YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 111

111
પ્રભુના ગુણગાન
1યહોવાની સ્તુતિ કરો.
ન્યાયીઓની સભામાં તથા મંડળીમાં
હું ખરા હ્રદયથી યહોવાની
આભારસ્તુતિ કરીશ.
2યહોવાનાં કૃત્યો મહાન છે,
તેથી આનંદ માનનારાઓ
તેઓને શોધી કાઢે છે.
3તેમનું કામ તેજસ્વી તથા
શોભાયમાન છે;
અને તેમનું ન્યાયીપણું
સદાકાળ ટકે છે.
4તેમણે પોતાનાં ચમત્કારી કામોથી
પોતાને માટે સ્મારક કર્યું છે;
યહોવા કૃપાળુ તથા દયાથી
ભરપૂર છે.
5જેઓ તેમના ભક્તો છે
તેમને તેમણે ખોરાક આપ્યો છે.
તે પોતાના કરારનું સદાકાળ
સ્મરણ રાખશે.
6વિદેશીઓનો વારસો પોતાના લોકોને
આપીને તેમણે તેઓને પોતાનાં
કામોનું પરાક્રમ દેખાડ્યું છે.
7તેમના હાથનાં કામ સત્યતા અને
ન્યાય છે;
તેમની સર્વ આજ્ઞાઓ
વિશ્વાસ યોગ્ય છે.
8તેઓ સદા સ્થિર રખાયેલી છે,
અને સત્યતાથી તથા પ્રામાણિકપણે
કરવામાં આવેલી છે.
9તેમણે પોતાના લોકની પાસે ઉદ્ધાર મોકલ્યો છે;
અને પોતાનો કરાર સર્વકાળ માટે
ફરમાવ્યો છે.
તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
10 # અયૂ. ૨૮:૨૮; નીતિ. ૧:૭; ૯:૧૦. યહોવાનું ભય તે બુદ્ધિનો આરંભ છે;
જેઓ તેમની આજ્ઞા પાળે છે
તે બધાની બુદ્ધિ સારી છે.
તેમની સ્તુતિ સર્વકાળ થશે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for ગીતશાસ્‍ત્ર 111