YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 11

11
ઇઝરાયલ ઉપર ઈશ્વરની દયા
1તેથી હું પૂછું છું, શું ઈશ્વરે પોતાના લોકોને તજી દીધા છે? ના, એવું ન થાઓ. કેમ કે હું પણ #ફિલિ. ૩:૫. ઇઝરાયલી, ઇબ્રાહિમના વંશનો, અને બિન્યામીનના કુળનો છું. 2પોતાના જે લોકોને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેમણે તજી દીધા નથી. વળી એલિયા સંબંધી ધર્મશાસ્‍ત્ર શું કહે છે, એ તમે જાણતા નથી? તે ઇઝરાયલની વિરુદ્ધ ઈશ્વરને એવી વિનંતી કરે છે, 3#૧ રા. ૧૯:૧૦,૧૪. “હે પ્રભુ, તેઓએ તમારા પ્રબોધકોને મારી નાખ્યા છે, અને તમારી વેદીઓને ખોદી નાખી છે. હું એકલો રહ્યો છું, અને તેઓ મારો જીવ લેવા માગે છે.” 4પણ ઈશ્વરવાણી તેને શું કહે છે? #૧ રા. ૧૯:૧૮. “મેં મારે માટે સાત હજાર પુરુષોને રાખી મૂક્યા છે કે, જેઓ બાલની આગળ ઘૂંટણે પડયા નથી.” 5એમ જ હાલના સમયમાં પણ [તેમણે] કૃપા કરીને પસંદ કરેલા કેટલાકને રહેવા દીધા છે. 6પણ જો એ કૃપાથી થયું, તો તે કરણીઓથી થયું નથી; નહિ તો કૃપા તે કૃપા કહેવાય જ નહિ.
7તો [આપણે] શું [સમજવું] ? ઇઝરાયલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નથી; પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું છે, અને બાકીનાં [હ્રદયો] ને કઠણ કરવામાં આવ્યાં છે. 8લખેલું છે, #પુન. ૨૯:૪; યશા. ૨૯:૧૦. “ઈશ્વરે તેઓને આજ દિન સુધી મૂઢમતિ આત્મા, ન જુએ એવી આંખો તથા ન સાંભળે એવા કાન આપ્યા છે. 9દાઉદ પણ કહે છે,
# ગી.શા. ૬૯:૨૨-૨૩. “તેઓની મેજ તેઓને માટે જાળ,
પાશ, ઠોકર તથા પ્રતિફળરૂપ થાઓ.
10તેઓ જુએ નહિ, એવી તેઓની આંખો
અંધકારમય થાઓ, અને
તેઓની પીઠ તમે સદા વાંકી વાળો.”
11ત્યારે હું પૂછું છું કે, તેઓ પડી જાય એ માટે તેઓએ ઠોકર ખાધી? ના, એવું ન થાઓ. પણ ઊલટું તેઓના પડવાથી તેઓમાં [એટલે ઇઝરાયલીઓમાં] ઈર્ષા ઉત્પન્‍ન થાય, એ માટે વિદેશીઓને તારણ [મળ્યું છે]. 12હવે જો તેઓનું પડવું જગતને સંપત્તિરૂપ થયું છે, અને તેઓની હાનિ વિદેશીઓને સંપત્તિરૂપ થઈ છે, તો તેઓનો સંપૂર્ણ [ઉદ્ધાર] કેટલો બધો અધિક [સંપત્તિરૂપ] થશે?
બિનયહૂદીઓનો ઉદ્ધાર:વૃક્ષની કલમનો દાખલો
13હું તો તમો વિદેશીઓને કહું છું. હવે હું વિદેશીઓનો પ્રેરિત છું, એથી હું મારું સેવાકાર્ય મહત્વનું માનું છું. 14જેથી હરકોઈ પ્રકારે મારા સ્વજાતિઓમાં ઈર્ષા ઉત્પન્‍ન કરીને હું તેઓમાંના કેટલાકને બચાવું. 15કેમ કે જો તેઓને તજી દેવાથી જગતનું [ઈશ્વરની સાથે] સમાધાન થયું, તો તેઓનો સ્વીકાર કરવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે?
