YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 4

4
સહાયને માટે સાંજની પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું ગીત.
1હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર,
હું વિનંતી કરું ત્યારે
તમે મને ઉત્તર આપજો.
સંકટને વખતે તમે મને છોડાવ્યો છે;
મારા પર દયા રાખીને મારી
પ્રાર્થના સાંભળજો.
2હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા
ગૌરવનું અપમાન કરશો?
તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો
અને જૂઠાણું [ચલાવવાનું] ચાહશો? (સેલાહ)
3પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાએ
પોતાને માટે પસંદ કર્યો છે.
હું યહોવાને વિનંતી કરું,
ત્યારે તે મારું સાંભળશે.
4[તેમનાથી] #એફે. ૪:૨૬. ભયભીત થાઓ,
અને પાપ ન કરો;
બિછાના પર પોતાના હ્રદયમાં
વિચાર કરો,
ને છાના રહો. (સેલાહ)
5ન્યાયીપણાના યજ્ઞો ચઢાવો,
અને યહોવા પર ભરોસો રાખો.
6કોણ અમારી આબાદાની કરી બતાવશે?
એવું પૂછનાર ઘણા છે.
હે યહોવા, તમારા મુખનો પ્રકાશ
અમારા પર પાડો.
7લોકનું ધાન્ય તથા દ્રાક્ષારસ વધ્યાથી
તેમને આનંદ થાય છે,
તે કરતાં વધારે આનંદ તમે મારા
હ્રદયમાં મૂક્યો છે.
8હું શાંતિથી સૂઈ જઈશ,
તેમ જ ઊંઘી પણ જઈશ;
કેમ કે, હે યહોવા, હું એકલો હોઉં
ત્યારે પણ તમે મને સલામત રાખો છો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in