માથ્થી 21
21
યરુશાલેમમાં વિજયવંત પ્રવેશ
(માર્ક ૧૧:૧-૧૧; લૂ. ૧૯:૨૮-૪૦; યોહ. ૧૨:૧૨-૧૯)
1અને જ્યારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા, ને જૈતૂનના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યને મોકલીને 2કહ્યું, “તમે સામા ગામમાં જાઓ, ને તેમાં પેસતાં જ બાંધેલી એક ગધેડી તથા તેની સાથે બચ્ચું જોશો, તેઓને છોડીને મારી પાસે લાવો. 3અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું. ‘પ્રભુને તેઓનો ખપ છે, ’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.” 4હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય,
5 #
ઝખ. ૯:૯. “ સિયોનની દીકરીને એમ કહો કે,
જો, તારો રાજા તારી પાસે આવે છે,
તે નમ્ર છે, તથા
ગધેડા પર હા, ખોલા પર,
એટલે ગધેડીના વછેરા પર,
સવાર થઈને [આવે છે].
6ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું. 7અને તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા, ને પોતાનાં વસ્ત્ર તેઓ પર નાખ્યાં. અને ઈસુ તેઓ પર સવાર થયા. 8અને લોકોમાંના ઘણાખરાએ પોતાનાં વસ્ત્ર રસ્તામાં પાથર્યાં, ને બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. 9અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું, “દાઉદના દીકરાને #ગી.શા. ૧૧૮:૨૫. હોસાન્ના #ગી.શા. ૧૧૮:૨૬. પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના.” 10અને જ્યારે તે યરુશાલેમમાં આવ્યા ત્યારે તે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું, “એ કોણ છે?” 11ત્યારે લોકોએ કહ્યું, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાઝરેથના, તે એ છે.”
ઈસુ મંદિરે જાય છે
(માર્ક ૧૧:૧૫-૧૯; લૂ. ૧૯:૪૫-૪૮; યોહ. ૨:૧૩-૨૨)
12પછી ઈસુ ઈશ્વના મંદિરમાં ગયા, ને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા, અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો તેમણે ઊંધાં વાળ્યાં. 13અને તેમણે તેઓને કહ્યું, #યશા. ૫૬:૭. ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, ’ એમ લખેલું છે; પણ #યર્મિ. ૭:૧૧. તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે.” 14અને આંધળા તથા લંગડા તેમની પાસે મંદિરમાં આવ્યા, ને તેમણે તેઓને સાજા કર્યા. 15પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે છોકરાં મંદિરમાં મોટે સ્વરે દાઉદના દીકરાને હોસાન્ના કહેતાં હતાં, તેઓને જ્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. 16અને તેઓએ તેમને કહ્યું, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે, “હા, #ગી.શા. ૮:૨. બાળકોનાં તથા ધાવણાંઓનાં મોંથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?” 17પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને તે ત્યાં રહ્યા.
ઈસુએ અંજીરીને શ્રાપ આપ્યો
(માર્ક ૧૧:૧૨-૧૪,૨૦-૨૪)
18હવે સવારે નગરમાં પાછા આવતાં તે ભૂખ્યા થયા. 19અને રસ્તાની બાજુએ એક અંજીરી જોઈને તે તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે કહ્યું, “હવેથી તારા પર કદી ફળ ન લાગો.” અને એકદમ તે અંજીરી સુકાઈ ગઈ. 20એ જોઈને શિષ્યો નવાઈ પામીને બોલ્યા, “અંજીરી કેવી રીતે એકદમ સુકાઈ ગઈ?” 21ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને સાચે જ કહું છું, #માથ. ૧૭:૨૦; ૧ કોરીં. ૧૩:૨. જો તમને વિશ્વાસ હોય, ને તમે સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો એટલું જ નહિ, પણ જો તમે આ પહાડને કહેશો કે, તું ઊંચકાઈને સમુદ્રમાં નંખા, તો તેમ જ થશે. 22અને જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સર્વ તમે પામશો.”