16વળી જો પ્રથમ ફળ પવિત્ર છે, તો [આખો] લોંદો પણ પવિત્ર છે. અને જો જડ પવિત્ર છે, તો ડાળીઓ પણ પવિત્ર છે. 17પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી, અને તું જંગલી જૈતુન છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો, અને જૈતુનની રસ ભરેલી જડનો સહભાગી થયો, 18તો એ ડાળીઓ કરતાં અધિક છું એવો તું ગર્વ ન કર પરંતુ જો તું ગર્વ કરે, તો જડને તારો આધાર નથી પણ તેને જડનો છે.
19વળી તું કહેશે, “હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓને તોડી નાખવામાં આવી.” 20વારુ, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે. ગર્વિષ્ઠ ન થા, પણ ભય રાખ; 21કેમ કે જો ઈશ્વરે અસલ ડાળીઓને બચાવી નહિ, તો તે તને પણ બચાવશે નહિ. 22તેથી ઈશ્વરની મહેરબાની તથા તેમની સખતાઈ પણ જો. જેઓ પડી ગયા, તેઓના ઉપર તો સખતાઈ પણ જો તું તેની મહેરબાનીમાં ટકી રહે, તો તારા ઉપર ઈશ્વરની મહેરબાની; નહિ તો તને કાપી નાખવામાં આવશે. 23પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહિ, તો તેઓ કલમરૂપે મેળવાશે; કેમ કે ઈશ્વર તેઓને કલમરૂપે પાછા મેળવી શકે છે. 24કેમ કે જે જૈતુનનું ઝાડમાં કુદરતથી વિરુદ્ધ જંગલી હતું તેમાંથી જો તને કાપી કાઢવામાં આવ્યો, અને સારા જૈતુનના ઝાડમાં કુદરતથી વિરુદ્ધ તને કલમરૂપે મેળવવામાં આવ્યો, તો તે કરતાં એ અસલ [ડાળીઓ] પોતાના જૈતૂનના ઝાડમાં કલમરૂપે પાછી મેળવાય એ કેટલું વિશેષ શક્ય છે?
બધાને માટે ઈશ્વરની દયા
25કેમ કે હે ભાઈઓ, (તમે પોતાને બુદ્ધિમાન ન સમજો, માટે) વિદેશીઓની સંપૂર્ણતા અંદર આવે ત્યાં સુધી ઇઝરાયલમાં કેટલેક ભાગે કઠિનતા થઈ છે, એ રહસ્ય વિષે તમે અજાણ્યા રહો, એવી મારી ઇચ્છા નથી. 26અને પછી તો તમામ ઇઝરાયલ તારણ પામશે. લખેલું છે,
# યશા. ૫૯:૨૦. “સિયોનમાંથી ઉદ્ધાર
કરનાર આવશે;
તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે.
27 # યર્મિ. ૩૧:૩૩-૩૪. હું તેઓનાં પાપનું નિવારણ કરીશ,
ત્યારે તેઓની સાથેનો
મારો કરાર [પૂર્ણ] થશે.”
28સુવાર્તાના સંબંધમાં તો તમારી ખાતર તેઓ [ઈશ્વરના] શત્રુ છે ખરા, પણ પસંદગીના સંબંધમાં તો પૂર્વજોની ખાતર તેઓ [તેમને] વહાલા છે. 29કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી. 30કેમ કે જેમ તમે પહેલાં ઈશ્વર પ્રત્યે અનાજ્ઞાંકિતપણાને લીધે તમે દયાપાત્ર બન્યા; 31એમ જ તમારા પર દર્શાવેલી દયાને લીધે, તેઓને પણ હમણાં દયાદાન મળે એ માટે તેઓ પણ હમણાં અણકહ્યાગરા થયા છે. 32કેમ કે ઈશ્વર બધા ઉપર દયા કરે, એ માટે તેમણે બધાને અવિશ્વાસને આધીન ઠરાવ્યા છે.
ઈશ્વરસ્તુતિ
33આહા! ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ઠરાવો કેવા ગૂઢ, ને #યશા. ૫૫:૮. તેમના માર્ગો કેવા અગમ્ય છે!
34 # યશા. ૪૦:૧૩. કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે?
અથવા તેમનો મંત્રી કોણ થયો છે?
35 # અયૂ. ૪૧:૧૧. અથવા કોણે તેમને પહેલાં કંઈ
આપ્યું કે,
તે તેને પાછું ભરી આપવામાં આવે? 36કેમ કે #૧ કોરીં. ૮:૬. તેમનામાંથી, તથા તેમના વડે, તથા તેમને અર્થે, સર્વસ્વ છે, તેમને સર્વકાળ મહિમા હો. આમીન.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in