YouVersion Logo
Search Icon

યશાયા 43

43
ઇઝરાયલને ઈશ્વરનું અભયદાન
1પણ હવે, હે યાકૂબ,
તારા ઉત્પન્નકર્તા યહોવા,
ને હે ઇઝરાયલ, તારા બનાવનાર
એવું કહે છે, “તું બીશ નહિ,
કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે;
મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે,
તું મારો છે.
2તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે
હું તારી સાથે હોઈશ.
તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે
તેઓ તને ડુબાડશે નહિ.
તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ
લાગશે નહિ;
અને જ્વાળા તને બાળશે નહિ.
3કેમ કે હું યહોવા તારો ઈશ્વર છું,
હું ઇઝરાયલને પવિત્ર [ઈશ્વર]
તારો ત્રાતા છું,
મેં તારા ઉદ્ધારના બદલામાં
મિસર આપ્યો છે,
તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે.
4કેમ કે તું મારી દષ્ટિમાં
મૂલ્યવાન થયો છે,
તું સન્માન પામેલો છે, ને
મેં તારા પર પ્રેમ કર્યો છે.
તે માટે હું તારે બદલે માણસો,
ને તારા જીવને બદલે લોકો આપીશ.
5તું બીશ નહિ; કેમ કે હું તારી સાથે છું;
હું તારા સંતાન પૂર્વથી લાવીશ,
ને પશ્ચિમથી તને એકત્ર કરીશ.
6હું ઉત્તરને કહીશ, ‘છોડી દે;’
અને દક્ષિણને [કહીશ કે,]
‘અટકાવ ન કર;
મારા દીકરાઓને વેગળેથી,
ને મારી દીકરીઓને પૃથ્વીને
છેડેથી લાવ;
7જે સર્વને મરું નામ આપેલું છે, ને જેને
મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન
કર્યો છે તેને લાવ;
મેં તેને બનાવ્યો; હા, મેં તેને પેદા
કર્યો છે.’
ઈશ્વરનો સાક્ષી-ઇઝરાયલ
8જે લોકો છતી આંખે આંધળા છે,
જે જેઓ કાન છતાં બહેરા છે,
તેઓને આગળ લાવ.
9સર્વ પ્રજાઓ, તમે એકઠી થાઓ,
ને લોકો ભેગા થાઓ;
તેઓમાંથી કોણ આવી વાત
જાહેર કરે,
અને અગાઉ બનેલી બિના
અમને કહી સંભળાવે?
તેઓ પોતાના સાક્ષી હાજર કરે
કે તેઓ સાચા ઠરે;
અને તેઓ સાંભળીને કહે,
‘એ ખરું છે.’”
10યહોવા કહે છે, “તમે મારા સાક્ષી છો,
ને મારા સેવકને મેં પસંદ કર્યો છે કે
જેથી તમે મને જાણો,
ને મારો ભરોસો કરો, ને સમજો કે
હું તે છું;
મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી,
ને મારી પાછળ કોઈ થવાનો નથી.
11હું, હું જ યહોવા છું; અને મારા વિના
બીજો કોઈ ત્રાતા નથી.
12મેં તો વિદિત કર્યું છે, બચાવ કર્યો છે,
ને સંભળાવ્યું છે, ને તમારામાં કોઈ
અન્ય [દેવ] નહોતો” માટે
યહોવા કહે છે, “તમે મારા સાક્ષી છો,
હું જ ઈશ્વર છું.
13વળી આજથી હું તે છું; મારા હાથમાંથી
કોઈ છોડાવનાર નથી;
હું જે કામ કરું છું,
તેને કોણ ઊંધું વાળશે?”
બાબિલમાંથી છુટકારો
14તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલનો
પવિત્ર [ઈશ્વર] યહોવા એવું કહે છે,
“તમારે માટે મેં [સૈન્યને] બાબિલ
મોકલ્યું છે, અને હું સર્વને, એટલે
તેઓનાં મોજ કરવાનાં વહાણોમાં
ખાલદીઓને નાસી જનારની
જેમ પાડી નાખીશ.
15હું યહોવા, તમારો પવિત્ર [ઈશ્વર] ,
ઇઝરાયલને ઉત્પન્ન કરનાર,
તમારો રાજા છું.
16જે યહોવા સમુદ્રમાં માર્ગ, ને જબરાં
પાણીમાં રસ્તો કરી આપે છે,
17જે રથ તથા ઘોડાને, લશ્કરને તથા
શૂરવીરને બહાર લાવે છે [તે હું છું] ;
તેઓ ભેગા સૂઈ જાય છે,
તેઓ ફરી ઊઠશે નહિ;
તેઓ બુઝાયા છે,
તેઓ દિવેટની જેમ હોલવાયા છે.
18તમે આગલી વાતોનું સ્મરણ
કરશો નહિ, અને
પુરાતન બિનાઓ ધ્યાનમાં લેશો નહિ.
19જુઓ, હું નવું કામ કરનાર છું;
તે હમણાં નીકળી આવશે;
શું તમે તે જાણશો નહિ?
હું તો અરણ્યમાં માર્ગ અને ઉજજડ
પ્રદેશમાં નદીઓ કરી આપીશ.
20જંગલનાં શ્વાપદો, શિયાળો તથા
શાહમૃગો મને માન આપશે;
કારણ કે મારા લોકોને એટલે મારા પસંદ
કરેલાઓને પીવડાવવા માટે,
હું અરણ્યમાં પાણી તથા ઉજજડ
પ્રદેશમાં નદીઓ કરી આપું છું.
21મેં આ લોકને મારા પોતાને માટે
બનાવ્યા છે,
તેઓ મારી સ્તુતિ ગાશે.
ઇઝરાયલનું પાપ
22પણ હે યાકૂબ, તેં મને વિનંતી કરી નથી;
હે ઇઝરાયલ, તું મારાથી કાયર
થઈ ગયો છે.
23તારાં દહનીયાર્પણોનાં ઘેટાં તું મારી પાસે
લાવ્યો નથી; તેમ તારા યજ્ઞો વડે
તેં મને માન આપ્યું નથી.
મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો
મૂક્યો નથી, અને ધૂપ માગીને
તને કાયર કર્યો નથી.
24તેં મારે માટે નાણાં ખરચીને અગર
વેચાતું લીધું નથી, ને તારા યજ્ઞોના
મેદથી મને તૃપ્ત કર્યો નથી;
ખરું જોતાં તેં મારા પર તારાં પાપનો
બોજો મૂક્યો છે,
અને તારા અન્યાયે મને કાયર કર્યો છે.
25જે પોતાની ખાતર તારા અપરાધોને
ભૂંસી નાખે તે હું, હું જુ છું;
તારાં પાપોને હું સંભારીશ નહિ.
26મને યાદ દેવડાવ; આપણે પરસ્પર
વિવાદ કરીએ. તું [તારી હકીકત]
કહે, જેથી તું ન્યાયી ઠરે.
27તારા આદિપિતાએ પાપ કર્યું છે,
ને તારા મધ્યસ્થોએ મારી વિરુદ્ધ
અપરાધ કર્યા છે.
28તેથી મેં અભિષિક્ત સરદારોને ભ્રષ્ટ
કર્યા છે, ને યાકૂબને શાપરૂપ તથા
ઇઝરાયલીઓને નિંદાપાત્ર
કરી નાખ્યા છે.

Currently Selected:

યશાયા 43: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in