YouVersion Logo
Search Icon

એસ્તેર 7

7
હામાનને ફાંસી
1રાજા અને હામાન એસ્તેરને ત્યાં બીજીવાર ભોજન લેવા ગયા. 2મદિરાપાન કરતાં કરતાં રાજાએ ફરીવાર એસ્તેરને પૂછયું, “હે એસ્તેર રાણી, તારે શું જોઈએ છે? જો તું મારું ર્આું સામ્રાજ્ય માગે, તો તે પણ હું આપીશ.”
3એસ્તેર રાણીએ જવાબ આપ્યો, “હે રાજા, આપ મારા પર પ્રસન્‍ન હો અને આપની મરજી હોય તો મારી આટલી વિનંતી માન્ય રાખો: મને અને મારા લોકને જીવતદાન આપો. 4મને અને મારા લોકને નાશ માટે, ક્તલ થવા માટે અને સંપૂર્ણ સંહાર માટે વેચી દેવામાં આવ્યાં છે. અમે માત્ર ગુલામ કે ગુલામડીઓ થવાં જ વેચાયાં હોત તો તો હું શાંત બેસી રહેત. કારણ, એમાં તો અમારી દશા કંઈ એટલી બૂરી ન થાત કે આપને તસ્દી આપવી પડે.”#7:4 ‘કે આપને...... આપવી પડે’: સંભવિત પાઠ;
5અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને પૂછયું, “એવું કરવાની હિંમત કરનાર કોણ છે? તે ક્યાં છે?”
6એસ્તેરે જવાબ આપ્યો, “એ તો અમારો વિરોધી, અમારો શત્રુ, આ દુષ્ટ હામાન છે.”
7એ સાંભળીને હામાન રાજારાણીથી ખૂબ ગભરાઈ ગયો. રાજા ગુસ્સામાં ને ગુસ્સામાં મદિરાપાન મૂકી દઈને મહેલના બગીચામાં ચાલ્યો ગયો. હામાન સમજી ગયો કે રાજાએ તેને ખતમ કરી નાખવાનો નિર્ધાર કરી નાખ્યો છે. તેથી તે એસ્તેર પાસે પોતાનો જીવ બચાવવાની વિનંતી કરવા રોક્યો.
8રાજા બગીચામાંથી મદિરાપાનના ખંડમાં આવ્યો તો હામાન એસ્તેરના પલંગ પર દયાની માગણી કરતો ઊંધો પડયો હતો. તે જોઈને રાજા પોકારી ઊઠયો, “શું તે મારા રાજમહેલમાં મારા દેખતાં જ રાણી પર બળાત્કાર કરવા માગે છે?”
એ સાંભળતાં જ રાજાના રાણીગૃહના સંરક્ષકો દોડી આવ્યા. 9તેમણે હામાનનું મુખ ઢાંકી દીધું. તેમનામાંના એકે એટલે હાર્બોનાએ કહ્યું, “રાજાનો જીવ બચાવનાર મોર્દખાય માટે હામાને પોતાને ઘેર પચીસ મીટર ઊંચી એવી ફાંસી બનાવી છે.”
રાજાએ આજ્ઞા આપી, “તેના પર હામાનને જ લટકાવી દો.”
10આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in