YouVersion Logo
Search Icon

યોહાનનો બીજો પત્ર 1

1
1પસંદ કરેલી બહેન તથા તેનાં બાળકો પ્રતિ લખનાર વડીલ: 2જે સત્ય આપણામાં રહે છે, અને સર્વકાળ રહેવાનું છે તે [સત્ય] ની ખાતર હું સત્યમાં તમારા પર પ્રેમ રાખું છું; અને એકલો હું જ નહિ, પણ જેઓ સત્યને જાણે છે તેઓ બધા પણ રાખે છે.
3ઈશ્વર પિતાથી તથા પિતાના પુત્ર ઈસુ ખ્રિસ્તથી આપણી સાથે કૃપા, દયા તથા શાંતિ સત્યમાં તથા પ્રેમમાં રહેશે.
સત્ય અને પ્રેમ
4જે પ્રમાણે આપણને પિતાએ આજ્ઞા આપી તે પ્રમાણે સત્યમાં ચાલતાં તારાં કેટલાંક બાળકોને મેં જોયાં છે, તેથી મને ઘણો આનંદ થાય છે. 5હવે, બહેન, હું તને નવી આજ્ઞા લખું છું એમ નહિ, પણ આરંભથી જે આજ્ઞા આપણને મળેલી છે તે લખીને તને વિનંતી કરું છું કે #યોહ. ૧૩:૩૪; ૧૫:૧૨,૧૭. આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. 6આપણે તેમની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે. જેમ તમે આરંભથી સાંભળ્‍યું તેમ તમે પ્રેમમાં ચાલો એ જ આજ્ઞા છે.
7કેમ કે જગતમાં ઘણા ભમાવનારા ઊભા થયા છે. તેઓ ઈસુ ખ્રિસ્તનું [મનુષ્ય] દેહમાં આવવું કબૂલ કરતા નથી. તે જ ભમાવનાર તથા ખ્રિસ્તવિરોધી છે. 8તમે પોતાના વિષે સાવધ રહો, જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂરું પ્રતિફળ પામો.
9જે કોઈ હદબહાર જાય છે, અને ખ્રિસ્તના બોધને વળગી રહેતો નથી, તેને ઈશ્વર નથી; બોધને જે વળગી રહે છે, તેને જ પિતા તથા પુત્ર પણ છે. 10જો કોઈ તમારી પાસે આવે, અને એ જ બોધ લઈને ન આવે, તો તેને ઘરમાં પેસવા ન દો, ને તેને ક્ષેમકુશળ ન કહો. 11કેમ કે જે તેને ક્ષેમકુશળ કહે છે તે તેનાં દુષ્કર્મોનો ભાગીદાર થાય છે.
અંતિમ વચનો
12મારે તમને લખવાનું તો ઘણું છે, તોપણ શાહીથી કાગળ પર લખવાની મારી ઇચ્છા નથી. પણ તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે તમારી પાસે હાજર થઈને મોઢામોઢ વાત કરવાની હું આશા રાખું છું. 13તારી પસંદ કરેલી બહેનનાં બાળકો તને ક્ષેમકુશળ કહે છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Free Reading Plans and Devotionals related to યોહાનનો બીજો પત્ર 1

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy