યોહાનનો પોશાક ઊંટના વાળનો બનાવેલો હતો. તે પોતાની કમરે ચામડાનો પટ્ટો બાંધતો હતો. તીડો તથા જંગલી મધ તેનો ખોરાક હતો. 5લોકો યરુશાલેમથી, યહૂદિયાના સમગ્ર દેશમાંથી અને યર્દન નદીની આસાપાસના બધા દેશમાંથી તેની પાસે આવ્યા. 6તેઓએ પોતાનાં પાપની કબૂલાત કરી અને યોહાને તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.
7ફરોશીપંથના #3:7 યહૂદીઓના નિયમશાસ્ત્ર તથા રીતરિવાજોને બહુ ઝીણવટથી પાળનારો આ પંથ હતો.અને સાદૂકીપંથના#3:7 મરણ પામેલા સજીવન થવાના નથી એવી માન્યતા ધરાવતો આ પંથ હતો. તેઓ સમાજના સમૃદ્ધ વર્ગમાંના હતા. ઘણા માણસો પણ યોહાનની પાસે બાપ્તિસ્મા લેવા માટે આવ્યા, ત્યારે તેણે તેમને કહ્યું; ઓ સર્પોના વંશ! ઈશ્વરના આવી રહેલા કોપથી નાસી છુટાશે એવી ચેતવણી તમને કોણે આપી? 8તમે તમારાં પાપથી પાછા ફર્યા છો તેવું દર્શાવતાં કાર્યો કરો.
9’અબ્રાહામ અમારો પૂર્વજ છે,’ એમ કહીને બહાનું ન કાઢશો. હું તમને કહું છું કે ઈશ્વર તો આ પથ્થરોમાંથી પણ અબ્રાહામને માટે સંતાનો ઉત્પન્‍ન કરી શકે તેમ છે!
10હવે તો વૃક્ષોને જડમૂળથી કાપી નાખવાને માટે કુહાડી તૈયાર છે. જે વૃક્ષ સારાં ફળ આપતું નથી, તેને કાપીને અગ્નિમાં બાળી નાખવામાં આવશે. 11તમે પાપથી પાછા ફર્યા છો માટે હું તમારું બાપ્તિસ્મા પાણીથી કરું છું, પણ મારા પછી આવનાર તમને પવિત્ર આત્માથી અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે. મારા કરતાં તો તે ઘણા મહાન છે. હું તો તેમનાં ચંપલ ઊંચકવાને પણ યોગ્ય નથી. 12તેમના હાથમાં સૂપડું છે. તે ઘઉં પોતાના કોઠારમાં એકઠા કરશે, પણ છોતરાંને તો તે સતત સળતા અગ્નિમાં બાળી નાખશે.
પ્રભુ ઈસુનું બાપ્તિસ્મા
(માર્ક. 1:9-11; લૂક. 3:21-22)
13આ સમયે ઈસુ ગાલીલના દેશથી યર્દન નદીએ આવ્યા અને યોહાનની પાસે બાપ્તિસ્મા લેવા ગયા. 14પણ યોહાને તેમને રોકવાનો યત્ન કર્યો અને કહ્યું, મારે તમારા દ્વારા બાપ્તિસ્મા લેવું જોઈએ; તો પછી તમે મારી પાસે કેમ આવો છો?
15પણ ઈસુએ જવાબ આપ્યો, હાલ એમ થવા દે. કારણ, આ રીતે આપણે ઈશ્વરની સર્વ માગણીઓ પરિપૂર્ણ કરીએ એ ઉચિત છે.
16આથી યોહાન સંમત થયો. તેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું કે ઈસુ તરત જ પાણીમાંથી બહાર આવ્યા. ત્યાં તેમની સમક્ષ આકાશ ઊઘડી ગયું અને તેમણે ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો અને પોતાના પર સ્થિર થતો જોયો. 17આકાશમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in