ઈસુના અધિકારનો પ્રશ્ન
(માર્ક ૧૧:૨૭-૩૩; લૂ. ૨૦:૧-૮)
23પછી મંદિરમાં આવીને તે બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ તેમની પાસે આવીને કહ્યું, “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને એ અધિકાર તને કોણે આપ્યો?” 24ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું પણ તમને એક સવાલ પૂછીશ, તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ. 25જે બાપ્તિસ્મા યોહાન કરતો તે ક્યાંથી હતું? આકાશથી કે માણસોથી?” ત્યારે તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું, “જો આપણે કહીએ કે આકાશથી, તો તે આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ? 26અને જો આપણે કહીએ કે માણસોથી, તો લોકોથી આપણે બીહીએ છીએ, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે.” 27પછી તેઓએ ઈસુને ઉત્તર આપ્યો, “અમે નથી જાણતા.” ઈસુએ પણ તેઓને કહ્યું, “હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને નથી કહેતો.
બે દીકરાનું દ્દષ્ટાંત
28પણ તમે શું ધારો છો? એક જણને બે દીકરા હતા, અને તેણે પહેલાની પાસે આવીને કહ્યું, ‘દીકરા, તું આજે દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’ 29ત્યારે તેણે કહ્યું, ‘હું નથી જવાનો, ’ તોપણ પછીથી તે પસ્તાઈને ગયો. 30અને બીજાની પાસે આવીને તેણે તેમ જ કહ્યું, ત્યારે તેણે ઉત્તર દીધો, ‘સાહેબ, હું જાઉં છું, ’ તોપણ તે ગયો નહિ. 31તો તે બન્નેમાંથી કોણે પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? “તેઓ તેને કહે છે કે, પહેલાએ. ઈસુ તેઓને કહે છે, “હું તમને ખચીત કહું છું, દાણીઓ તથા વેશ્યાઓ તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં જાય છે. 32કેમ કે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ નહિ કર્યો, પણ #લૂ. ૩:૧૨; ૭:૨૯-૩૦. દાણીઓએ તથા વેશ્યાઓએ તેના પર વિશ્ચાસ કર્યો અને એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.”
ખેડૂતોને ભાડે આપેલી દ્રાક્ષાવાડીનું દ્દષ્ટાંત
(માર્ક ૧૨:૧-૧૨; લૂ. ૨૦:૯-૧૯)
33“એક બીજું દ્દષ્ટાંત સાંભળો. એક ઘરધણી હતો, જેણે #યશા. ૫:૧-૨. દ્રાક્ષાવાડી રોપી, ને તેની આસપાસ વાડ કરી, ને તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો, ને બુરજ બનાવ્યો, ને ખેડૂતોને તે ઇજારે આપી, ને પરદેશ ગયો. 34અને ફળની ૠતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા માટે પોતાના ચાકરોને તે ખેડૂતોની પાસે મોકલ્યા. 35ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, ને બીજાને મારી નાખ્યો, ને ત્રીજાને પથ્થરે માર્યો. 36વળી તેણે પહેલા કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને તેમ જ કર્યું. 37પણ પાછળથી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલીને કહ્યું, ‘તેઓ મારા દીકરાની અદબ રાખશે.’ 38પણ ખેડૂતોએ દીકરાને જોઈને અંદરોઅંદર કહ્યું, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ, ને એનો વારસો લઈ લઈએ.’ 39ત્યારે તેઓએ તેને પકડ્યો, ને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો. 40એ માટે જ્યારે દ્રાક્ષાવાડીનો ધણી આવશે ત્યારે એ ખેડૂતોને તે શું કરશે?” 41તેઓ તેમને કહે છે, “તે દુષ્ટોનો તે પૂરો નાશ કરશે; અને એવા બીજા ખેડૂતો કે જેઓ ૠતુએ તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી તે ઇજારે આપશે.” 42ઈસુ તેઓને કહે છે,
#
ગી.શા. ૧૧૮:૨૨-૨૩. “જે પથ્થરનો નકાર
ઘર બાંધનારાઓએ કર્યો,
તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો:
એ પ્રભુથી બન્યું,
અને આપણી નજરમાં આશ્વર્યકારક છે,
એ શું તમે શાસ્ત્રમાં કદી નથી વાંચ્યું?
43એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે. 44અને આ પથ્થર પર જે કોઈ પડશે, તેના ટુકડેટુકડા થઈ જશે, પણ જેના પર તે પડશે, તેનો ભૂકો તે કરી નાખશે.” 45અને મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમનાં દ્દષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તે અમારા સંબંધી બોલે છે. 46અને તેઓએ તેમને પકડવાની કોશિશ કરી, પણ લોકોથી તેઓ બીધા, કેમ કે લોકો તેમને પ્રબોધક માનતા હતા.
Currently Selected:
માથ્થી 21: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.