YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 8

8
મૂર્તિઓને ધરેલા નૈવેદ વિષે
1હવે મૂર્તિઓને ધરેલા નૈવેદ વિષે:આપણ સર્વને [એ બાબતનું] જ્ઞાન છે તે આપણે જાણીએ છીએ. જ્ઞાન [માણસને] ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રેમ [તેની] ઉન્‍નતિ કરે છે. 2જો કોઈ એમ ધારતો હોય કે હું પોતે કંઈ જાણું છું, તો સાચી રીતે જેમ જાણવું જોઈએ તેમ તે હજી જાણતો નથી. 3પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તેમને તે ઓળખે છે.
4મૂર્તિઓનાં નૈવેદ ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં [કંઈ જ] નથી, અને એક વિના બીજો કોઈ ઈશ્વર નથી. 5કેમ કે આકાશમાં કે પૃથ્વી પર જોકે કહેવાતા દેવો છે (અને એવા તો ઘણા દેવો તથા ઘણા પ્રભુઓ છે); 6તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેનાથી સર્વ છે, અને આપણે તેમને અર્થે છીએ, અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશરે સર્વ છે, અને આપણે તેમને આશરે છીએ.
7પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી. કેટલાકને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી મૂર્તિના નૈવેદ તરીકે તે ખાય છે. અને તેઓનું અંત:કરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે. 8પંણ ખોરાકથી આપણે ઈશ્વરને માન્ય થતા નથી:જો ન ખાઈએ તો આપણે વધારે ખરાબ થતા નથી; અને જો ખાઈએ તો વધારે સારા થતા નથી.
9પણ સાવધ રહો, રખેને આ તમારી છૂટ નિર્બળોને કોઈ પણ રીતે ઠોકરનું કારણ થાય. 10કેમ કે તારા જેવા જ્ઞાનીને જો કોઈ નિર્બળ [અંત:કરણવાળો] માણસ મૂર્તિના મંદિરમાં બેસીને ખાતો જુએ, તો શું તેનું અંત:કરણ મૂર્તિઓનું નૈવેદ ખાવાની હિંમત ન કરે? 11એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મર્યા તેનો નાશ થાય. 12અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંત:કરણોમાં આઘાત કરીને, તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો. 13તેથી જો ખાવા [ની વસ્તુ] થી મારો ભાઈ ઠોકર ખાય, તો મારો ભાઈ ઠોકર ન ખાય એ માટે હું કદી પણ માંસ નહિ ખાઉં.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in