YouVersion Logo
Search Icon

પિતરનો બીજો પત્ર પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
પિતરનો બીજો પત્ર શરૂઆતના ખ્રિસ્તીઓના વિશાળ વર્તુળને લખવામાં આવ્યો હતો. પત્રનો હેતુ જૂઠા શિક્ષકોના અને તેનાથી ફેલાતી અનીતિનો સામનો કરવાનો છે. જેઓએ પોતે ઈસુ ખ્રિસ્તને જોયા છે, તેઓએ ઈશ્વર વિષે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે આપેલા સાચા જ્ઞાનને વળગી રહેવામાં જ આ પ્રશ્નોનો ઉકેલ સમાયેલો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી પાછા આવવાના જ નથી એવું શીખવતા જૂઠા શિક્ષકોના શિક્ષણ વિષે પિતર વધુ ચિંતિત જણાય છે. ઈસુ ખ્રિસ્તના આગમન સંબંધી જે દેખાતો વિલંબ લાગે છે તે વિલંબ નથી, “પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પશ્વાત્તાપ કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે” (૩:૯)
રૂપરેખા :
પ્રસ્તાવના : ૧:૧-૨
ખ્રિસ્તી તેડું ૧: ૩-૨૧
જૂઠા શિક્ષકો ૨:૧-૨૨
ખ્રિસ્તનું આખરી આગમન ૩:૧-૧૮

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in