ગીતશાસ્ત્ર 115
115
એકમાત્ર ખરા ઈશ્વર
1હે યહોવા, અમોને
નહિ, અમોને નહિ,
પણ તમારી કૃપા તથા તમારી
સત્યતાને લીધે તમારા નામનો
મહિમા થાય, એમ કરો.
2વિદેશીઓ એમ કેમ કહે છે,
“તેઓનો ઈશ્વર ક્યાં છે?”
3પણ અમારો ઈશ્વર તો આકાશમાં છે;
જે તેમણે ઇચ્છ્યું
તે સર્વ તેમણે કર્યું છે.
4 #
ગી.શા. ૧૩૫:૧૫-૧૮; પ્રક. ૯:૨૦. તેઓની મૂર્તિઓ તો
સોનારૂપાની જ છે,
તેઓ માણસોના હાથનું કામ છે.
5તેઓને મુખ છે,
પણ તેઓ બોલતી નથી;
તેઓને આંખો છે,
પણ તેઓ જોતી નથી;
6તેઓને કાન છે, પણ સાંભળતી નથી;
નાક છે, પણ સૂંઘતી નથી;
7તેઓને હાથ છે, પણ
તેમનો ઉપયોગ કરી શકતી નથી;
તેઓને પગ છે,
પણ તેઓ ચાલતી નથી;
વળી તેઓ પોતાના ગળમાંથી
અવાજ કાઢતી નથી.
8તેઓનાં બનાવનારાં અને
તેઓના પર ભરોસો રાખનારાં
સર્વ તેઓના જેવાં થશે.
9હે ઇઝરાયલ, તું તો યહોવા પર ભરોસો
રાખજે;
તેઓના તે સહાયકારી તથા ઢાલ છે.
10હે હારુનપુત્રો,
તમે યહોવા પર ભરોસો રાખો;
તેઓના તે સહાયકારી તથા ઢાલ છે,
11યહોવાના ભક્તો,
તમે યહોવા પર ભરોસો રાખો;
તેઓના તે સહાયકારી તથા ઢાલ છે.
12યહોવાએ આપણને સંભાર્યાં છે;
તે આપણને આશીર્વાદ આપશે;
ઇઝરાયલપુત્રોને તે આશીર્વાદ
આપશે;
હારુનપુત્રોને તે આશીર્વાદ આપશે.
13 #
પ્રક. ૧૧:૧૮; ૧૯:૫. હે યહોવાના ભક્તો,
નાનાં મોટાં સર્વને
તે આશીર્વાદ આપશે.
14યહોવા તમારી તેમ જ તમારાં
છોકરાંની વૃદ્ધિ કર્યા કરશે.
15તમે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા
યહોવાના આશીર્વાદ પામ્યા [છો].
16આકાશો તે યહોવાનાં આકાશો છે;
પણ પૃથ્વી તેમણે
માણસોને આપી છે.
17મૂએલાં તથા જેઓ કબરમાં ઊતરનારાં
તેઓમાંનું કોઈ યહોવાની
સ્તુતિ કરતું નથી.
18પણ અમે આજથી તે સર્વકાળ માટે
યહોવાની સ્તુતિ કરીશું.
યહોવાની સ્તુતિ કરો.
Currently Selected:
ગીતશાસ્ત્ર 115: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.