YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 112

112
સજ્જનનું સુખ
1યહોવાની સ્તુતિ કરો.
જે માણસ યહોવાનો ભક્ત છે, અને
તેમની આજ્ઞાઓ [પાળવા] માં
બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે.
2તેનાં સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે.
યથાર્થીના વંશજો
આશીર્વાદ પામશે.
3તેના ઘરમાં ધનદોલત થશે;
અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકશે.
4યથાર્થીને માટે અંધારામાં અજવાળું
પ્રગટ થાય છે.
તે કૃપાળુ, રહેમી તથા ન્યાયી છે.
5જે માણસ કૃપા રાખીને ધીરે છે
તેનું ભલું થાય છે;
તે પોતાનાં કામકાજ
ડહાપણથી ચલાવશે.
6કેમ કે તે કદી પણ ડગશે નહિ;
ન્યાયીનું સ્મરણ સર્વકાળ રહેશે.
7તે માઠા સમાચારથી બીનાર નથી,
તેનું હ્રદય યહોવા પર ભરોસો
રાખીને સુદઢ રહે છે.
8તેનું અંત:કરણ સ્થિર‍ છે,
[તેથી] તે પોતાના શત્રુઓ પર
[ફતેહ] મેળવતાં સુધી બીશે નહિ.
9 # ૨ કોરીં. ૯:૯. તેણે મોકળે હાથે દરિદ્રીઓને આપ્યું છે,
તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે,
તેનું શિંગ માન સહિત ઊંચું થશે.
10એ જોઈને દુષ્ટોને સંતાપ થશે.
તેઓ પોતાના દાંત પીસશે,
અને સુકાઈ જશે;
એમ દુષ્ટોની ધારણા નિષ્ફળ થશે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for ગીતશાસ્‍ત્ર 112