YouVersion Logo
Search Icon

નાહૂમ 1

1
1 # યશા. ૧૦:૫-૩૪; ૧૪:૨૪-૨૭; સફા. ૨:૧૩-૧૫. નિનવે વિષે ઈશ્વરવાણી. એલ્કોશના નાહૂમના સંદર્શનનું પુસ્તક.
નિનવે સામે પ્રભુનો કોપ
2યહોવા આવેશી ઈશ્વર છે ને
તે બદલો લેનાર છે.
યહોવા બદલો લે છે,
તે કોપાયમાન થયા છે.
યહોવા પોતાના વૈરીઓને બદલો
આપે છે,
ને તે પોતાના શત્રુઓને માટે
[કોપ] સંઘરી રાખે છે.
3યહોવા કોપ કરવામાં ધીમા ને
મહા પરાક્રમી છે,
તે [દોષિતને] કોઈ પણ રીતે
નિર્દોષ ગણનાર નથી.
યહોવાનો માર્ગ વંટોળિયામાં તથા
તોફાનમાં છે,
ને વાદળાં તેમના પગની રજ છે.
4તે સમુદ્રને ધમકાવીને
તેને સૂકો કરી નાખે છે,
ને બધી નદીઓને સૂકવી નાખે છે.
બાશાન ઝૂરે છે,
ને કાર્મેલ તથા લબાનોનનું
ફૂલ કરમાય છે.
5પર્વતો તેમને જોઈને કાંપે છે,
ને ડુંગરો પીગળી જાય છે.
તેમની આગળ પૃથ્વી,
હા, જગત તથા તેના સર્વ
રહેવાસીઓ હાલી ઊઠે છે.
6પ્રભુના રોષ આગળ કોણ
ઊભું રહી શકે?
અને તેમના કોપના આવેશ સમયે
કોણ ટકી શકે?
તેમનો ઉગ્ર ક્રોધ અગ્નિની જેમ
રેડાય છે,
ને તેનાથી ખડકો તૂટીને
તેમના કકડા થઈ જાય છે.
7યહોવા સારા છે, સંકટ સમયે
તે ગઢરૂપ છે;
અને તેમના પર ભરોસો
રાખનારાઓને તે ઓળખે છે.
8પણ ફરી વળતી રેલથી પોતાના
શત્રુઓના સ્થાનનો
તે સંપૂર્ણ અંત લાવશે.
ને તેઓ અંધકારમાં આવી પડે ત્યાં
સુધી તે તેઓની પાછળ પડશે.
9યહોવાની વિરુદ્ધ તમે શું તરકટ
કરો છો? તે સંપૂર્ણ અંત લાવશે,
બીજી વાર વિપત્તિ ઊભી થશે નહિ.
10કેમ કે જો કે તેઓ ગૂંથાઈ ગયેલા
કાંટાઓ જેવા હશે,
ને જાણે કે પોતાના મદ્યપાનથી
પલળી ગયા હશે
તોપણ સૂકા કચરાની જેમ
તેઓને ભસ્મ કરવામાં આવશે.
11તારામાંથી એક નીકળીને બહાર ગયો છે, તે યહોવાની વિરુદ્ધ ભૂંડી યોજના કરે છે, ને દુષ્કર્મ [કરવા] ની શિખામણ આપે છે. 12યહોવા એમ કહે છે, “જો કે તેઓ પૂરેપૂરા બળવાન તેમ જ સંખ્યાબંધ હશે, તેમ છતાં તેઓ કપાઈ જશે, ને તે હતો ન હતો થઈ જશે. જો કે મેં તને દુ:ખી કર્યો છે, તોપણ હવે પછી હું તને દુ:ખી કરીશ નહિ. 13હવે હું તારા પરથી તેની ઝૂંસરી ભાંગી નાંખીશ, ને તારા બંધ તોડી નાખીશ.”
14યહોવાએ તારા સંબંધી આજ્ઞા આપી છે, “હવે પછી તારાં બી ફરી વાવવામાં આવશે નહિ. તારા દેવોના મંદિરમાંથી હું ઘડેલી મૂર્તિનો તથા ઢાળેલી મૂર્તિનો નાશ કરીશ. હું તારી કબર ખોદીશ; કેમ કે તું દુષ્ટ છે.”
15 # યશા. ૫૨:૭. જુઓ, વધામણી લાવનારનાં, શાંતિના સમાચાર આપનારનાં પગલાં પર્વતો પર [દેખાય છે] ! હે યહૂદિયા, તારાં પર્વો પાળ, તારી માનતાઓ પૂરી કર; કેમ કે હવે પછી કોઈ દુષ્ટ માણસ કદી તારી અંદર થઈને જશે નહિ; તેનું નિકંદન થયું છે.

Currently Selected:

નાહૂમ 1: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નાહૂમ 1