YouVersion Logo
Search Icon

પિતરનો બીજો પત્ર 3

3
પ્રભુના આગમન સંબંધીનું વચન
1વહાલાઓ, હવે આ બીજો પત્ર હું તમારા ઉપર લખું છું, અને બન્‍ને [પત્રો] થી તમારાં નિર્મળ મનોને ચેતવણી આપીને સાવધ કરું છું; કે 2પવિત્ર પ્રબોધકોદ્વારા અગાઉ જે વચનો કહેવામાં આવ્યાં હતાં, તેઓનું, પ્રભુ અને તારનારે તમારા પ્રેરિતોની મારફતે આપેલી આજ્ઞાનું તમે સ્મરણ કરો. 3પ્રથમ તો આ વાત જાણો કે #યહૂ. ૧૮. છેલ્લા સમયમાં ઠઠ્ઠા મશ્કરી કરનારા આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે, 4અને કહેશે કે, પ્રભુના આગમનના વચનનું શું થયું છે? કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં બધું જેવું હતું તેવું જ રહે છે. 5કેમ કે #ઉત. ૧:૬-૯. તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરના શબ્દે કરીને આકાશો પ્રથમથી હતાં, અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી. 6તેથી #ઉત. ૭:૧૧. તે સમયનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું. 7પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.
8પણ, વહાલાઓ, આ એક વાત તમે ભૂલી ન જાઓ કે, #ગી.શા. ૯૦:૪. પ્રભુની નજરમાં એક દિવસ હજાર વરસોના જેવો, અને હજાર વરસો એક દિવસના જેવાં છે. 9વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પશ્વાતાપ કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.
10પણ #માથ. ૨૪:૪૩; લૂ. ૧૨:૩૯; ૧ થેસ. ૫:૨; પ્રક. ૧૬:૧૫. જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે. તે સમયે આકાશો મોટી ગર્જનાસહિત જતાં રહેશે, ને તત્ત્વો અગ્નિથી પીગળી જશે, અને પૃથ્વીને તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે. 11તો એ સર્વ લય પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? 12ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્‍ત્વો બળીને પીગળી જશે, તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી. 13તોપણ #યશા. ૬૫:૧૭; ૬૬:૨૨; પ્રક. ૨૧:૧. આપણે તેમના વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.
14એ માટે, વહાલાંઓ, તેઓની રાહ જોઈને, તમે તેમની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો. 15અને આપણા પ્રભુનું ધૈર્ય તારણ છે એમ માનો. આપણા વહાલા ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ જ પ્રમાણે લખ્યું છે. 16તેના સર્વ પત્રોમાં પણ આ વાતો વિષે તેણે એમ જ કહ્યું છે. તે [પત્રો] માં કેટલીક વાતો સમજવાને અઘરી છે, અને જેમ બીજા લેખોનો તેમ એ વાતોનો પણ અજ્ઞાન તથા અસ્થિર માણસો પોતાના નાશને માટે મારીમચડીને અવળો અર્થ કરે છે.
17માટે, વહાલાંઓ, તમે અગાઉથી ચેતીને સાવધ થાઓ કે, અધર્મીઓની ભૂલથી ખેંચાઈ જઈને તમે તમારી સ્થિરતાથી ન ડગો. 18પણ આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ. તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for પિતરનો બીજો પત્ર 3