ગીતશાસ્ત્ર 103
103
ઈશ્વરનો પ્રેમ
દાઉદનું [ગીત]
1હે મારા આત્મા
યહોવાને સ્તુત્ય માન;
મારા ખરા અંત:કરણ
તેમના પવિત્ર નામને [સ્તુત્ય માન].
2રે મારા આત્મા, યહોવાને સ્તુત્ય માન,
તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.
3તે તારાં બધાં પાપ માફ કરે છે;
અને તારા સર્વ રોગ મટાડે છે.
4તે તારો જીવ નાશથી બચાવે છે;
અને તને કૃપા તથા રહેમનો મુગટ
પહેરાવે છે.
5તે ઉત્તમ વસ્તુથી તારા મુખને
તૃપ્ત કરે છે;
જેથી ગરુડની જેમ
તારી જુવાની તાજી કરાય છે.
6તેઓ જુલમથી હેરાન થયેલા છે
તે સર્વને માટે યહોવા ન્યાયનાં કૃત્ય
તથા ચુકાદા કરે છે.
7તેમણે પોતાના માર્ગ મૂસાને,
તથા પોતાનાં કૃત્યો
ઇઝરાયલ પુત્રોને જણાવ્યાં.
8 #
યાકૂ. ૫:૧૧. યહોવા દયાળુ તથા કરુણાળુ છે,
તે કોપ કરવામાં ધીમા તથા કૃપા
કરવામાં મોટા છે.
9તે સદા ધમકી આપ્યા કરશે નહિ;
વળી તે સર્વકાળ [કોપ] રાખશે નહિ;
10તે આપણાં પાપ પ્રમાણે
આપણી સાથે વર્ત્યા નથી.
આપણા અન્યાયના પ્રમાણમાં
તેમણે આપણને બદલો વાળ્યો નથી.
11કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે,
તેમ તેમના ભક્તો પર
તેમની કૃપા વિશાળ છે.
12પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે,
તેટલાં તેમણે આપણાં ઉલ્લંઘન
આપણાંથી દૂર કર્યાં છે.
13જેમ પિતા પોતાનાં
છોકરાં પર દયાળુ છે,
તેમ યહોવા પોતાના
ભક્તો પર દયાળુ છે.
14કેમ કે તે આપણું બંધારણ જાણે છે;
આપણે ધૂળના છીએ એવું
તે સંભારે છે.
15માણસના દિવસો ઘાસ જેવા છે;
ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે.
16કેમ કે વા તેના પર થઈને વાય છે,
અને તે હતું ન હતું થઈ જાય છે;
અને તે ક્યાં હતું એ
કોઈને માલૂમ પડતું નથી.
17પણ યહોવાની કૃપા તેમના ભક્તો પર
અનાદિકાળથી તે અનંતકાળ માટે છે,
અને તેમનાં સંતાનનાં સંતાનોની સાથે
પોતાનું વિશ્વાસુપણું કાયમ રાખે છે
18એટલે જેઓ તેમનો કરાર માને છે,
તથા તેમની આજ્ઞાઓ પાળવાને યાદ
રાખે છે તે સર્વ પર [તે કૃપા કરે છે].
19યહોવાએ પોતાની ગાદી
આકાશમાં સ્થાપી છે;
અને તેમના રાજયની
સત્તા સર્વ ઉપર છે.
20હે બળમાં પરાક્રમી,
યહોવાનું વચન પાળનારા,
તથા તેમનાં વચન સાંભળનારા
તેમના દૂતો, તમે યહોવાને સ્તુત્ય માનો
21હે યહોવાનાં સર્વ સૈન્યો, તેમની ઇચ્છાને
અનુસરનારા તેમના સેવકો,
તમે તેમને સ્તુત્ય માનો.
22યહોવાના રાજયના સર્વ સ્થળોમાં
તેમનાં સૌ કૃત્યો તેમને સ્તુત્ય માનો;
અરે મારા આત્મા,
તું યહોવાને સ્તુત્ય માન.
Currently Selected:
ગીતશાસ્ત્ર 103: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.