YouVersion Logo
Search Icon

પ્રકટીકરણ 15

15
આખરી અનર્થો રેડનાર દૂતો
1ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે સાત દૂત, અને તેઓની પાસે છેલ્લા સાત અનર્થ હતા. કેમ કે તેઓમાં ઈશ્વરનો કોપ પૂરો કરવામાં આવે છે.
2પછી મેં જાણે કે અગ્નિમિશ્રિત ચળકતો સમુદ્ર જોયો, અને જેઓએ શ્વાપદ પર, તેની મૂર્તિ પર તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો, તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા, ને તેઓની પાસે ઈશ્વરની વીણાઓ હતી. 3તેઓ ઈશ્વરના સેવક #નિ. ૧૫:૧. મૂસાનું કીર્તન તથા હલવાનનું કીર્તન ગાઈને કહે છે,
“ હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર,
તમારાં કામો મહાન તથા
અદભુત છે.
હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી
તથા સત્ય છે.
4હે પ્રભુ, #ગી.શા. ૮૬:૯. [તમારાથી] કોણ નહિ બીશે,
અને તમારા નામની
સ્તુતિ કોણ નહિ ગાશે?
કેમ કે એકલા તમે પવિત્ર છો. હા,
સર્વ પ્રજાઓ તમારી આગળ આવશે
ને તમારી આરાધના કરશે.
કેમ કે તમારાં ન્યાયી કૃત્યો
પ્રગટ થયાં છે.”
5ત્યાર પછી મેં જોયું, તો આકાશમાં #નિ. ૩૮:૨૧. સાક્ષ્યમંડપના મંદિરને ઉઘાડવામાં આવ્યું હતું; 6અને જે સાત દૂતની પાસે સાત અનર્થ હતા, તેઓ મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ સ્વચ્છ તથા ચળકતાં શણનાં વસ્‍ત્ર પહેરેલાં હતાં, તથા છાતી પર સોનાના પટા બાંધેલા હતા. 7પછી ચાર પ્રાણીઓમાંના એકે સદાસર્વકાળ જીવંત ઈશ્વરના કોપથી ભરેલા સોનાનાં સાત પ્યાલાં તે સાત દૂતને આપ્યાં, 8અને ઈશ્વરના મહિમાના તથા તેમના પરાક્રમના #નિ. ૪૦:૩૪; ૧ રા. ૮:૧૦-૧૧; ૨ કાળ. ૫:૧૩-૧૪; યશા. ૬:૪. ધુમાડાથી મંદિર ભરાઈ ગયું, અને સાત દૂતના સાત અનર્થ પૂરા થયા ત્યાં સુધી કોઈથી મંદિરમાં પ્રવેશ થઈ શકયો નહિ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in