YouVersion Logo
Search Icon

યશાયા 61

61
મુક્તિની વધામણી
1 # લૂ. ૪:૧૮-૧૯. પ્રભુ યહોવાનો આત્મા મારા
પર છે; કારણ કે #માથ. ૧૧:૫; લૂ. ૭:૨૨. દીનોને
વધામણી કહેવા માટે યહોવાએ મને
અભિષિક્ત કર્યો છે;
ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા
માટે,
બંદીવાનોને છુટકારાની તથા
કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર
પ્રસિદ્ધ કરવા માટે;
2યહોવાએ માન્ય કરેલું કૃપાનું વર્ષ,
આપણા ઈશ્વરના પ્રતિકારનો દિવસ
પ્રસિદ્ધ કરવા માટે;
# માથ. ૫:૪. સર્વ શોક કરનારાઓને દિલાસો
આપવા માટે;
3સિયોનમાંના શોક કરનારાઓને
રાખને બદલે મુગટ,
શોકને બદલે હર્ષનું તેલ,
ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર
આપવા માટે તેણે મને મોકલ્યો છે;
જેથી તેઓ તેના મહિમાને અર્થે
ધાર્મિકતાનાં વૃક્ષ,
યહોવાની રોપણી કહેવાય.
4તેઓ પુરાતન કાળનાં
ખંડિયેરોને બાંધશે,
પૂર્વકાળની પાયમાલ થયેલી
[ઇમારતો] ને તેઓ ઊભી કરશે,
ઘણી પેઢીઓથી ઉજ્જડ તથા નષ્ટ
થયેલાં નગરોને તેઓ સમારશે.
5પરદેશીઓ ઊભા રહીને
તમારાં ટોળાંને ચરાવશે, અને
તેઓ તમારા ખેડૂત તથા તમારી
દ્રાક્ષાવાડીના માળી થશે.
6પણ તમે તો યહોવાના યાજક કહેવાશો;
આપણા ઈશ્વરના સેવક,
એવું [નામ] તમને
આપવામાં આવશે.
વિદેશીઓની સંપત્તિ તમે ખાશો, ને
તેમનું ગૌરવ [તમને પ્રાપ્ત થવા] માં
તમે અભિમાન કરશો.
7તમારી લાજના બદલામાં તમને બમણું
મળશે. અને
[તમને થયેલા] અપમાનને બદલે
તેઓ પોતાના મળેલા
હિસ્સાથી હરખાશે.
તેથી તેઓ પોતાના દેશમાં બમણો
[વારસો] પામશે.
તેમને અખંડ આનંદ મળશે.
8કેમ કે હું યહોવા ઇનસાફ ચાહું છું,
અન્યાયથી કરેલી લૂંટફાટનો
હું ધિક્કાર કરું છું;
હું સત્યતા પ્રમાણે તેમની મહેનતનો
બદલો આપીશ, ને
તેઓની સાથે સર્વકાળનો કરાર કરીશ.
9તેમનાં સંતાન વિદેશીઓમાં, ને તેમની
સંતતિ લોકોમાં ઓળખાશે;
જેઓ તેમને જોશે તેઓ સર્વ કબૂલ
કરશે કે, જે સંતાનને યહોવાએ
આશીર્વાદ આપેલો છે તે તેઓ છે.
10હું યહોવામાં અતિશય આનંદ કરીશ,
મારો જીવ મારા પ્રભુમાં હરખાશે;
કેમ કે જેમ વર પોતાને મુગટથી
સુશોભિત કરે છે,
ને #પ્રક. ૨૧:૨. કન્યા પોતાને આભૂષણથી
શણગારે છે,
તેમ તેમણે મને તારણનાં વસ્ત્ર
પહેરાવ્યાં છે,
ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર
ઓઢાડયો છે.
11જેમ ભૂમિ પોતામાંથી પીલો ઉગાડે છે,
ને જેમ વાડી તેમાં રોપેલાંને ઉગાડે છે;
તેમ પ્રભુ યહોવા ધાર્મિકતા તથા
સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ
ઉત્પન્ન કરશે.

Currently Selected:

યશાયા 61: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in