પિતરનો પહેલો પત્ર 5
5
ઈશ્વરના ટોળાનું પાલન
1તમારામાં જે વડીલો છે, તેઓનો હું સાથી વડીલ તથા ખ્રિસ્તનાં દુ:ખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું, એથી તેઓને વિનંતી કરું છું કે, 2#યોહ. ૨૧:૧૫-૧૭. ઈશ્વરનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો, અધ્યક્ષનું કામ ફરજ પડયાથી નહિ પણ ખુશીથી કરો, નીચ લોભને માટે નહિ, પણ હોંસથી કરો. 3વળી તમને સોંપેલા [ટોળા] પર સ્વામી તરીકે નહિ, પણ તમે તે ટોળાને આદર્શરૂપ થાઓ. 4જ્યારે મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુગટ તમને મળશે.
5એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. અને તમે બધા એકબીજાની સેવા કરવાને માટે નમ્રતા પહેરી લો. કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ #નીતિ. ૩:૩૪. તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. 6એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે #માથ. ૨૩:૧૨; લૂ. ૧૪:૧૧; ૧૮:૧૪. પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકે. 7તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.
8સાવચેત થાઓ, જાગતા રહો; [કેમ કે] તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. 9તમે વિશ્વાસમાં દઢ રહીને તેની સામા થાઓ, કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુ:ખો પડે છે, તે તમે જાણો છો. 10સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને માટે બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. 11તેમને સદાસર્વકાળ સત્તા હોજો. આમીન.
શુભેચ્છા
12 #
પ્રે.કૃ. ૧૫:૨૨,૪૦. સિલ્વાનુસ, જે મારી ધારણા પ્રમાણે વિશ્વાસુ ભાઈ છે, તેની મારફતે મેં ટૂંકમાં તમારા ઉપર લખ્યું છે, ને તમને વિનંતી કરીને સાક્ષી આપી છે કે, આ તો ઈશ્વરની ખરી કૃપા છે; તેમાં તમે સ્થિર ઊભા રહો. 13બેબિલોનમાંની [મંડળી] જેને તમારી સાથે પસંદ કરવામાં આવેલી છે તે તથા મારો દીકરો #પ્રે.કૃ. ૧૨:૧૨,૨૫; ૧૩:૧૩; ૧૫:૩૭-૩૯; કલો. ૪:૧૦; ફિલે. ૨૪. માર્ક તમને સલામ કહે છે. 14તમે પ્રેમના ચુંબનથી એકબીજાને સલામ કરજો.
ખ્રિસ્ત ઈસુમાં તમ સર્વને શાંતિ થાઓ આમીન.
Currently Selected:
પિતરનો પહેલો પત્ર 5: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.