YouVersion Logo
Search Icon

નાહૂમ 2

2
નિનવેનુમ પતન
1પછાડીને ટુકડેટુકડા કરનાર
તારી સમક્ષ આવ્યો છે.
[તારા] કોટ સંભાળ,
માર્ગની ચોકી રાખ,
તારી કમર કસ,
ને તારું બળ એકત્ર કર.
2કેમ કે યહોવા યાકૂબની જાહોજલાલી
ઇઝરાયલની જાહોજલાલી જેવી
પુન:સ્થાપિત કરે છે;
કેમ કે લૂંટનારઓએ
તેમને લૂંટી લીધા છે,
ને તેમની દ્રાક્ષાની ડાળીઓનો
નાશ કર્યો છે.
3તેના યોદ્ધાઓની ઢાલ
રાતી કરવામાં આવી છે,
શૂરવીરોએ કિરમજી [પોશાક]
પહેર્યો છે.
તેની તૈયારીને દિવસે રથો
પોલાદથી ઝગઝગે છે,
ને ભાલાઓ ભયંકર રીતે
હલાવવામાં આવે છે.
4રથો શેરીઓમાં ઘૂમાઘૂમ કરે છે,
ચોકોમાં તેઓ એકબીજાની
સાથે અથડાય છે;
તેમનો દેખાવ મશાલોના જેવો છે,
તેઓ વીજળીઓની જેમ દોડે છે.
5તે પોતાના શૂરવીરોને
એક્ત્ર કરીને ગોઠવે છે.
તેઓ કૂચ કરતાં ઠોકર ખાય છે.
તેઓ તેના કોટ પર ધસે છે,
ને આચ્છાદાન તૈયાર
કરવામાં આવ્યું છે.
6નદીઓના દરવાજા ઊઘડ્યા છે,
ને મહેલનો નાશ થયો છે.
7હુસ્સાબને નગ્ન કરવામાં આવી છે,
તેનું હરણ થયું છે,
તેની દાસીઓ કબૂતરના જેવા
સ્વરથી વિલાપ કરે છે,
ને છાતી કૂટે છે.
8પણ નિનવે તો અસલથી જ
પાણીના સરોવર જેવું છે;
તો પણ તેઓ નાસી જાય છે;
[તેઓ કહે છે,]
“ઊભા રહો, ઊભા રહો;”
કોઈ પાછું ફરીને જોતું નથી.
9તમે રૂપું લૂંટી લો, સોનું લૂંટી લો,
માલ ખજાનાનો પાર નથી,
સરસામાનની કિંમતી વસ્તુઓનો
અખૂટ ભંડાર છે!
10નિનવે ખાલી, ઠાલી ને ઉજ્જડ છે.
હૈયું ફાટી જાય છે,
ને ઘૂંટણો એકબીજાની સાથે
અફળાય છે,
ને સર્વની કમરોમાં વેદના થાય છે,
ને તે સર્વનઅ ચહેરા ફીકા પડી ગયા છે.
11જ્યાં સિંહ ને સિંહણ [તથા] સિંહના
બચ્ચાં ફરતાં હતાં ને
તેઓને બીવડાવનાર કોઈ નહોતું
તે સિંહોનું બિલ તથા જે જગાએ
જુવાન સિંહો ભક્ષ કરતા હતા
તે જગા ક્યાં છે?
12સિંહ પોતાના બચ્ચાંને માટે જોઈએ
તેટલાં [જાનવરો] ફાડી નાખતો,
ને પોતાની સિંહણોને માટે ગળાં
પડકીને મારી નાખતો,
ને પોતાનાં કોતરો શિકારોથી તથા
પોતાનાં બિલો મારી નાખેલાં
[જાનવરો] થી ભરતો
13સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે,
“જો, હું તારી વિરુદ્ધ છું, ને
હું તારા રથોને
બાળીને ભસ્મ કરીશ,
ને તરવાર તારા જુવાન
સિંહોનો ભક્ષ કરશે.
હું તારો શિકાર
પૃથ્વીમાંથી નષ્ટ કરીશ,
ને તારા રાજદૂતોનો સ્વર ફરીથી
સંભળાશે નહિ.”

Currently Selected:

નાહૂમ 2: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નાહૂમ 2