તિમોથીને પહેલો પત્ર પ્રસ્તાવના :
પ્રસ્તાવના :
તિમોથી એશિયા માઈનરનો એક જુવાન ખ્રિસ્તી હતો. તેની માતા યહૂદી હતી, પણ તેના પિતા ગ્રીક હતા. પાઉલની સુવાર્તિક મુસાફરીઓમાં તિમોથી પાઉલનો સાથી અને મદદગાર હતો. પાઉલે તિમોથી પર લખેલા આ પહેલા પત્રમાં પાઉલ ત્રણ બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે:
પ્રથમ તો મંડળીમાં જે જૂઠું શિક્ષણ પ્રવેશવા માંડયું હતું તે પ્રત્યે પત્રમાં ધ્યાન ખેંચવામાં આવ્યું છે. આ જૂઠું શિક્ષણ યહૂદી અને બિનયહૂદી વિચારોનું મિશ્રણ હતું. આ જૂઠા શિક્ષણનાં કેટલાંક મંતવ્યો આ પ્રકારનાં હતાં:ભૌતિક દુનિયા પાપિષ્ઠ છે, અને માત્ર ખાસ રહસ્યમય જ્ઞાન દ્વારા, અને કેટલીક રીતરસમો પાળવાથી-જેવી કે અમુક ખોરાક ન ખાવા અને લગ્ન ન કરવું-એ દ્વારા જ ઉદ્ધાર પામી શકાય છે. આ ઉપરાંત પત્રમાં મંડળીના વહીવટ વિષે અને ભક્તિસભાની વ્યવસ્થા વિષે શિક્ષણ આપવામાં આવ્યું છે. વળી મંડળીના અધ્યક્ષો તેમ જ સેવકોનાં જીવન અને વર્તણૂક કેવા પ્રકારનાં હોવાં જોઈએ, તે પણ દર્શાવવામાં આવ્યું છે. અંતમાં તિમોથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સારો સેવક કેવી રીતે બની શકે તે વિષેની શિખામણ છે, તેમ જ જુદાં જુદાં વિશ્વાસીઓનાં જૂથો પ્રત્યે તેની કેવા કેવા પ્રકારની જવાબદારી છે તે વિષે પણ તેને સમજાવવામાં આવ્યું છે.
રૂપરેખા :
પ્રસ્તાવના ૧:૧-૨
મંડળી અને તેના અધ્યક્ષો બાબતનું શિક્ષણ ૧:૩:-૩:૧૬
તિમોથીના કામ સંબંધી તેને શિક્ષણ ૪:૧-૬:૨૧
Currently Selected:
તિમોથીને પહેલો પત્ર પ્રસ્તાવના :: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.