યાકૂબનો પત્ર 3
3
ખતરનાક જીભ
1મારા ભાઈઓ, તમારામાંના ઘણા ઉપદેશકો ન થાઓ, કેમ કે તમે જાણો છો કે આપણા [ઉપદેશકો] ને તો વિશેષે કરીને વધારે સજા થશે. 2કેમ કે આપણે સર્વ ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે, અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે. 3જુઓ, ઘોડા કબજે રહે માટે આપણે તેઓનાં મોંમાં લગામ નાખીને તેઓનાં આખાં શરીરને ફેરવીએ છીએ. 4જુઓ, વહાણો પણ કેટલાં બધાં મોટાં છે, તેઓ જોરદાર પવનથી ધકેલાય છે, તોપણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ફેરવવામાં આવે છે. 5તેમ જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી મોટી બડાશ મારે છે.
જુઓ, કેટલો થોડો અગ્નિ કેટલા મોટા વનમાં દવ લગાડે છે! 6જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. આપણા અવયવોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને મલિન કરે છે, તે ભૂમંડળને સળગાવે છે, અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે. 7કેમ કે દરેક જાતનાં જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાંઓ તથા સમુદ્રમાં રહેનારાં પ્રાણીઓ વશ થાય છે, અને માણસોએ તેમને વશ કર્યા છે; 8પણ જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી. તે [બધે] ફેલાતી મરકી છે, અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. 9એનાથી આપણે #ઉત. ૧:૨૬. પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ, અને એનાથી ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલાં માણસોને શાપ પણ આપીએ છીએ. 10એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ. 11શું ઝરણ એક જ મુખમાંથી મીઠું તથા ખારું પાણી આપે? 12મારા ભાઈઓ, શું અંજીરી જૈતફળ અથવા દ્રાક્ષાવેલો અંજીર આપી શકે? તેમ જ ખારું ઝરણ મીઠું પાણી આપી શકતું નથી.
ઈશ્વર તરફથી મળતું જ્ઞાન
13તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે, 14પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઈ તથા સ્વાર્થ છે, તો તમે સત્યની વિરુદ્ધ [થઈને] ગર્વ ન કરો અને જુઠું ન બોલો. 15એ જ્ઞાન ઉપરથી ઊતરે એવું નથી, પણ તે ઐહિક, વિષયી તથા શેતાની છે. 16કેમ કે જ્યાં અદેખાઈ તથા સ્વાર્થ છે, ત્યાં ધાંધળ તથા દરેક દુષ્કર્મ છે. 17પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારાં ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે. 18વળી જે સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.
Currently Selected:
યાકૂબનો પત્ર 3: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.