ગીતશાસ્ત્ર 118
118
વિજય માટે આભારસ્તુતિ
1 #
૧ કાળ. ૧૬:૩૪; ૨ કાળ. ૫:૧૩; ૭:૩; એઝ. ૩:૧૧; ગી.શા. ૧૦૦:૫; ૧૦૬:૧; ૧૦૭:૧; ૧૩૬:૧; યર્મિ. ૩૩:૧૧. યહોવાનો
આભાર માનો;
કેમ કે તે ઉત્તમ છે;
તેમની કૃપા સર્વકાળ [ટકે છે].
2ઇઝરાયલ, તું એમ જ કહેજે,
“તેમની કૃપા સર્વકાળ [ટકે છે] ”
3હારુનપુત્રો, તમે કહેજો,
“તેમની કૃપા સર્વકાળ [ટકે છે] ”
4યહોવાના ભક્તો, તમે પણ કહેજો,
“તેમની કૃપા સર્વકાળ [ટકે છે] ”
5સંકટમાં મેં યહોવાને વિનંતી કરી,
એટલે યહોવાએ
મને ઉત્તર આપીને
વિશાળ જગામાં [બેસાડ્યો].
6 #
હિબ. ૧૩:૬. યહોવા મારા પક્ષમાં છે;
હું બીવાનો નથી!
માણસ મને શું કરી શકશે?
7યહોવા મારા પક્ષમાં છે;
તે મારા સહાયકારી છે,
માટે હું મારા દ્વેષીઓ પર
[મારી ઇચ્છા પૂરી થયેલી] જોઈશ.
8માણસનો ભરોસો કરવા કરતાં
યહોવા પર આધાર રાખવો સારો છે.
9રાજાઓ પર ભરોસો રાખવા કરતાં
યહોવા પર આધાર રાખવો સારો છે.
10સર્વ વિદેશીઓએ મને ઘેરી લીધો હતો;
પણ યહોવાને નામે
મેં તેઓને કાપી નાખ્યા.
11તેઓએ મને ઘેરી લીધો હતો; હા,
ખરેખરે ઘેરી લીધો હતો;
પણ યહોવાને નામે
મેં તેઓને કાપી નાખ્યા.
12તેઓએ મધમાખીઓની જેમ
મને ઘેરી લીધો હતો;
પણ તેઓ સળગેલા કાંટાની જેમ
હોલવાઈ ગયા છે;
યહોવાને નામે
મેં તેઓને કાપી નાખ્યા.
13મને પાડી નાખવાને
તેં મને ભારે ધક્કા માર્યા;
પણ યહોવાએ મને મદદ આપી.
14 #
નિ. ૧૫:૨; યશા. ૧૨:૨. યહોવા મારું સામર્થ્ય તથા
મારું ગીત છે;
તે મારું તારણ થયા છે.
15ન્યાયીઓના તંબુઓમાં હર્ષ તથા
તારણના ધ્વનિ [સંભળાય છે] ;
યહોવાનો જમણો
હાથ પરાક્રમ કરે છે.
16યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
યહોવાનો જમણો હાથ
પરાક્રમ કરે છે.
17હું મરી નહિ જઈશ, પણ જીવતો રહીશ,
અને યહોવાનાં કૃત્યોને પ્રગટ કરીશ.
18યહોવાએ મને ભારે શિક્ષા કરી;
પણ તેમણે મને મરણને સોંપી
દીધો નહિ.
19મારે માટે ન્યાયનાં દ્વાર ઉઘાડો;
તેઓમાં થઈને હું જઈશ,
અને યાહનો આભાર માનીશ.
20યહોવાનું દ્વાર આ છે;
એમાં થઈને ન્યાયીઓ અંદર પેસશે.
21હું તમારો આભાર માનીશ,
કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે.
અને તમે મારું તારણ થયા છો.
22 #
લૂ. ૨૦:૧૭; પ્રે.કૃ. ૪:૧૧; ૧ પિત. ૨:૭. #માથ. ૨૧:૪૨; માર્ક ૧૨:૧૦-૧૧. ઘર બાંધનારાઓએ
જે પથ્થર બાતલ કર્યો હતો,
તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23આ [કાર્ય] યહોવાથી થયું છે;
આપણી દષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24આ દિવસ યહોવાએ
આપણને આપ્યો છે;
તેમાં આપણે આનંદોત્સવ કરીએ.
25હે યહોવા,
તમે હવે દયા કરીને
#
માથ. ૨૧:૯; માર્ક ૧૧:૯; યોહ. ૧૨:૧૩. તારણ આપો;
હે યહોવા, હવે તમે દયા કરીને
ક્ષેમકુશળ રાખજો.
26 #
માથ. ૨૧:૯; ૨૩:૩૯; માર્ક ૧૧:૯; લૂ. ૧૩:૩૫; ૧૯:૩૮; યોહ. ૧૨:૧૩. યહોવાને નામે જે આવે છે
તેને ધન્ય છે;
યહોવાના મંદિરમાંથી
અમે તમને આશીર્વાદ આપ્યો છે.
27યહોવા તે જ ઈશ્વર છે,
તેમણે આપણને અજવાળું આપ્યું છે;
વેદીનાં શિંગોની સાથે દોરડાંથી
બલિદાનને બાંધો.
28તમે મારા ઈશ્વર છો,
હું તમારો આભાર માનીશ;
તમે મારા ઈશ્વર છો,
હું તમને મોટા માનીશ.
29યહોવાનો આભાર માનો;
કેમ કે તે ઉત્તમ છે.
તેમની કૃપા સર્વકાળ [ટકે છે].
Currently Selected:
ગીતશાસ્ત્ર 118: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.