YouVersion Logo
Search Icon

તિમોથીને પહેલો પત્ર 1

1
1[ખ્રિસ્ત પરના] વિશ્વાસમાં મારા ખરા દીકરા #પ્રે.કૃ. ૧૬:૧. તિમોથી પ્રતિ લખનાર, ઈશ્વર આપણા તારનારની તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેમની આજ્ઞા પ્રમાણે થયેલો ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ,. 2ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.
જૂઠા શિક્ષણ વિરુદ્ધ ચેતવણી
3હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને વિનંતી કરી હતી [તેમ ફરીથી કરું છું] કે, તારે એફેસસમાં થોભવું, અને [ત્યાંના] કેટલાક માણસોને આજ્ઞા કરવી કે તેઓ જુદા પ્રકારનો ઉપદેશ ન કરે, 4અને કલ્પિત વાતો પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન આપે. એવી વાતો વિશ્વાસ ઉપર આધાર રાખનારી ઈશ્વરની સંસ્થાને ઉત્તેજન આપવાને બદલે ખાલી વાદવિવાદો ઉત્પન્‍ન કરે છે. 5એ આજ્ઞાનો મુખ્ય હેતુ તો શુદ્ધ હ્રદયથી તથા સારા અંત:કરણથી તથા ઢોંગ વગરના વિશ્વાસથી પ્રેમ રાખવો એ છે. 6એ બાબતો પર લક્ષ ન રાખવાથી કેટલાક મિથ્યા વાદવિવાદ કરવા લાગ્યા. 7તેઓ નિયમશાસ્‍ત્રના ઉપદેશક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી.
8પણ આપણે જાણીએ છીએ કે, જો તેનો યથાયોગ્ય ઉપયોગ કરવામાં આવે તો નિયમ [શાસ્‍ત્ર] સારું છે. 9આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમ તો ન્યાયીને માટે નથી, પણ અનીતિમાન તથા સ્વચ્છંદીઓને માટે છે, જેઓ અધર્મી તથા પાપી, અપવિત્ર તથા ધર્મભ્રષ્ટ, પિતૃહત્યારા તથા માતૃહત્યારા, ખૂનીઓ, 10વ્યભિચારીઓ, પુંમૈથુનીઓ, મનુષ્યહરણ કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સમ ખાનારાઓ, એવા સર્વને માટે છે. 11સ્તુત્ય ઈશ્વરના મહિમાની સુવાર્તા જે મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય તેને માટે છે.
ઈશ્વરની દયાને માટે આભાર
12મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું, કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો. 13જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર તથા #પ્રે.કૃ. ૮:૩; ૯:૪-૫. સતાવનાર તથા જુલમી હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે [તે વખતે મને ખ્રિસ્ત પર] વિશ્વાસ નહિ હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું હતું. 14આપણા પ્રભુની કૃપા મારા પર અતિશય થવાથી મને ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ તથા પ્રેમ [ઉત્પન્‍ન] થયો. 15આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા; એવા [પાપીઓ] માં હું મુખ્ય છું. 16અનંતજીવનને માટે જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેઓને માટે હું નમૂનારૂપ થાઉં, માટે મારા પર દયા કરવામાં આવી કે, તેથી તે પોતાની પૂરી સહનશીલતા મારા સંબંધમાં પ્રગટ કરે. 17જે સનાતન યુગોનો રાજા, અવિનાશી, અદશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને સદાસર્વકાળ માન તથા મહિમા હો. આમીન.
18દીકરા તિમોથી, તારે વિષે અગાઉ થયેલા ભવિષ્યકથન પ્રમાણે, હું તને આ [ખાસ] આજ્ઞા આપું છું કે, તે ભવિષ્યકથનો [ની સહાય] થી તું સારી લડાઈ લડે; 19અને વિશ્વાસ તથા નિર્મળ અંત:કરણ રાખે. એનો ત્યાગ કરવાથી કેટલાકે વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું. 20તેઓમાંના હુમનાય તથા એલેકઝાન્ડર છે; તેઓ દુર્ભાષણ કરતાં ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for તિમોથીને પહેલો પત્ર 1