YouVersion Logo
Search Icon

યોહાનનો પહેલો પત્ર પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
યોહાનના પહેલા પત્રના બે હેતુ છે: પત્રના વાંચનારાઓ ઈશ્વરની અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સંગતમાં રહે એ માટે તેમને ઉત્તેજન આપવાનો; અને આ સંગતને છિન્‍નભિન્‍ન કરી નાખનાર જૂઠા શિક્ષણની પાછળ ન ચાલવા બાબતે તેમને ચેતવણી આપવાનો. આ જૂઠા શિક્ષણની પાયાની માન્યતા એ હતી કે ભૌતિક દુનિયાના સંસર્ગમાં આવવાથી જ ભૂંડાઈ ઉદભવે છે, અને એટલે જ ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્ત ખરેખરા મનુષ્ય હોઈ શકે જ નહિ. આ જૂઠા શિક્ષકોનું શિક્ષણ હતું કે આ દુનિયાના જીવનની સર્વ જરૂરિયાતો અને સંબંધોથી પર રહેવું એ જ ખરેખરો ઉદ્ધાર છે. વળી તેઓ એવું પણ શીખવતા હતા કે નીતિ-અનીતિ સાથે કે ભાઈઓ પર પ્રેમ રાખવા કે ન રાખવા સાથે ઉદ્ધારને કોઈ નિસ્બત નથી.
આવા શિક્ષણની વિરુદ્ધમાં યોહાન આ પત્રમાં બહુ સ્પષ્ટપણે શીખવે છે કે પ્રભુ ઈસુ ખરેખરી રીતે માનવી બન્યા હતા; અને યોહાન આ વાત પર ભાર મૂકે છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને ઈશ્વર પર પ્રેમ કરે છે તેઓ સર્વએ એકબીજા પર પણ પ્રેમ રાખવો જોઈએ.
રૂપરેખા :
પ્રસ્તાવના : ૧:૧-૪
પ્રકાશ અને અંધકાર ૧:૫-૨:‍ ૨૯
ઈશ્વરનાં સંતાનો અને શેતાનનાં સંતાનો ૩:૧-૨૪
સત્ય અને જૂઠાણું ૪:૧-૬
પ્રેમની ફરજ ૪:૭-૨૧
વિજયવંત વિશ્વાસ ૫:૧-૨૧

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in