YouVersion Logo
Search Icon

યશાયા 60

60
યરુશાલેમનો ભાવિ મહિમા
1ઊઠ, પ્રકાશિત થા; કેમ કે તારો
પ્રકાશ આવ્યો છે, ને
યહોવાનો મહિમા તારા પર ઊગ્યો છે.
2જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર
લોકોને ઢાંકશે;
પણ યહોવા તારા પર ઊગશે,
ને તેમનો મહિમા તારા પર દેખાશે.
3પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ
તારા ઉદયના તેજ તરફ
ચાલ્યા આવશે.
4તારી દષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો:
તેઓ સર્વ ભેગા થાય છે,
તેઓ તારી પાસે આવે છે;
તારા પુત્રો દૂરથી આવશે, ને
તારી પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં
આવશે.
5ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ,
ને તારું હ્રદય ઊછળશે
ને પ્રફુલ્લિત થશે;
કેમ કે સમુદ્રનું દ્રવ્ય તારી પાસે
વાળી લવાશે, ને
પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે
લાવવામાં આવશે.
6ઊંટોનાં ઝુંડ, મિદ્યાન તથા એફાહમાંનાં
ઊંટનાં બચ્ચાં તને ઢાંકી દેશે;
શેબાથી સર્વ આવશે;
તેઓ સોનું તથા લોબાન લાવશે,
ને યહોવાનાં સ્તોત્ર જાહેર કરશે.
7કેદારનાં સર્વ ટોળાં તારે માટે ભેગાં
કરવામાં આવશે,
નબાયોથના ઘેટા તારી સેવાના
કામમાં આવશે;
તેઓ માન્ય થઈ મારી વેદી પર ચઢશે,
ને મારા સુશોભિત મંદિરને
હું શોભાયમાન કરીશ.
8આ જેઓ વાદળની જે, ને પોતાની
બારીઓ તરફ ઊડીને આવતાં
કબૂતરની જે,
ઊડી આવે છે તેઓ કોણ હશે?
9ખચીત દ્વીપો મારી રાહ જોશે, અને તારા
ઈશ્વર યહોવાના નામની પાસે ને
ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની પાસે
તારા પુત્રોને તેમના સોનારૂપા
સહિત દૂરથી લઈને તાર્શીશનાં
વહાણો પ્રથમ આવશે,
કારણ કે પ્રભુએ તને શોભાયમાન
કર્યો છે.
10[પ્રભુ કહે છે] “પરદેશીઓ
તારા કોટ બાંધશે,
ને તેમના રાજાઓ તારી સેવા કરશે;
કેમ કે મારા કોપમાં મેં તને માર્યો,
પણ મારી કૃપામાં
મેં તારા પર દયા કરી છે.
11 # પ્રક. ૨૧:૨૫-૨૬. વળી મારા દરવાજા નિત્ય ઉઘાડા રહેશે;
તેઓ રાતદિવસ બંધ થશે નહિ;
જેથી વિદેશીઓનું દ્રવ્ય તેમના
[બંધનમાં] રાખેલા રાજાઓ સહિત
તારી પાસે લાવવામાં આવે.
12જે પ્રજા તથા જે રાજ્ય તારી સેવા નહિ
કરે તે નાશ પામશે;
હા, તે પ્રજાઓ ખચીત ઉજ્જડ થશે.
13લબાનોનનું ગૌરવ, -દેવદાર, ભદ્રાક્ષ
તથા સરળ એ સર્વ-મારા
પવિત્રસ્થાનને સુશોભિત કરવા માટે
તારી પાસે [લાવવામાં] આવશે;
અને હું મારા પગોનું સ્થાન
મહિમાવાન કરીશ.
14જેઓએ મારા પર જુલમ કર્યો તેઓના
પુત્રો તારી પાસે નમતા આવશે;
અને #પ્રક. ૩:૯. જેઓએ તને તુચ્છ માન્યું
તેઓ સર્વ તારા પગનાં
તળિયાં સુધી નમશે;
અને તેઓ તને યહોવાનું નગર,
ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] નું
સિયોન, કહેશે.
15તું એવી તજેલી તથા દ્વેષ પામેલી હતી
કે, તારામાં થઈને કોઈ જતો નહોતો,
તેને બદલે તો હું તને સર્વકાળ
વૈભવરૂપ, તથા
પેઢી દરપેઢી આનંદરૂપ કરી નાખીશ.
16તું વિદેશીઓનું દૂધ ચૂસીશ, ને
રાજાઓના થાને ધાવીશ;
ત્યારે તું જાણીશ કે હું યહોવા
તારો ત્રાતા છું, ને
તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ
[ઈશ્વર] છું.
17હું તાંબાને બદલે સોનું લાવીશ,
ને લોઢાને બદલે રૂપું,
લાકડાને બદલે પિત્તળ, તથા
પથ્થરને બદલે લોઢું લાવીશ; અને
હું તારા અધિકારીઓને શાંતિરૂપ,
તથા તારા સતાવનારાઓને
ન્યાયરૂપ કરીશ.
18તારા દેશમાં બલાત્કારની વાત, તારી
સરહદમાં જુલમ તથા વિનાશની વાત
ફરી સંભળાશે નહિ.
તું તારા કોટોને તારણ,
ને તારા દરવાજાઓને સ્તુતિ એવાં
નામ આપીશ.
19હેવ પછી #પ્રક. ૨૧:૨૩; ૨૨:૫. દિવસે તને અજવાળું આપવા
માટે સૂર્યની જરૂર પડશે નહિ;
અને તેજને માટે ચંદ્ર તારા પર
પ્રકાશશે નહિ!
પણ યહોવા તારું સર્વકાળનું અજવાળું,
ને તારો ઈશ્વર તારી શોભા થશે.
20ત્યાર પછી તારો સૂર્ય કદી અસ્ત પામશે
નહિ, તેમ તારો ચંદ્ર જતો રહેશે નહિ;
કેમ કે યહોવા તારું સદાકાળનું
અજવાળું થશે,
ને તારા શોકના દિવસો પૂરા થશે.
21વળી તારા સર્વ લોક ધાર્મિક થશે,
તેઓ મારા મહિમાને અર્થે મારા
રોપેલા રોપના અંકુરો,
મારા હાથની કૃતિ થશે,
તેઓ સદાકાળ દેશનો
વારસો ભોગવશે.
22છેક નાનામાંથી હજાર થશે,
ને જે નાનકડો છે
તે બળવાન પ્રજા થશે;
હું યહોવા [ઠરાવેલે] સમયે
તે જલદી કરીશ.”

Currently Selected:

યશાયા 60: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in