માર્ક 13
13
ઈસુએ કરેલી મંદિરના નાશની આગાહી
(માથ. ૨૪:૧-૨; લૂ. ૨૧:૫-૬)
1અને મંદિરમાંથી તે નીકળતા હતા ત્યારે તેમનો એક શિષ્ય તેમને કહે છે. “ઉપદેશક, જુઓ, કેવા પથ્થર તથા કેવાં બાંધકામો!” 2અને ઈસુએ તેને કહ્યું “શું તું એ મોટાં બાંધકામો જુએ છે? પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.”
દુ:ખો અને સતાવણીઓ
3અને જૈતુનના પહાડ પર મંદિરની સામે તે બેઠા હતા, ત્યારે પિતરે તથા યાકૂબે તથા યોહાને તથા આન્દ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું, 4“અમને કહો, એ ક્યારે થશે? અને જ્યારે એ બધાં પૂરાં થવાનાં હશે, ત્યારે શું ચિહ્ન થશે?” 5અને ઈસુ તેઓને કહેવા લાગ્યા, “કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો. 6ઘણા મારે નામે આવીને કહેશે, ‘તે હું છું;’ અને ઘણાઓને ભુલાવામાં નાખશે. 7પણ જ્યારે તમે લડાઈઓ વિષે તથા લડાઈની અફવા વિષે સાંભળશો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે. 8કેમ કે પ્રજા પ્રજાની વિરદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; ઠેર ઠેર ધરતીકંપ થશે, ને દુકાળો પડશે:મહાદુ:ખનો આ તો આરંભ છે.
9પણ #માથ. ૧૦:૧૭-૨૦; લૂ. ૧૨:૧૧-૧૨. પોતાના વિષે સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે, અને સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો. અને તમે મારે લીધે હાકેમો તથા રાજાઓની આગળ, તેઓને માટે સાક્ષી થવા માટે, ઊભા કરાશો. 10અને પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ. 11અને જ્યારે તેઓ તમને લઈ જઈને પરસ્વાધીન કરશે, ત્યારે શું બોલીએ તે વિષે અગાઉથી ચિંતા ન કરો; પણ તે સમયે તમને જે આપવામાં આવશે તે બોલો; કેમ કે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા છે. 12અને #માથ. ૧૦:૨૧. ભાઈ ભાઈને તથા પિતા છોકરાને મરણદંડને માટે પરસ્વાધીન કરશે, અને છોકરાં પોતાના માતાપિતાની સામે ઊઠશે, ને તેઓને મારી નંખાવશે. 13અને #માથ. ૧૦:૨૨. મારા નામને લીધે સહુ તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે.
ઉજ્જડના અમંગળપણાની નિશાની
(માથ. ૨૪:૧૫-૨૮; લૂ. ૨૧:૨૦-૨૪)
14પણ જ્યારે તમે #દા. ૯:૨૭; ૧૧:૩૧; ૧૨:૧૧. ઉજ્જડના અમંગળપણા [ની નિશાની] જ્યાં ઘટારત નથી ત્યાં ઊભી રહેલી જોશો (જે વાંચે છે તેણે સમજવું), ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય. 15અને #લૂ. ૧૭:૩૧. ધાબા પર જે હોય તે ઊતરીને ઘરમાંથી કંઈ લેવા માટે અંદર ન પેસે. 16અને જે ખેતરમાં હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન ફરે. 17અને તે દિવસોમાં જેઓ ગર્ભવતી હશે તથા જેઓ ઘવડાવતી હશે તેઓને અફસોસ છે! 18અને [તમારું નાસવું] શિયાળામાં ન થાય, માટે પ્રાર્થના કરો; 19કેમ કે તે દિવસોમાં #દા. ૧૨:૧; પ્રક. ૭:૧૪. જેવી વિપત્તિ થશે, તેવી [વિપત્તિ] ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે હજી સુધી થઈ નથી ને થશે પણ નહિ. 20અને જો પ્રભુએ એ દિવસોને ઓછા કર્યા ન હોત તો કોઈ માણસ બચત નહિ; પણ જે પસંદ કરેલાઓને તેમણે પસંદ કર્યા તેઓને લીધે તેમણે એ દિવસોને ઓછા કર્યા છે. 21અને તે સમયે જો કોઈ તમને કહે, “જુઓ, અહીં ખ્રિસ્ત છે’:કે ‘જુઓ તે ત્યાં છે’; તો માનતા નહિ. 22કેમ કે જૂઠા ખ્રિસ્તો તથા જૂઠા પ્રબોધકો ઊઠશે; અને ચમત્કારો તથા અદભૂત કામો કરી બતાવશે, એ માટે કે, જો બની શકે તો, તેઓ પસંદ કરેલાઓને પણ ભુલાવામાં નાખે. 23પણ તમે સાવધાન રહો; જુઓ, મેં તમને બધું અગાઉથી કહ્યું છે.
માણસના દીકરાનું મહિમાસહિત આવવું
(માથ. ૨૪:૨૯-૩૧; લૂ. ૨૧:૨૫-૨૮)
24પણ તે દિવસોમાં, એ વિપત્તિ પછી #યશા. ૧૩:૧૦; યોએ. ૨:૧૦,૩૧; ૩:૧૫; પ્રક. ૬:૧૨. સૂર્ય અંધકારૂપ થઈ જશે, ને #યશા. ૧૩:૧૦; હઝ. ૩૨:૭; યોએ. ૨:૧૦; ૩:૧૫. ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, 25ને #યશા. ૩૪:૪; પ્રક. ૬:૧૩. આકાશના તારાઓ ખરવા લાગશે, ને #યોએ. ૨:૧૦. આકાશમાંનાં પરાક્રમો હલાવાશે. 26ત્યારે તેઓ #દા. ૭:૧૩; માર્ક ૧૪:૬૨; પ્રક. ૧:૭. માણસના દીકરાને બહુ પરાક્રમ તથા મહિમાસહિત વાદળાંમાં આવતા જોશે. 27અને ત્યારે તે પોતાના દૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકત્ર કરશે.
અંજીરી પરથી દ્દષ્ટાંત શીખો
(માથ. ૨૪:૩૨-૩૫; લૂ. ૨૧:૨૯-૩૩)
28હવે અંજીરી પરથી તેનું દ્દષ્ટાંત શીખો:જ્યારે તેની ડાળી કુમળી જ હોય છે, ને પાંદડાં ફૂટવા માંડે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. 29એમ જ તમે પણ જ્યારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તે પાસે, એટલે બારણા આગળ જ છે. 30હું તમને ખચીત કહું છું કે, આ બધાં પૂરાં નહિ થાય ત્યાં સુધી આ પેઢી ગુજરી નહિ જશે. 31આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.
તે દિવસ કે તે ઘડી વિષે કોઈ જાણતું નથી
(માથ. ૨૪:૩૬-૪૪)
32પણ #માથ. ૨૪:૩૬. તે દિવસ તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતો નથી, આકાશમાંના દૂતો નહિ ને દીકરો પણ નહિ. 33સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો, કેમ કે તે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. 34#લૂ. ૧૨:૩૬-૩૮. તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં પ્રવાસ કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતો રહેવાની આજ્ઞા આપી હોય. 35માટે તમે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે ઘરનો ઘણી ક્યારે આવશે, સાંજે કે, મધરાતે કે, મરઘો બોલતી વખતે કે, સવારે! 36રખેને તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ. 37અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, જાગતા રહો.”
Currently Selected:
માર્ક 13: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.